લીલા નિશાન નો મતલબ શાકાહારી છે એમ તમે માનતા હોય તો આ એકવાર વાંચી લેજો

શું તમે જાણો છો કે નેસ્લે કંપની નું ઉત્પાદન મેગી જેમાં બતાવવામાં આવે છે કે સો ટકા શાકાહારી ઉત્પાદન છે આ કંપની દ્વારા કરવામાં આવેલ એક દગો છે. હકીકતમાં મેગીમાં કઈ કઈ વસ્તુ નાખવામાં આવી છે તેનું વિવરણ મેગીના પેકેટ ઉપર સ્પષ્ટ ન હોય તેવા અક્ષરોમાં આપવામાં આવે છે તેને ઈ કોડ કહે છે, જેને સામાન્ય લોકો સમજી નથી શકતા અને તે તેને શકાહારી ઉત્પાદન માનીને વાપરે છે.

જયારે તમે તેના પેકેટ ઉપર વાચવા વાળી સુચના જોશો તો તેમાં તેમણે “ફ્લેવર ઇન્હેનસર” નામની એક વસ્તુ દેખાશે. પરંતુ આ છે શું? તે વાત પેકેટમાં નથી લખી હોતી. પરંતુ તેનો એક કોડ નંબર ૬૩૫ આપેલો હોય છે. જયારે અમે ઈન્ટરનેટ ઉપર આ નંબર ની જાણકારી શોધી તો ખબર પડી કે આ એક રસાયણ છે જેનો ઉપયોગ ખાદ્ય ઉત્પાદકો ને સ્વાદને વધારવામાં કરવામાં આવે છે. એટલા માટે આ શાકાહારીઓ માટે બિલકુલ અનુપયોગી છે.

આ સિવાય આ રસાયણ ના ધણા શારીરિક ખરાબ પરિણામ પણ છે. આ રસાયણ ગાંઠ અને અસ્થમા ના રોગીઓ માટે બિલકુલ અનુપયોગી છે. સાથે જ આ માનવ મગજ ઉપર પણ ખરાબ અસર કરે છે. આમ તો આ અસર ધીરે ધીરે થાય છે. પરંતુ થાય તો છે. એટલે કે એક રીતે આ ધીમું ઝેર છે. આ વિદેશી કંપનીઓ આપણને છેતરીને આપણું સ્વાસ્થ્ય અને ધર્મ ભ્રષ્ટ કરવા ઉપર આવી ગઈ છે. એટલે તમને બધાને વિનતી છે કે આપણા ધર્મ સંસ્કૃતિ તથા સ્વાસ્થ્ય ની રક્ષા કરવા માટે આ રીતના કચરા ઉત્પાદનો નો બિલકુલ બહિષ્કાર કરો.

જો ઝડપથી નાસ્તો બનાવવો છે તો મેગીના ધણા વિકલ્પ રહેલા છે, જેમ કે તમે પૌવા, સોજીનો હલવો, દલીયા વગેરે બનાવી શકો છો. તેને બનાવામાં વધુ સમય પણ નથી લાગતો અને તે પોષ્ટિક પણ હોય છે.

સવાલ : મેગી માંસાહાર ઉત્પાદન છે તો તેની ઉપર લીલું નિશાન કેમ હોય છે? લાલ કેમ નહી?

જવાબ : તે વાત એકદમ સાચી છે કે ખાવા પીવાના ઉત્પાદનો ઉપર લીલા નિશાન શાકાહારી હોવાની નિશાની છે અને લાલ નિશાન માંસાહાર હોવાનું. પરંતુ જયારે ૧૯૯૩ માં તે કાયદો આવ્યો તે તેમાં શાકાહાર અને માંસાહાર ની પરિભાષા પણ નક્કી કરવામાં આવી. તે મુજબ પશુ પક્ષીઓ ના વાળ,નખ,પાંખ,લાળ ચરબી,ઈંડા ના ઉપયોગથી બનેલા પદાર્થો અને એડીએકટીવ ને પણ શાકાહારની કક્ષામાં મુકવામાં આવેલ છે એટલા માટે ખરેખર તમારા અનુસાર ઉપરની વસ્તુ માંસાહાર હોઈ શકે છે પરંતુ લીલા અને લાલ નિશાન ના કાયદાના આધારે તે શાકાહારી જ છે. એટલા માટે આ કંપનીઓ તમને લીલા અને લાલ રંગ ના ચક્કરમાં છેતરે છે.

સડેલા મેંદા માંથી ન્યુડલ્સ બને છે જે કેટલાય દિવસો સુધી તમારી અંદર પડ્યા રહે છે અને આતરડા માં ચોટીને સડી જાય છે જેનાથી કબજિયાત થાય છે અને તેનાથી ધણી બીમારીઓ ફેલાય છે, તમને ખબર પણ છે કે સેકડો બીમારીઓ પેટ સાફ ન હોવા (કબજિયાત) ને કારણે શરુ થાય છે અને રાજીવભાઈ કહે છે કે જો ખાવા માં કચરા માં કચરો વસ્તુ કોઈ હોય તો તે છે ન્યુડલ્સ જે શરીરને ખુબ જ નુકશાન પહોચાડે છે

એટલા માટે જો તમારે તમારા બાળકો અને તેની ચિંતા હોય તો ન્યુડલ્સ છોડી દો અને તેની જગ્યાએ સેકડો ભારતીય વસ્તુઓ છે જેમ કે ઢોસા,ઢોકળા,ફાફડા,ઈડલી,પૌવા,લીટી ચોખા,સત્તુ,દાળિયા,ખીચડી જેવી ધણી રીતે તૈયાર કરી શકાય છે તમે તે ખાઓ.

આ લેખ રાજીવ દીક્ષિતજીના વિડિયો પરથી બનાવેલ છે.

વિડીયો