May માં જન્મેલા લોકોમાં હોય છે ખાસ ક્વોલેટી, જે તેમને બીજાથી સ્પેશ્યલ બનાવે છે.

કોઈપણ વ્યક્તિની ખાસિયત જાણવા માગો છો? તો તેના જન્મ સાથે જોડાયેલી જાણકારીની મદદથી જાણી શકાય છે. વ્યક્તિના જન્મની તારીખ, મહિનો અને સમય તેના સ્વભાવ વિષે જાણવા માટે પુરતું છે. આ લેખના માધ્યમથી જાણીએ કે મેં મહિનામાં જન્મેલા લોકોની શું વિશેષતાઓ હોય છે જે તેને બીજા મહિનામાં જન્મેલા લોકોથી અલગ બનાવે છે.

જન્મનો મહિનો અને તમે :-

જ્યોતિષ મુજબ તમારા જન્મના સમયે અને દિવસે તમે વ્યક્તિત્વ અને આવનારા ભવિષ્યને સંપૂર્ણ રીતે અસર કરે છે. પરંતુ શું ક્યારેય તમે જાણ્યું છે કે જે મહિનામાં તમે જન્મ લો છો, તેનું પણ તમારી સાથે ખાસ સંબંધ છે?

મેં મહિનામાં જન્મેલા લોકો :

હાલમાં મેં મહિનો ચાલી રહ્યો છે, તો આજે અમે મેં મહિનામાં જન્મ લેવા વાળા લોકોના સ્વભાવ વિષે ચર્ચા કરીશું. તેની ખાસિયતો, તેની ખામીઓ, કેવા પ્રકારના માણસ હોય છે? તે તેના વિષે જણાવીશું. જો તમારો જન્મ પણ મેં મહિનામાં થયો છે, તો તમે આ કવોલેટીજ વાંચીને જરૂર નવાઈ પામવાના છો.

આત્મ પ્રેરિત :

બસ જે નક્કી કરી લીધું તો નક્કી જ કરી લીધું. જો લાગે છે કે તેમાં ફાયદો થશે તો કરીને જ દેખાડશે. કાંઈક એવા જ  પ્રકારના ઉત્સાહ અને જનુનથી ભરેલા હોય છે મેં માં જન્મેલા લોકો.

નક્કી કરી લીધું તો કરીને જ દેખાડશે :

જો તેણે એક વખત નક્કી કરી લીધું કે કામ કરવાનું છે, તો તે પૂરું કરીને જ શ્વાસ લે છે. પછી જે પણ પરિણામ આવે તે પછીની વાત છે. જો ભૂલથી ખરાબ પરિણામ પણ મળે તો તેને મનમાં નથી લેતા, પરંતુ આવનારા સમયમાં ફરીથી સારું કરવાનો પ્રયાસ કરે છે.

આકર્ષણ પ્રેમી :

મેં માં જન્મ લેવા વાળા લોકોની એક ખાસિયત છે, તેને આકર્ષણ પસંદ છે. તેને આપણે ખાસિયત જ કહીશું કેમ કે તે કળા દરેકમાં નથી હોતી.

તેઓમાં છે આ વાત :

તેઓમાં ખાસ વાત હોય છે. જેને લીધે લોકો અપમેળે જ તેઓની તરફ ખેંચતા આવે છે. તેઓની વાતો, તેમની રીતભાત લોકોને તેમની તરફ આકર્ષિત કરતી રહે છે. અને જો ક્યારેય કોઈ તેમને સમય ન પણ આપે, તો તે પોતાને એક આત્મનિર્ભર વ્યક્તિત્વ તરીકે દર્શાવે છે.

સપનામાં જીવે છે :

કોઈ સામાન્ય સપના નહિ, પરંતુ એવા સપના જેને તે ખુલ્લી આંખોથી જુવે છે અને પુરા કરવાનું નક્કી કરી લે છે. મેં માં જન્મ લેવા વાળા લોકોના ઘણા બધા સપના હોય છે, તેને જીવનમાં આ પણ જોઈએ, તે પણ જોઈએ, એવું પણ કરવું છે, તેવું પણ કરવું છે.

સપનાની કોઈ સીમા નથી :

બસ કાંઈક એવો જ છે તેનો અંદાઝ. તેના સપનાની કોઈ સીમા નથી. અને તેમની પાસે સપનાને પુરા કરવામાં જે શક્તિ લાગે તેનો પણ કોઈ અંત પણ નથી. એટલા માટે તે સમાજમાં અલગ જ વ્યક્તિત્વના પ્રાણી બનીને દેખાડે છે.

મહેનતુ છે :

તેમનો એ મહેનતુ સ્વભાવ સૌને ગમે છે. જયારે પણ તે કામની શરુઆત કરે છે, તો એક કઠોર નિર્ણયથી શરુઆત કરે છે. તેમની નિર્ણય લેવાની ક્ષમતા પણ સારી છે, પરંતુ જયારે તેઓને લાગે કે સામે વાળા વ્યક્તિ તેના હિતની વાત કરી રહ્યા છે, તો પોતાના લીધેલો નિર્ણય પણ બદલી નાખે છે.

નિર્ણય લેવામાં ઝડપી :

એટલા માટે કહેવામાં આવે છે કે મેં માં જન્મેલા લોકો સામે વાળાની વાત જલ્દી માની લે છે. જો કોઈ તેની નજીક હોય તો સરળતાથી તેની વાતોમાં આવી જાય છે અને તેણે બતાવેલા રસ્તા ઉપર ચાલવા લાગે છે. તે ટેવ મિત્રતા નિભાવવા માટે સારી છે, પરંતુ થોડી પરિસ્થિતિઓમાં તેમના માટે ખરાબ સાબિત થાય છે.

