મેં પરશુરામને જોયા, તેમણે મને ભોજન પણ કરાવ્યું, ઋષિકેશના જંગલો માંથી પાછા ફરતા વ્યક્તિ એ સંભળાવી આખી ઘટના.
હિંદુ ધર્મ ગ્રંથોમાં થોડા મહાપુરુષોનું વર્ણન છે. જેને આજે પણ અમર માનવામાં આવે છે. તેને અષ્ટચિરંજીવી પણ કહેવામાં આવે છે. તેમાંથી એક ભગવાન વિષ્ણુનાં આવેશાવતાર પરશુરામ પણ છે.
પરશુરામ જેવું શૌર્ય આપણી ભારતીય સેનામાં આવે આને પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવે એ માટે વધુમાં વધુ શેયર અને લાઇક કરજો, જય હિન્દ…
“અશ્વ્સ્થામાં બલીવ્યાસો હનુમાંશ્ય વિભીષણ. કૃપ: પરશુરામશ્ચ્ય સપ્તેતે ચીરજીવિન.
સપ્તેતાન સંસ્મરેન્નીત્યમ માર્કેન્ડેયમથાષ્ટમમ. જીવેદવવર્ષશતં સોપી સર્વવ્યાધિવિવર્જિત.”
આ શ્લોક મુજબ અસ્વ્સ્થામાં, રાજા બલી, મહર્ષિ વૈદવ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, ભગવાન પરશુરામ અને ઋષિ માર્કન્ડ્યેય અમર છે. એવી માન્યતા છે કે ભગવાન પરશુરામ વર્તમાન સમયમાં પણ ક્યાંક તપસ્યામાં લીન છે. કલિયુગમાં એક વખત એક વેપારી એ તેને જોયા. શ્યામ નામના વેપારી એ ભગવાન પરશુરામ સાથે મુલાકાત કરી અને તેના વિષે પોતાના ગામના લોકોને જણાવ્યું. શ્યામ ઉત્તરાખંડના પોડી જીલ્લાના રહેવા વાળા હતા. ૧૯૯૮માં એક વખત તે ઋષિકેશ ગયા હતા.
ઋષિકેશ વેપારની કામગીરીમાં ગયા હતા, પરંતુ ત્યાં તેમણે તે જોયું જેના કારણે જ તેનું જીવન ધન્ય થઇ ગયું. તેમણે ગામમાં જઈ ને જણાવ્યું કે તે ઋષિકેશ સેનીલકંઠ જુના જંગલ વાળા રસ્તેથી જઈ રહ્યા હતા. સાંજના લગભગ ૬-૭ વાગ્યા હતા. ઉનાળાનો દિવસ હતો, તો અંધારૂ એકદમ થયું ન હતું. રસ્તામાં તેને થાક લાગ્યો તો જંગલમાં બનેલી એક ઝુપડીમાં તે ગયા. ઝુપડીમાં કોઈ ન હતું. તેમણે અવાજ દીધો તો એક લાંબા સાધુ અચાનક ખબર નહિ ક્યાંથી આવી ગયા. તેના હાથમાં કમંડલ હતું અને એક હાથમાં ફરસી. શ્યામ એ તેને પ્રણામ કર્યા અને પૂછ્યું કે અહિયાં થોડી વાર આરામ કરી શકું છું. સાધુએ આરામ કરવાની મંજુરી આપી દીધી. શ્યામને સાધુ વિચિત્ર લાગી રહ્યા હતા. તો શ્યામએ પૂછ્યું બાબા ક્યારથી અહિયાં છો, સાધુએ કહ્યું ૩૦૦૦ વર્ષોથી. શ્યામ એ વિચાર્યું કે બાબા મજાક કરી રહ્યા છે. શ્યામએ પૂછ્યું બાબા તમારી સેવા કરી શકું છું, તો સાધુ એ કહ્યું ઠીક છે.
શ્યામએ સાધુ પગ દબાવવાના શરુ કર્યું. સાધુના પગમાં માંસ એટલું કડક હતું કે શ્યામને તે પથ્થર જેવા લાગી રહ્યા હતા. થોડી વાર પછી શ્યામ એ કહ્યું, બાબા ખાવા માટે કાંઈ મળશે, સાધુએ પૂછ્યું શું ખાશો? શ્યામ એ કહ્યું બાબા દાળ રોટલી જ ખવરાવી દો. સાધુ બહાર આવ્યા અને મિનીટમાં તે પાછા આવ્યા તેમના હાથમાં બે થાળી હતી. શ્યામએ જોઈને ચોંકી ગયા. શ્યામએ પહેલા ભોજન કર્યું પછી પૂછ્યું બાબા તમે કોણ છો જણાવશો? સાધુએ કહ્યું રહેવા દે બાળક શું કરશે જાણીને? શ્યામ એ કહ્યું બાબા તમને મહાદેવના સોગંધ.
