મેં માં-બાપની વાત સાંભળી હોત તો આ ગોળીઓની જરૂર ના પડત, દરેક છોકરી માટે એલર્ટ છે આ સ્ટોરી.

આજકાલ જમાનો હાઈટેક થઇ ગયો છે. સોસીયલ મીડિયા એ આ જમાનાને બદલી દીધો છે. યુવા છોકરા અને છોકરીઓ ભૂલો કરી રહ્યા છે. ત્યાર પછી માત્ર પછતાવો જ રહી જાય છે. આજે અમે તમને એવી છોકરીની સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જે સ્ટોરી દરેક છોકરી એ વાચવી જોઈએ કેમ કે આ એક શીખ છે.

તે એક ગરીબ છોકરી હતી. તેના પિતા કોઈ દુકાનમાં મજુરી કરતા હતા અને માં ઘરોમાં કચરા વાસણ. તે પોતાના માં બાપની એકમાત્ર છોકરી હતી, એટલા માટે તેમણે તેને ઘણી લાડ કોડથી ઉછેરી હતી. તે ઇચ્છતી હતી કે તે ભણી ગણીને મોટી વ્યક્તિ બને. જેથી તેને ગરીબીમાં દિવસો ન પસાર કરવા પડે. જ્યારે તેણે ગામની સ્કુલ માંથી ૧૦ માં ધોરણની પરીક્ષા પાસ કરી, તો ઘણી ખુશ થઇ. માં બાપ એ કોઇ પણ રીતે સાહસ કરીને ગામ માંથી ૮ કી.મી. દુર ગામમાં તેનું ઈંટર કોલેજમાં પ્રવેશ કરાવી દીધો. તે સાયકલ દ્વારા સ્કુલ જવા લાગી. એવી રીતે જ તેનું જીવન આગળ વધવા લાગી. પરંતુ એક દિવસ તેના જીવનમાં એવો ફેરફાર આવ્યો. સ્કુલે થી નીકળતી વખતે એક છોકરો બાઈક લઇને તેની પાસે આવ્યો અને ધીમેથી કહ્યું, જો તમને ખોટું ન લાગે તો હું તમને કાંઈક કહેવા માગું છું.

છોકરી તે છોકરાને હંમેશા રસ્તામાં જોયા કરતી હતી. જયારે પણ તે સ્કુલ આવતી અને સ્કુલે થી જતી. તે છોકરો રોડના કાંઠે તેને જોયા કરતો. પહેલા શરૂઆતમાં તો તેને આ બધું સારું ન લાગ્યું, પરંતુ ધીમે ધીમે તેને પણ સારું લાગવા લાગ્યું હતું. એટલા માટે જયારે તે છોકરા એ કહેવાની મંજુરી માગી, તો તેણે ધીમેથી માથું હલાવીને મંજુરી આપી દીધી.

તે છોકરા એ પોતાના શર્ટના ખિસ્સા માંથી એક ગુલાબની કળી કાઢીને તેના હાથમાં મૂકી દીધી અને તેને મુઠ્ઠી બંધ કરવાનું કહ્યું. હું તારી સાથે ઘણો પ્રેમ કરું છું. ઉઠતા બેસતા, સુતા જાગતા દરેક સમયે બસ તારા વિષે જ વિચાર કરું છું. મને કાંઈ પણ સારું નથી લાગતું.

છોકરો બીજું પણ ઘણું કહેવા માંગતો હતો, પણ છોકરી એ ધીમેથી તેના હોઠ ઉપર પોતાનો હાથ રાખીને તેના પ્રેમનો સ્વીકાર કરી લીધો. આવી રીતે તે બન્નેમાં વાતચીતની શરુઆત થઇ ગઈ. છોકરો રોજ તેના માટે કાંઈને કાંઈ ગીફ્ટ લાવતો અને તેના માટે જીવવા મરવાના સોગંધ ખાતો. તેની વાતો સાંભળીને છોકરી પાગલ થઇ જતી અને સપનાની દુનિયામાં ખોવાઈ જતી. છોકરીના માં બાપને જ્યારે આ વાતની જાણ થઇ તો તેમણે છોકરીને ઘણું સમજાવી પરંતુ તે ન માની.

એક દિવસ તે છોકરો તે છોકરીને પોતાની બાઈક ઉપર ફેરવવા લઇ ગયો. બન્ને જણ નદીના કાંઠે પહોચ્યા અને ઘાંસ ઉપર બેસીને વાતો કરવા લાગ્યા. પરંતુ છોકરાના મનમાં તો કાંઈક બીજું જ હતું. પરંતુ પ્રેમમાં આંધળી બની ગયેલી તે છોકરી તેના મનની ઈચ્છા સમજી ન શકી અને તેણે પોતે પોતાની જાતને છોકરાને સોંપી દીધી. બન્ને એક બીજાના પ્રેમમાં એવા ખોવાઈ ગયા કે બે જીવ એક થઇ ગયા, પરંતુ ન જાણે ક્યાંથી તે જગ્યાએ ત્રણ છોકરા આવી ગયા. તેને જોઈ ને છોકરી ગભરાઈ ગઈ અને પોતાના કપડા સરખા કરવા લાગી. એ જોઈને એક છોકરા એ તેનો હાથ પકડ્યો અને કહ્યું, એટલી પણ શું ઉતાવળ છે મારી રાણી, અમે પણ તો તારા દીવાના છીએ. થોડું અમારું પણ મનોરંજન કરી દે.