એક જગ્યાએ બેસતા નથી :

જિદ્દ સાથે સાથે પોતાની જે વાત લઇને તે પોતે પણ અચરજ પામે છે તે છે તેનું અશાંત એવું રહેવાનું વલણ. બસ દરેક વખતે કારણ વગર આમ તેમ ભાગવું, કાઈને કાંઈ બોલતા રહેવું કે પછી કોઈ વિચારમાં ડૂબી જવું. મગજ એક સેકન્ડ માટે પણ શાંત નથી રહેતું.

ફરવાનું ગમે છે :

જ્ઞાનની ભૂખ સાથે તેને હરવા ફરવાનો પણ ઘણો શોખ છે. નવી નવી જગ્યાઓ ઉપર જવું, અને તેના વિષે ઝીણવટભરી રીતે જાણવું એ સમજો કે જીવન ભરનું તેમનું સપનું છે. અને આ સપનું ક્યારે મારતું નથી.

ગુસ્સો બાપ રે બાપ :

હવે એક બીજી વાત જે તેમનામાં ઠાંસી ઠાંસીને ભરી છે, તે છે એઓનો ગુસ્સો. આમ તો શાંત રહે છે. કારણ વગર બુમો પાડતા નથી પરંતુ જયારે એક વાર ગુસ્સો આવી જાય તો સમજી લેવું કે જ્વાળામુખી ફાટવાનો છે. એટલા માટે જો તમારા પાર્ટનર કે દોસ્ત મેં માં જન્મેલો છે, તો તેના ગુસ્સાથી દુર જ રહેજો.

તેના શોખ :

મેં માં જન્મેલા લોકો હંમેશા જ્ઞાન મેળવતા રહેવાનો શોખ ધરાવે છે. માત્ર ભણવું ગણવા જ નહિ, પરંતુ દરેક પ્રકારનું જ્ઞાન મેળવવું તેમને ગમે છે.

જ્ઞાનના પ્રેમી :

દરેક પ્રકારના પુસ્તક વાચવા, લોકો વિષે જાણવું, આસપાસ દુનિયામાં શું ચાલી રહ્યું છે? તેની જાણકારી રાખવી તેને ગમે છે.

ખર્ચાળ :

એક બીજી વાત જે મેં માં જન્મેલા લોકો પોતાના વિષે જાણે તો છે, પરંતુ તેમ છતાં પણ તેને સુધારવામાં અસમર્થ રહે છે. તે ઘણા ખર્ચાળ પ્રકારના માણસ હોય છે. પૈસા ક્યારે ખર્ચ કરવાના છે અને ક્યારે નહિ, એક વખત પણ નથી વિચારતા. બસ જો મનમાં આવ્યું તે ફટથી પૈસા લુટાવી દે છે.

સ્ટાઈલની બાબતમાં હોય છે આગળ :

આ મહિનામાં જન્મેલા લોકોનું ડ્રેસિંગ સેન્સ કમાલનું હોય છે. તે પોતાની અલગ સ્ટાઇલિંગને કારણે જ ભીડમાં પણ જુદા જોવા મળી રહે છે. તેનો સ્વભાવ બીજા ઉપર વર્ચસ્વ પ્રાપ્ત કરવા વાળો રહે છે.

હોય છે જીદ્દી અને બેદરકાર :

જે લોકોની જન્મ મેં મહીનામાં થયો છે, તેનો સ્વભાવ જીદ્દી પ્રકારનો રહે છે. તેની બેદરકારી વલણને કારણે જ લોકો તેને મનમોજી પણ કહે છે. મેં મહિનામાં જન્મેલા લોકો થોડા ઘમંડી હોય છે. પરંતુ તેમની અંદર તે ખાસિયત હોય છે કે તે જે કામને શરુ કરે છે તે પૂરું કરીને જ શ્વાસ લે છે. તે મોટા જ રહસ્યમયી સ્વભાવના હોય છે. તેનો મુડ ક્યારે બદલાઈ જાય તેનો અંદાઝ લગાવવો પણ મુશ્કેલ હોય છે.

રિલેશનશિપ પ્રત્યે રહે છે વફાદાર :

આ મહિનામાં જે લોકોનો જન્મદિવસ આવે છે. તો પોતાના સંબંધને લઇને ઘણા ગંભીર રહે છે. તેણે પોતાની સીમાની ખબર હોય છે અને લગ્ન પહેલા તેને ઓળંગવાનું તે બિલકુલ યોગ્ય નથી સમજતા. મેં મહિનામાં જન્મેલા લોકો ઘણા બધા રિલેશનશિપમાં નથી પડતા, પરંતુ તે એક વખત જેને પોતાના દિલની નજીક સમજે છે. તેની સાથે જ પોતાનું આખું જીવન પસાર કરવાનું પસંદ કરે છે.

પરિવારની હોય છે નજીક :

આ મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ ઘણો નરમ હોય છે. તે પોતાના પરિવારને પ્રાથમિકતા આપે છે અને તેને પોતાના પરિવાર સાથે ઘણો પ્રેમ પણ હોય છે. કોઈને પણ દગો દેવાનો વિચાર તેના મનમાં નથી આવતો.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.