સાધુ એ કહ્યું ઠીક છે તો સાંભળ હું છું જેણે રામથી લઇને કૃષ્ણ સુધી સાથ આપ્યો છે. હું છું જે ધરતી ઉપર આજે પણ ધર્મની સ્થાપના માટે હાજર છું. હું છું જેણે ૨૧ વખત ધરતીને ક્ષત્રિયો વિહીન કર્યું છે. એટલું કહીને સાધુનો આકાર ૭ ફૂટથી સીધો ૧૨ ફૂટ થઇ ગયો. શ્યામને પોતાની આંખો ઉપર વિશ્વાસ થઇ રહ્યો ન હતો. તેને ચક્કર આવી ગયા અને તે ઝુપડીમાં જ બેભાન થઇ ગયો. જયારે આંખો ખુલી તો સવાર થઇ ગઈ હતી. શ્યામએ પાછા પોતાના ગામ જઈને પંચાયતને બોલાવી અને એ કહાની સંભળાવી. પંચાયત એ ત્યાર પછી ગામમાં પરશુરામનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો.
આવી રીતે થયો ભગવાન પરશુરામનો જન્મ : મહર્ષિ ભૃગુના પુત્ર રૂચિકના લગ્ન રાજા ગાંધીની પુત્રી સત્યવતી સાથે થયા હતા. લગ્ન પછી સત્યવતીએ પોતાના સાસરા મહર્ષિ ભૃગુ પોતાને અને પોતાનીમાં માટે પુત્રની કામના કરી. ત્યારે મહર્ષિ ભૃગુએ સત્યવતીને બે ફૂલ આપ્યા અને કહ્યું કે ઋતુ સ્નાન પછી તું ગુલરના વૃક્ષનું તથા તમારી માતા પીપળાના વૃક્ષને આલિંગન કર્યા પછી આ ફળ ખાઈ લેજો.
પરંતુ સત્યવતી અને તેમનીમાં એ ભૂલથી એ કામમાં ભૂલ કરી દીધી. એ વાત મહર્ષિ ભૃગુને ખબર પડી ગઈ. ત્યારે તેમણે સત્યવતીને કહ્યું તે ખોટા વૃક્ષને આલિંગન કર્યું છે. એટલા માટે તારો પુત્ર બ્રાહ્મણ હોવા છતાં પણ ક્ષત્રીય ગુણ વાળો રહેશે અને તારી માતાનો પુત્ર ક્ષત્રીય હોવા, છતાં પણ બ્રાહ્મણોની જેમ આચરણ કરશે. ત્યારે સત્યવતીએ મહર્ષિ ભૃગુને પ્રાર્થના કરી કે મારો પુત્ર ક્ષત્રીય ગુણો વાળો ન હોય ભલે પણ મારો પૌત્ર (પુત્રનો પુત્ર) એવો હોય. મહર્ષિ ભૃગુએ કહ્યું એવું જ થશે. થોડા સમય પછી જમદગ્રી મુનીએ સત્યવતીના ગર્ભ માંથી જન્મ લીધો. તેનું આચરણ ઋષીઓ જેવું જ હતું. તેના લગ્ન રેણુકા સાથે થયા, મુની જમદગ્રીને ચાર પુત્ર થયા. તેમાંથી પરશુરામ ચોથા હતા. આવી રીતે એક ભૂલને કારણે ભગવાન પરશુરામનો સ્વભાવ ક્ષત્રિયો જેવો હતો.
કરી શ્રીકૃષ્ણને પ્રસ્તાવની વિનંતી : મહાભારતના યુદ્ધ પહેલા જયારે ભગવાન શ્રીકૃષ્ણ સંધીનો પ્રસ્તાવ લઇને ધૃતરાષ્ટ્ર પાસે ગયા હતા, તે સમયે શ્રીકૃષ્ણની વાત સાંભળવ માટે ભગવાન પરશુરામ પણ તે સભામાં હાજર હતા. પરશુરામ એ પણ ધૃતરાષ્ટ્રને શ્રીકૃષ્ણની વાત માની લેવા માટે કહ્યું હતું.
ન થયો હતો શ્રીરામ સાથે કોઈ વિવાદ : ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માનસમાં વર્ણન છે કે ભગવાન શ્રીરામ એ સીતા સ્વયંવરમાં શિવ ધનુષ્ય ઉઠાવ્યું અને પ્રત્યંચા ચડાવતી વખતે તે તૂટી ગયું. ધનુષ્ય તૂટવાનો અવાજ સાંભળીને ભગવાન પરશુરામ પણ ત્યાં આવી ગયા. પોતાના આરાધ્ય શિવનું ધનુષ્ય તૂટેલું જોઈને ઘણા ગુસ્સે થયા અને કહ્યું તેમનો શ્રીરામ અને લક્ષમણ સાથે વિવાદ પણ થયો.