છોકરી એ પોતાના પ્રેમી પાસે મદદ માગી. પરંતુ તે આ બધું જોઈને હસતો રહ્યો. તે જોઈને છોકરીના હ્રદયના ધબકારા અટકી ગયા. એટલે કે આ બધી તેની ચાલ હતી? આગળ છોકરી કાંઈ વિચારી જ ન શકી. કેમ કે તે ત્રણે છોકરા તેની ઉપર ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા અને પોતાની હવસની આગ ઓલવતા રહ્યા. તે છોકરી મદદ માટે બુમો પાડતી રહી અને તે તેને ખેંચતા રહ્યા.

લગભગ એક કલાક પછી છોકરીને ભાન આવ્યું, તો પોતાની જાતને નિર્વસ્ત્ર જોઈ. તે ત્રણે છોકરા અને તેનો પ્રેમી ત્યાંથી જઈ ચુક્યા હતા. છોકરીની આંખોની આગળ અંધારું છવાઈ રહ્યું હતું. તેની દુનિયા અંધારાથી ભરાઈ ગઈ હતી. એને પોતાનું જીવન પૂરું થતું હોય તેવું લાગી રહ્યું હતું.

તે વિચારતી રહી કે કેમ તેણે બેવફા છોકરાની વાતો ઉપર વિશ્વાસ કર્યો. કેમ હું તેની સાથે અહિયાં આવી. હવે હું શું મોઢું લઇને મારા ઘેર જઈશ. મારા માં બાપને શું કહીશ. મારી આ હાલત જોઈને તે જીવતા જીવ મરી જશે. તે મેડીકલ ઉપર ગઈ અને ત્યાંથી ગર્ભનિરોધક ગોળીઓ લીધી. ઘરે જઈને છોકરી એ છાનામાના તે ખાઈ લીધી. ગોળીઓ ખાધા પછી રાત્રે તેને ઘણી તકલીફ થઇ ત્યારે તેણે તેની માંને સાચી હકીકત જણાવી. બીજા દિવસે કોઈને જાણ કર્યા સિવાય તે નદીના કાંઠે પહોચી. નદીનું પાણી ખળ ખળ કરતું ઝડપથી વહી રહ્યું હતું. છોકરી એ એક વખત ફરી પોતાના મજબુર માં બાપ, પોતાના બેવફા પ્રેમી વિષે વિચાર્યું અને પછી નદીમાં છલાંગ લગાવી દીધી.

બીજી જ ક્ષણે તે નદીમાં ડૂબીને અંદર ઉતરવા લાગી. પરંતુ હવે ન તો તે કોઈને પોતાનો જીવ બચવવા માટે બોલાવી રહી હતી અને ન તો બચવા માટે સંઘર્ષ કરી રહી હતી. તેનું મન શાંત પાણી જેવું જ શાંત હતું. તે પણ પોતાના બેવફા પ્રેમી વિષે વિચારી રહી હતી કે તેણે તેની વાતો ઉપર આવી રીતે વિશ્વાસ કરી લીધો, કેમ મેં તેની સાથે આંધળો પ્રેમ કર્યો, કેમ મેં તેના પ્રેમની જરૂર ન સમજી? જો હું તેવું કરી શકત, તો કદાચ…. અને પછી તે નદીમાં ઊંડાણમાં ડૂબતી ગઈ.

મિત્રો કોઈ સાથે પ્રેમ કરવો, કોઈ ઉપર વિશ્વાસ કરવો ખરાબ નથી, પરંતુ લાગણીઓને ઓળખવાની ક્ષમતા પણ રાખો. કોઈને પોતાનું તન મન સોંપતા પહેલા તેના પરિણામ વિષે પણ જરૂર વિચારો. નહી તો તમે પણ દગો ખાઈ શકો છો, તમે પણ છેતરાઈ શકો છો.

આ વાત તમને ગમી હોય તો લાઇક કરો અને તમને લાગતું હોય કે આ વાત કોઈ છોકરી વાંચે અને કદાચ કદાચ એના જીવનમાં આવું કાઈ થવાનું હોય અથવા થઇ રહ્યું હોય તો આ વાત વાંચી એની જિંદગી બચી શકે તેમ છે તો આવશ્ય શેયર કરજો. જય હિન્દ…