આ વોટ્સએપે તો પથ્થારી ફેરવી.. જુઓ માયાભાઈ આહીરનો રમુજી વિડીયો

maya bhai ahir

વાહ માયા ભાઈ વાહ

લોક સાહિત્ય જગત અને ભજનનો હરતો ફરતો ભંડાર એટલે માયાભાઈ. મુળનામ માયાભાઈ વિરાભાઈ આહિર, મહુવા તાલુકાના બોરડા ગામ પાસેનો આહિરોનો નેસ, કુંડવી ગામ, પ્રાથમિક અને માધ્યમિક ૧૦ ધોરણ સુધીનું જ ભણતર અનુક્રમે કુંડવીમાં-બોરડામાં અને ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધું.

જીભનાં ટેરવે ‘માં સરસ્વતી’નો વાસ એવો કે લોક સાહિત્યની ખળખળ વહેતી ગંગા જ જોઈ લ્યો.

લોકસાહિત્યની શરૂઆત: સૌ પ્રથમ લોકસાહિત્યનો કાર્યક્રમ મહુવાનાં આંગણે અને બીજો કાર્યક્રમ ભાવનગરમાં કર્યો, અને તેની સુવાસ ગુજરાત અને ભારતના સીમાડાઓ વટાવી પરદેશમાં પણ પહોંચી. છેલ્લા ૧૨ વર્ષમાં ૩૦૦૦ જેટલા કાર્યક્રમો આપી ચૂકયા છે.

વિદેશ માં પણ ઈંગ્લેન્ડ, યુ.એસ.એ., આફ્રિકા, કેનેડા અને દુબઈમાં કાર્યક્રમો આપી ચૂકયા છે.

કલાકારો લોક સાહિત્યને જીવાડતા નથી પણ લોક સાહિત્ય કલાકારોને જીવાડે છે.

તાલ, સૂર અને સ્વરનો ત્રિવેણી સંગમ એટલે લોક સાહિત્યની ગંગા-યમુના અને સરસ્વતી છે. અને એટલે જ તેઓ માને છે કે ભલે લોક સાહિત્યકારો માથે ન હોય નળીયા તો પણ તેને તો ડાયરો એટલે મોજે દરિયા.

વિચારમંત્ર : લોક સાહિત્યના કાર્યક્રમો દ્વારા દેશ-દાઝ ઉભી કરવી, ભારતીય સંસ્કૃતિની સેવા કરવી, ભારતની એકતા, અખંડીતતા જાળવી રાખવા, લોક સાહિત્યના વારસાની જાળવણી કરતા-ગાતા અને વહેતા રહેવું એ જ જીવનમંત્ર છે.

લોક કલાકારોને સંદેશો : સૌરાષ્ટ્રની ભાતગિળ લોક સાંસ્કૃતિનું જતન કરવા માટે તેની સાચી પરખ કેળવવી અને તેના સથવારે જીવનમાં આગળ વધવું.

મિત્રો, માયાભાઇ આહિરની વાત કરીએ તો તે લોકસાહિત્ય ક્ષેત્રમાં એક પ્રતિષ્ઠીત નામ છે. તેમની હાસ્યરસમાં તરબોળ કરી દે એવી રમુજી વાણીને લીધે તે અત્યારે ગુજરાતીઓમાં ઘણા લોકપ્રિય છે. કાઠિયાવાડી બોલી અને શૈલીમાં વહેતો તેમનો હાસ્યરસ દરેક શ્રોતાના ચહેરા પર મંદ સ્મિતની સાથે ખડખડાટ હાસ્ય લાવી શકવાને સમર્થ છે. અને વર્તમાન સમયમાં માયાભાઇ આહિર ગુજરાતના ટોપ ફેમસ જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્યકારની હરોળમાં બેસી શકે એવી પ્રબળ ક્ષમતા ધરાવે છે.

માયાભાઈના અંગત જીવનની વાત કરીએ તો, તેમના પિતાનું નામ વીરાભાઇ હતું. અને લોકસાહિત્ય તેમને વારસામાં મળેલું હોય એવું કહી શકાય. માયાભાઇ કહે છે કે, નવરાત્રિના દિવસોમાં તેમની ત્રણ પેઢી એકસાથે ગરબા રમેલી છે ! માયાભાઇ પોતે, એમના પિતાશ્રી વીરાભાઇ આહિર અને માયાભાઇના દાદાશ્રી નાનપણમાં ગામડામાં જ તેમનું જીવન પાંગર્યું છે, અને કાઠિયાવાડની માટીમાં જ ગાયો-ભેંસોની વચ્ચે તેમનું ઘડતર થયું છે. અને હવે તેઓ લોકડાયરાઓમાં ધૂમ મચાવે છે. તેના પાયામાં તેમની જન્મભૂમિ પણ રહેલી છે.

વિડીયો

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.