જયારે વાલ્મીકી રામાયણ મુજબ સીતા સાથે લગ્ન પછી જયારે શ્રીરામ ફરી અયોધ્યા પાછા આવી રહ્યા હતા. ત્યારે પરશુરામ ત્યાં આવ્યા અને તેમણે શ્રીરામને પોતાના ધનુષ્ય ઉપર બાણ ચડાવવા માટે કહ્યું. શ્રીરામ એ બાણ ધનુષ્ય ઉપર ચડાવીને છોડી દીધું. તે જોઈને પરશુરામને ભગવાન શ્રીરામનું વાસ્તવિક રૂપનું જ્ઞાન થઇ ગયું અને તે ત્યાંથી જતા રહ્યા.
કેમ કર્યો માતાનો વધ? એક વખત માતા રેણુકા સ્નાન કરીને આશ્રમ પાછા ફરી રહ્યા હતા. ત્યારે સંયોગથી રાજા ચિત્રરથ પણ ત્યાં જળવિહાર કરી રહ્યા હતા. રાજાને જોઈને રેણુકાના મનમાં વિકાર ઉત્પન્ન થઇ ગયો. તે અવસ્થામાં તે આશ્રમ પહોચી ગઈ. જમદગ્રી એ રેણુકાને જોઈને એના મનની વાત જાણી લીધી અને પોતાના પુત્રો દ્વારા માતાનો વધ કરવાનું કહ્યું. પરંતુ મોહવશ કોઈએ તેમની આજ્ઞાનું પાલન ન કર્યું. ત્યારે પરશુરામ કાઈ પણ સમજ્યા વિચાર્યા વગર ફરસાથી માંનું માથું કાપી નાખ્યું. એ જોઈને મુની જમદગ્રી પ્રસન્ન થયા અને તેમણે પરશુરામને વરદાન માગવાનું કહ્યું, ત્યારે પરશુરામએ પોતાની માતાને ફરી જીવતા કરવા અને તેમને એ વાતની ખબર ન પડે કે એવું વરદાન માગ્યું. આ વરદાનના પરિણામ સ્વરૂપે તેમની માતા ફરી જીવતા થઇ ગયા.
કેમ કર્યો કાર્તવીર્યનો વધ?
એક વખત મહીષ્મતી દેશના રાજા કાર્તવીર્ય અર્જુન યુદ્ધ જીતીને જમદગ્રી મુનીમાં આશ્રમ પાસે નીકળ્યો. ત્યારે તે થોડો આરામ કરવા માટે આશ્રમમાં જ રોકાઈ ગયો. તે જોઈ કામઘેનું એ ઘણું સહજ રીતે આખા સેન્ય માટે ભોજનની વ્યવસ્થા કરી દીધી તો તે કામઘેનુંના વાછરડા બળપૂર્વક લઇ ગયો. જયારે આ વાતની પરશુરામને ખબર પડી તો તેમણે કાર્તવીર્ય અર્જુનની એક હજાર ભુજાઓ કાપી નાખી અને તેનો વધ કરી દીધો.
એટલા માટે ક્ષત્રિયોનો સંહાર ?
કાર્તવીર્ય અર્ર્જુનના વધનો બદલો તેના પુત્રો એ જમદગ્રી મુનીનો વધ કરી લીધો. ક્ષત્રિયોનું આ હલકું કૃત્ય જોઈને ભગવાન પરશુરામ ઘણા ગુસ્સે થયા અને તેમણે કાર્તવીર્ય અર્જુનના તમામ પુત્રોનો વધ કરી દીધો. જે જે ક્ષત્રીય રાજાઓ તે તેમને સાથ આપ્યો, પરશુરામ એ તેનો પણ વધ કરી નાખ્યો. આવી રીતે ભગવાન પરશુરામ એ ૨૧ વખત ધરતીને ક્ષત્રીયવિહીન કરી દીધી.
બ્રાહ્મણોને દાન કરી દીધી સંપૂર્ણ પૃથ્વી : મહાભારત મુજબ પરશુરામનો એ ગુસ્સો જોઈને મહર્ષિ ઋચીક એ સાક્ષાત પ્રગટ થઇને તેમને આવું ઘોર કર્મ કરવાથી અટકાવ્યા. ત્યારે તેમણે ક્ષત્રિયોનો સંહાર કરવાનું બંધ કરી દીધું અને આખી પૃથ્વી બ્રાહ્મણોને દાન કરી દીધી અને પોતે મહેન્દ્ર પર્વત ઉપર નિવાસ કરવા લાગ્યા.
