પપૈયા પર લાગ્યો છે આ રોગ તો જાણો તેને દૂર કરવાના ઉપાય.

પપૈયાની ખેતી કરતા એક ખેડૂત મિત્રએ ફેસબુક પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. તે ફોટામાં જોઈ શકાય છે કે પપૈયાના ફળ પર સફેદ કે સોનેરી રંગ જેવું કંઈક લાગ્યું છે. તે ફોટો પોસ્ટ કરવાની સાથે તેમણે પ્રશ્ન પૂછ્યો કે, “આ પપૈયામાં કોઈ રોગ હોય છે કે પછી ચોમાસામાં આવું થાય?” જો કોઈ રોગ હોય તો તેના માટેનો ઉપાય જણાવશો. તેમણે એ પણ પૂછ્યું કે શું આ પાકેલા પપૈયા ખાઈ શકાય?

તેમના આ પ્રશ્ન પર ઘણા જાણકાર લોકોએ તેના વિષે માહિતી આપી અને તેને દૂર કરવાના ઉપાય જણાવ્યા. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો આવો તે શું છે તે જાણીએ અને તેના ઉપાયો પણ જાણીએ.

તેને મીલીબગ કહેવાય છે. જે ફળ ઉપર સફેદ રંગની છારીના રૂપમાં જોવા મળે છે. પપૈયામાં આ ચીકટાનો વિ સ્ફોટજનક ઉપદ્રવ સૌ પહેલા તામિલનાડુ રાજયનાં કોઈમ્બતુરમાં ૨૦૦૮ માં જોવા મળેલ. ત્યારબાદ તેનો ફેલાવો કેરાલા, કર્ણાટક, ત્રિપુરા અને મહારાષ્ટ્રમાં થયેલ. આ જીવાતના બચ્ચાં અને પુખ્ત પાન, થડ અને ફળો ઉપર રહી રસ ચૂસે છે. વધુ પડતા ઉપ દ્રવથી પાન ખરી પડે છે તથા ફ્ળો ખાવા લાયક રહેતા નથી. આ જીવાતથી લગભગ ૬૦ થી ૮૦ ટકા જેટલું વાડીમાં નુકસાન થાય છે.

તેના ઉપાયની વાત કરીએ તો નીમ ઓઇલ (લીમડાનું તેલ) અને શેમ્પૂનો સ્પ્રે કરવાથી તે દૂર થાય છે.

પાણીના ફોર્સથી તે સાફ થાય તો એ રીતે સાફ કરો અથવા IFFCO વાળાનું નીમ આવે છે તે સારો આવે છે. તે અઠવાડિયામાં 2 વાર વાપરો. સારું રહેશે.

આવા ઇન્ફેકટેસ ભાગ (નુકશાન પામેલા પાન/ફળ વગેરે) તોડી તેનો નાશ કરવો (બાળી મુકવા અથવા જમીનમાં 2 ફૂટ ખાડો કરો દાટી દેવા).

ઓર્ગેનિક રીતે તેનો ઉપાય આ મુજબ છે. મીલીબગના નિયંત્રણ માટે તેની ઉપરનું સફેદ પડ તૂટવું જરૂરી છે. આ સફેદ પડને તોડવા માટે એક પંપમાં 20 ગ્રામ ચૂનો, 100 ગ્રામ લીંબુનો રસ, 30 ગ્રામ લીંબોળીનું તેલ અને 50 ગ્રામ સાબુનું પાણી; આ બધું બરાબર એકરસ કરી 15 લીટરના પંપમાં ઉમેરવામાં આવે છે. આ દ્રાવણનો છોડનાં પાન, થડ, ડાળી એમ બધી જગ્યા પર ધીમે ધીમે છંટકાવ કરવામાં આવે છે. આ દ્રાવણના છંટકાવથી મીલીબગનો નાશ થાય છે. ખેતરના શેઢે-પાળે મીલીબગનો ઉપદ્રવ જણાય તો ત્યાં પણ છંટકાવ કરવો.

