શું તમને ખબર છે દરેક ટ્રેનની પાછળ લખેલા X નો અર્થ? દેશની 99% જનતા આજે પણ અજાણ છે એનાથી

આજકાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. અને આ ભાવ વધારાને કારણે જ બસ, ટેક્સી વગેરેમાં મુસાફરી કરવા માટેના ભાડામાં પણ ઘણો વધારો થઇ ગયો છે. તેથી સામાન્ય વર્ગના લોકોને મુસાફરી કરવું ઘણું જ મુશ્કેલ બની ગયું છે. અને તેમાંથી છુટકારો મેળવવા માટે એક જ રસ્તો છે અને તે છે રેલ્વેની મુસાફરી. એમાં ભાડું ઓછું હોય છે તેથી દરેક મધ્યમ વર્ગના લોકોને પણ પોસાય છે, અને સરળતાથી મુસાફરી પણ કરી શકે છે.

આમ તો આપણે બધા જ રેલ્વેમાં અવાર નવાર મુસાફરી કરીએ છીએ. પરંતુ આપણે રેલવેના ઘણા બધા નિયમો વિષે જાણવું ઘણું જરૂરી હોય છે. અને તેમાં પણ રેલ્વેના ઘણા એવા ચિન્હો પણ છે, જેના વિષે તો કદાચ થોડા લોકો જ જાણતા હશે. આજે અમે તમને એવા જ રેલ્વેના ડબ્બા ઉપરના ચિન્હ વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે નહિ જાણતા હો. તો આવો જણાવીએ એ નિશાનનો શું અર્થ છે અને તે શું સૂચવે છે?

આજે અમે એક મહત્વપૂર્ણ વિષય વિષે વાત કરીશું, જેના વિષે ઘણા વ્યક્તિ નથી જાણતા. આજે અમે ચર્ચા કરીશું કે ટ્રેનની પાછળ છાપેલા X નો અર્થ શું છે? તેના વિષે થોડી વાતો કરીને એની જાણકારી તમને આપવા માંગીએ છીએ.

સામાન્ય રીતે ઘણા લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે, છતાય તે ટ્રેનની પાછળ બનાવેલા X સ્ટેમ્પ વિષે વિચારવાનું પસંદ નથી કરતા. અમે તમને ભારતીય રેલ્વેની ટ્રેનોની પાછળના X સ્ટેમ્પનું મહત્વ જણાવીશું.

જયારે તમે રેલ્વે સ્ટેશન જાવ છો અને ટ્રેનની પાછળ જુઓ છો, તો તમે ત્યાં તમે જુઓ છો કે ટ્રેનોની પાછળ X બનેલો હોય છે. તે બિંદુ પર તેનો અર્થ છે કે ટ્રેનના બીજા ડબ્બા નથી. પૂરી તૈયારીમાં કોઈ બોગી ગેરહાજર નથી.

તૈયાર થવાની સાથે ટ્રેનમાં કોઈ કમી નથી. તે X એ દર્શાવે છે કે ટ્રેન સંપૂર્ણ રીતે તૈયાર (કમ્પ્લીટ) થઈ ગઈ છે. અને અંધારામાં તે X પર પ્રકાશ પડે ત્યારે તે ચમકવા પણ લાગે છે. જેથી તેને દુરથી પણ જોઈ શકાય છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)