પરશુરામનો કર્ણને શ્રાપ : મહાભારત મુજબ પરશુરામ ભગવાન વિષ્ણુના જ અંશાવતાર હતા. કર્ણ પણ તેમનો શિષ્ય હતો. કર્ણ એ પરશુરામને પોતાનો પરિચય એક સુતપુત્ર તરીકે આપ્યો હતો. એક વખત જયારે પરશુરામ કર્ણના ખોળામાં માથું રાખીને સુતા હતા. તે સમયે કર્ણને એક ભયંકર જીવડા એ કરડી લીધું. ગુરુની ઊંઘમાં ખલેલ ન પડે એવું વિચારીને કર્ણ તકલીફ સહન કરતા રહ્યા. પરંતુ તેમણે પરશુરામને ઊંઘ માંથી ન ઉઠાડ્યા.
ઊંઘ ઉડી ત્યારે પરશુરામએ જોયું તો તે સમજી ગયા કે કર્ણ સુતપુત્ર નથી પરંતુ ક્ષત્રીય છે. ત્યારે ગુસ્સે થઇને પરશુરામ એ કર્ણને શ્રાપ આપ્યો કે મારી શીખવેલી શસ્ત્ર વિદ્યાની જયારે તારે સૌથી વધુ જરૂર હશે, તે સમયે તું આ વિદ્યા ભૂલી જઈશ. આવી રીતે પરશુરામના શ્રાપને કારણે જ મહાભારતના યુધ્ધમાં કર્ણનું મૃત્યુ થયું.
રામ માંથી કેવી રીતે બન્યા પરશુરામ? બાલ્યાવસ્થામાં પરશુરામના માતાપિતા તેને રામ કહીને બોલાવતા હતા. જયારે રામ થોડા મોટા થયા તો તેમણે પિતા પાસેથી વૈદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પિતા સામે ધનુર્વીધ્યા શીખવાની ઈચ્છા રજુ કરી. મહર્ષિ જમદગ્રી એ તેને હિમાલય ઉપર જઈને ભગવાન શિવને પ્રસન્ન કરવાનું કહ્યું. પિતાની આજ્ઞા માનીને રામ એ એવું જ કર્યું. તેની વચ્ચે અસુરોથી ત્રાસીને દેવતાઓ શિવજી પાસે ગયા અને અસુરોથી મુક્ત કરાવવાની વિનંતી કરી. ત્યારે શિવજીની તપસ્યા કરી રહેલા રામને અસુરોનો નાશ કરવા માટે કહ્યું.
રામ કોઈ પણ પ્રકારના શસ્ત્રની સહાયતા વગર જ અસુરોનો નાશ કરી દીધો. રામના આ પરાક્રમને જોઈને ભગવાન શિવએ તેને અનેક અસ્ત્ર શસ્ત્ર પુરા પડ્યા. તેમાંથી એક પરશુ (ફરશી) પણ હતી. તે શસ્ત્ર રામને ઘણું ગમતું હતું. તે પ્રાપ્ત કરતા જ રામનું નામ પરશુરામ થઇ ગયું.
ફરસાથી કાપી નાખ્યો હતો ગણેશનો એક દાંત : બ્રહ્મવેતર્ત પુરાણ મુજબ એક વખત પરશુરામ જયારે ભગવાન શિવ ના દર્શન કરવા કૈલાશ ગયા તો ભગવાન ધ્યાનમાં હતા. ત્યારે ગણેશ એ પરશુરામજીને ભગવાન શિવને મળવા ન દીધા. એ વાતથી ગુસ્સે થઇને પરશુરામજી એ ફરસાથી શ્રીગણેશજી ઉપર હુમલો કરી દીધો. તે ફરસો સ્વયં ભગવાન શિવએ પરશુરામને આપ્યો હતો. શ્રીગણેશ તે ફરસાનો ઘા ખાલી જવા દેવા માંગતા ન હતા. એટલા માટે તેમણે ફરસાનો ઘા પોતાના દાંત ઉપર ઝીલી લીધો, તેના કારણે તેમનો એક દાંત તૂટી ગયો. ત્યારથી એકદંત પણ કહેવામાં આવે છે.
આ હતા પરશુરામના ભાઈઓના નામ : ઋષિ જમદગ્રી અને રેણુકાના ચાર પુત્ર હતા, જેમાંથી પરશુરામ સૌથી નાના હતા, ભગવાન પરશુરામને ત્રણ મોટા ભાઈ હતા, જેના નામ રુક્મવાન, સુષેણવસુ અને વિશ્વાવસુ હતા.
પરશુરામ જેવું શૌર્ય આપણી ભારતીય સેનામાં આવે આને પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવે એ માટે વધુમાં વધુ શેયર અને લાઇક કરજો, જય હિન્દ…