મન ઉદાસ રહે તો રોજ સવારે કરવું જોઈએ મેડિટેશન અને ૐ શબ્દનો જાપ વારંવાર કરવો જોઈએ

બદલાતા જીવનધોરણ અને સતત કામ કરતા રહેવાને કારણે જ ઘણા લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. કામ કર્યા પછી પણ સકારાત્મક ફળ નથી મળતું, તો મન ઉદાસ થઇ જાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ, એવી નકારાત્મકતાથી બચવા માટે રોજ સવારે થોડા વિશેષ કામ કરતા રહેવાથી જ આ તકલીફો દુર થઇ શકે છે. જાણો ઉદાસી દુર કરવા માટે અને એકાગ્રતા વધારવા માટે ક્યા ક્યા કામ કરી શકાય છે?

રોજ સવારે વહેલા ઉઠો અને ધ્યાન કરો :

રોજ સવારે વહેલા ઉઠો અને ઉઠ્યા પછી થોડો સમય માટે મેડીટેશન કરવું જોઈએ. ધ્યાન કરતા સમયે ૐ નો વારંવાર જાપ કરો. આ મંત્રનું ઉચ્ચારણ લાંબા સ્વરમાં કરવું જોઈએ. રોજ આ કામ કરશો તો થોડા દિવસો પછી સકારાત્મક ફળ મળી શકે છે. અને તમારી એકાગ્રતા વધી શકે છે.

થોડો સમય ઘરની બહાર ફરો :

રોજ સવારે વહેલા ઉઠ્યા પછી થોડો સમય ઘરની બહાર કુદરતી વાતાવરણમાં ફરવું જોઈએ, તે આરોગ્ય માટે ફાયદાકારક છે. સાથે જ, તે કામને કારણે મનને શાંતિ મળે છે અને તણાવ દુર થાય છે.

સૂર્યને જળ ચડાવો :

રોજ સવારે સ્નાન કર્યા પછી સૂર્યને એક તાંબાના લોટથી જળ ચડાવો. આ સમયે ‘ૐ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ પણ કરવો જોઈએ. મંત્ર જાપથી મન શાંત થાય છે. આ કામથી આરોગ્યના લાભ સાથે જ આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. સૂર્યને આત્મવિશ્વાસના કારક માનવામાં આવે છે, તેને કારણે સૂર્ય પૂજાથી આ લાભ પણ મળે છે.

હનુમાનજીની મૂર્તિ સામે બેસો :

ઘરમાં હનુમાનજી કે શિવજીનો એવો ફોટો લગાવો, જેમાં તે ધ્યાન કરતા જોવા મળી રહ્યા હોય. આ ફોટાના દર્શન રોજ કરવા જોઈએ. જો તમે ધારો તો હનુમાનજીની મૂર્તિ સામે બેસીને હનુમાન ચાલીસાનો જાપ કરી શકો છો. એમ કરવાથી મનની એકાગ્રતા વધે છે અને મન શાંત થાય છે.

ગુસ્સો ન કરો :

તણાવમાં આપણે ગુસ્સો કરવા લાગીએ છીએ, તેના કારણે જ તકલીફો ઘણી વધી જાય છે. તેનાથી બચવા માટે ગુસ્સાને કાબુમાં કરવાનો પ્રયત્ન કરો. આ કામ મેડીટેશનની મદદથી થઇ શકે છે.

તો મિત્રો, જો તમને આ માહિતી સારી લાગી હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ, જેથી બીજા પણ આનો ફાયદો મેળવી શકે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.