MBA પાસ કરીને ફ્રી માં ચા પીવડાવી રહ્યો છે અમદાવાદનો આ યુવક, જાણો તેની પાછળનું કારણ

મિત્રો, દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ની ઓફિસની સામે અમદાવાદનો એક યુવક લોકોને મફતમાં ચા પીવડાવી રહ્યો છે. પ્રફુલ્લ નામના આ યુવકનું કહેવું છે કે, તે દિલ્લીમાં આમ આદમી પાર્ટનીની સરકારના કામકાજથી ખુશ છે, અને આ કારણે તે લોકોને ફ્રી માં ચા પીવડાવી રહ્યો છે. આવો તેમણે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહેવી વાતો વિષે જાણીએ.

જણાવવામાં આવી રહ્યું છે કે, આમ આદમી પાર્ટીની ઓફિસની બહાર લોકોને મફતમાં ચા પીવડાવતા આ યુવકે એમબીએ (MBA) કર્યું છે. અમદાવાદમાં ચા ના સ્ટોલની ચેઇન ચલાવવા વાળા પ્રફુલ્લનું માનવું છે કે, ચા દ્વારા મોટા મોટા પરિવર્તનને સંભવ કરી શકાય છે. તેમના સ્ટોલ પર એમબીએ ચાઈ વાલા (MBA CHAI WALA) લખેલું છે.

દિલ્લીમાં આમ આદમી પાર્ટનીની સરકારના કામકાજથી ખુશ થઈને લોકોને મફતમાં ચા પીવડાવતા પ્રફુલ્લનું માનવું છે કે, જો કોઈ સારું કામ કરે છે તો તેમનું સમર્થન કરવું જોઈએ. મીડિયા સાથે વાત કરતા પ્રફુલ્લ જણાવે છે કે, અહીંના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કામથી હું ખુશ છું. મેં ત્રણ વર્ષ પહેલા મારું એમબીએ છોડીને ચા નો સ્ટોલ શરૂ કર્યો હતો. અને તે આજે આખી દુનિયામાં ઘણો પ્રખ્યાત છે.

તે આગળ કહે છે કે, જો હું ટેક્નિકલી કહું તો હું ચા વાળા પ્રધાનમંત્રી પછી દેશનો બીજો સૌથી પ્રખ્યાત ચા વાળો છું. તે અહીં(દિલ્હી) આવવાનું કારણ જણાવતા કહે છે કે, મારો કોઈ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ નથી, જો તમે દેશના કોઈ પણ ખૂણામાંથી સારું કામ કરશો તો હું ત્યાં પહોંચી જઈશ. સારું કામ કરશો, સમાજ માટે કામ કરશો તો હું કોઈ ચાર્જ નહિ લઈશ. પણ જો તમે મને લગ્નમાં બોલાવ્યો તો હું ચાર્જ લઈશ.

તેમનું કહેવું છે કે, દેશમાં આપણે ચા થી ઘણા પરિવર્તન લાવી શકીએ છીએ. ચા વાળાથી કોઈ પરિવર્તન આવે કે ન આવે પણ ચા થી આવી શકે છે. મિત્રો જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી હવે દિલ્હીમાં ‘એક કપ કેજરીવાલ કે લિયે’ નામથી એક કેમપેઇન લોન્ચ કરવાની તૈયારીમાં છે, જ્યાં લોકો સાથે પાર્ટીના કામકાજ પર ચર્ચા કરવામાં આવશે.

પ્રફુલ્લના યોગદાનથી આમ આદમી પાર્ટીના નેતા ખુશ છે. પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ પ્રફુલ્લના સ્ટોલ પર ચા પીવા આવ્યા હતા. તેમણે તેની પ્રશંસા કરતા કહ્યું કે, ઘણી સારી ચા છે, તમે પણ આવીને પીવો. તેમણે આગળ કહ્યું કે, નિશ્ચિત રૂપથી આ અમારા કામને પ્રોત્સાહન પણ છે. એક યુવાન છોકરો કેજરીવાલજીના કામથી પ્રભાવિત થઈને ચા નો સ્ટોલ લગાવીને પોતાનો સહયોગ આપવા આવ્યો છે.

એ તો તમે જાણો જ છો કે, બીજેપી વર્ષ 2014 માં ચૂંટણી સમયે ‘ચાઇ પે ચર્ચા’ કેમપેઇન કરી ચુકી છે. જેનો તેમને ફાયદો પણ મળ્યો છે. હવે આમ આદમી પાર્ટી નવા નારા અને ચા દ્વારા કેમપેઇન લોન્ચ કરી રહી છે.

જુઓ વિડીયો :

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.