પિતાની બીકથી મીના કુમારીએ 2 કલાકમાં કર્યા હતા લગ્ન, ટક્યો નહિ સંબંધ

મીના કુમારીએ પિતાના ડરથી 2 કલાકમાં કર્યા લગ્ન, પરંતુ સંબંધ વધારે ટક્યો નહિ

મીના કુમારીને બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ટ્રેજડી કવીન માનવામાં આવે છે. આ એક્ટ્રેસે પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચડાવનો સામનો કરવો પડ્યો હતો. તેમનો જન્મ 1 ઓગસ્ટ 1933 ના રોજ થયો હતો. ઘણી નાની ઉંમરમાં જ તેમણે ફિલ્મોમાં કામ શરુ કરી દીધું હતું. ફિલ્મોમાં તેમણે જે પાત્ર ભજવ્યા તેને પોતાની ગંભીરતાથી સદા માટે અમર કરી દીધા. પણ અંગત જીવનમાં તેમને નિરાશ જ મળી. પણ તેની શરૂઆત આટલી નિરાશાજનક ના હતી.

એક્ટ્રેસ મીના કુમારીએ 7 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ફિલ્મ મેકર કમાલ અમરોહી તેમની એક્ટિંગથી પ્રભાવિત હતા. તે તેમને પોતાની ફિલ્મોમાં લેવા માંગતા હતા. પણ જયારે મીનાને તેમના સ્વભાવ વિષે ખબર પડી, તો તેમણે ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી. પણ પિતાના દબાણને કારણે મીના કુમારીએ તે ફિલ્મમાં કામ કરવું પડ્યું.

તે ફિલ્મ તો બની શકી નહિ પણ તે દરમિયાન કમાલ અમરોહી મીના કુમારીની વધારે નજીક આવી ગયા. મીના કુમારીએ પણ તેમના પ્રેમનો સ્વીકાર કરી લીધો, પણ તે કમાલ સાથે લગ્ન કરી શકતી ન હતી. કારણ કે કમાલ પહેલાથી પરિણીત હતા.

પછી જયારે બંનેને એક-બીજા સાથે પ્રેમ થઈ ગયો તો તેમનાથી લગ્ન વગર રહેવાયું નહિ. મીનાના પિતા આ લગ્નની વિરુદ્ધ હતા. પણ કમાલના મિત્રએ મીનાને એવું કહીને રાજી કરી કે, તે નિકાહ કરી લે અને યોગ્ય સમય જોઈને મમ્મી-પપ્પાને મનાવી લે. 14 ફેબ્રુઆરી, 1952 ના રોજ બંનેના નિકાહ થઈ ગયા.

કમાલ અને મીનાના નિકાહની સ્ટોરી પણ ઓછી રસપ્રદ નથી. માત્ર બે કલાકમાં બંનેના નિકાહ થઈ ગયા હતા. હકીકતમાં જે ક્લિનિકમાં મીનાની ફિઝિયોથેરેપી ચાલી રહી હતી, ત્યાં પિતા અલી બક્ષ રોજ મીનાને રાત્રે આઠ વાગ્યે તેમની બહેન મધુ સાથે મૂકી જતા હતા, અને દસ વાગ્યે લેવા માટે પહોંચી જતા હતા.

આ બે કલાકની વચ્ચે મીનાએ કમાલ અમરોહી સાથે નિકાહ કરી લીધા. પણ બંનેનો આ સંબંધ વધારે સમય સુધી નહિ ચાલી શક્યો. પોતાની અનસેક્સ્યુઅલ મેરેજ લાઈફને કારણે મીના કુમારી ઘણું ડ્રિંક કરવા લાગી ગઈ હતી. આ કારણે તેમનું સ્વાસ્થ્ય બગડતું ગયું.

મેરે અપને – પાકીઝા જેવી ફિલ્મોમાં કર્યું કામ :

પરિણીતા, દો બીઘા જમીન, સાહેબ બીબી ઔર ગુલામ, ચિત્રલેખા, ફૂલ ઔર પથ્થર, મેરે અપને અને પાકીઝા જેવી ફિલ્મોમાં કામ કરવાવાળી મીના કુમારીનું 31 માર્ચ 1972 માં 38 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું હતું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.