નીમ તેલ અથવા કરંજ તેલ 30 ML + સ્હેજ માર્ગો સાબુ + 10 લીટર પાણી અથવા ઇફકોનુ નીમ બેસ્ડ પેસ્ટીસાઇડ 30 Ml + 10 લીટર પાણીથી થડ, પાન, અને ખુણા-ખાંચામાં ભરાયેલી જીવાત (મીલીબગ) ને ધોઇ ને કાઢો.

નીમ કોઇ પણ જીવાતનો અંત નથી કરતુ પણ જીવાતને દુર (રીપેલ) કરે છે. કોઇ પણ હર્બલની અસર 48 કલાકથી વધુ નથી. આ કારણ સર વારંવાર આ દવા છાંટવી જરૂરી છે. લગભગ 30-35 દીવસ ધ્યાન દઈ કરશો તો માંડ કાબુમાં આવશે. બીજા ધરગત્થુ કે યુટ્યુબ ઈલાજ કામ નહીં કરે.

સંકલિત વ્યવસ્થાપન : આ જીવાતનું નિયમિત સર્વેક્ષણ કરતાં રહેવું. નુકસાન પામેલ પાન, ફળોને વીણીને નાશ કરવો. પપૈયાની વાડીમાં સ્વચ્છતા રાખવી. વાડીમાં વારંવાર ખેડ કરી જમીન ઉનાળામાં તપવા દેવી. નિયમિત નિંદામણ કરવું અને ચીકટોને આશ્રય આપતા નિંદામણોનો નાશ કરવો.

પરભક્ષી ડાળીયા વાડીમાં આ જીવાતનું ભક્ષણ કરતા હોઈ રાસાયણિક દવાઓનો વિવેક પૂર્વક ઉપયોગ કરવો. દવા છાંટતી વખતે ભલામણ કરેલ યોગ્ય સ્ટીકરનો પણ ઉપયોગ કરવો. શક્ય હોય તો અને મળતા હોય તો આ જીવાતના પરજીવી એસેરોફેગસ પપૈયી અને એનેગાયરસ લોકી શક્ય હોય ત્યાં મિલીબગ ઉપદ્રવિત પપૈયા પર છોડવા.

આના અટકાવ માટે બુપ્રોફેઝીન ૨૫ એસસી ૨૦ મિલિ દવા ૧૦ લીટર પાણી પ્રમાણે છાંટો. દ્રાવણમાં સારુ સ્ટીકર પણ ઉમેરવું.

આ ઝાડની ઉપર અને આજુબાજુ કીડીઓ ન આવે તેનુ ખાસ ધ્યાન રાખશો.

કોમર્શીયલ વાવેતરમાં વૈજ્ઞાનિક ઓર્ગેનિક પધ્ધતિથી વધુ અસરકારક ઈલાજ થઈ શકે છે.

૫-૬ લીંબુના રસ સાથે લીકવીડ શોપ પાણી સાથે મિક્સ કરી છંટકાવ કરવાથી મીલીબગનો નાશ થઈ જાય છે.

સંપૂર્ણ રીતે પપૈયાના છોડને મૂળ સાથે ઉખેડી એક ઊંડા ખાડો કરી તેનો નાશ કરવો જોઈએ, જો આ રીતે દૂર કરશો તો બીજા છોડ સુધી આ પ્રકારની જીવાત પહોંચી શકશે નહીં.

નીમ ગાર્લિક ઓઇલનું મિશ્રણ સાબુ સાથે સ્પ્રે કરો અને પેસ્ટીસાઇડ વાપરો.

આવા પાકેલા પપૈયા ખાઈ શકાય કે નહિ? તેની વાત કરીએ તો આ ફળ ખાવા નહીં. કાચા પાકા બધા જ ફળ કાઢીને દુર ફેંકી દો. એક મહીના સુધી એક પણ ફળ આવવા ન દેવુ.

ભલામણ કરેલ દવાના છંટકાવ ઉપરાંત નુકસાન પામેલ પાન-ફળોને વીણીને નાશ કરવો. વાડીમાં સ્વચ્છતા રાખવી અને નિયમિત નિંદામણ કરવું.