મળો આ 12 બોલીવુડ સ્ટાર્સના સ્ટંટ ડબલને, આ સાચા હીરોથી જ થાય છે એક પરફેક્ટ એક્શન ફિલ્મ

ફિલ્મોમાં સ્ટંટ દરમિયાન દેખાય છે આ સાચા હીરો, જુઓ આ 12 બોલીવુડ સ્ટાર્સના સ્ટંટ ડબલ

બોલિવૂડની ફિલ્મોમાં હંમેશા ઘણા દ્રશ્ય હ્રદય કંપાવી દે તેવા એક્શન સીન્સ પણ હોય છે. આ જોખમી સ્ટન્ટ્સ કરવા વાળા મોટાભાગના મુખ્ય એક્ટર્સ પાસે બોડી ડબલ હોય છે. આ વ્યક્તિ તે હીરો જેવા કપડાં પહેરે અને મેકઅપ કરીને ફિલ્મના તમામ સ્ટંટ કરે છે.આવી સ્થિતિમાં, આજે અમે તમને બોલીવુડ સ્ટાર્સના કેટલાક પ્રખ્યાત સ્ટંટમેન સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ.

સલમાન ખાન (એક થા ટાઇગર)

સલમાન ખાનને લોકો એક્શન સીન કરતા જોવાંનું વધુ પસંદ કરે છે. તેની મોટાભાગની ફિલ્મોમાં જોરદાર એક્શન શોટ્સ હોય છે.

સલમાનની ‘એક થા ટાઇગર’માં પણ ઘણી એક્શન હતી. આ ફિલ્મમાં, મોટાભાગના સ્ટન્ટ્સ જાવેદ અલ બર્ની નામના વ્યક્તિએ સલમાનનો આઉટફીટ પહેરીને કર્યા હતા.

કેટરિના કૈફ (ધૂમ 3)

ધૂમ 3 ફિલ્મમાં હીરોની સાથે હિરોઇન એટલે કે કેટરિના કૈફના પણ ઘણા સ્ટંટ હતાં. આવી સ્થિતિમાં, આ બધા સ્ટન્ટ્સ કરવાની જવાબદારી તેના સ્ટંટ ડબલ એક છોકરી ઉપર હતા. જો કે ‘કમાલી’ ગીતમાં જે સ્ટન્ટ્સ ખુદ કેટરિનાએ જ કર્યા હતા.

રિતિક રોશન (મોહનજો દડો)

રિતિકનું જોરદાર શરીરને જોઈને એવું લાગે છે કે તે પોતાના બધા જ સ્ટંટ જાતે જ કરી લેતા હશે. જોકે, ફિલ્મ મોહનજો દડો ફિલ્મમાં એવું બન્યું ન હતું. આ ફિલ્મની જેટલી પણ એક્શન હતી, તેને સ્ટંટ નિષ્ણાતોની એક ટીમે પરફોર્મ કર્યા હતા.

અભિષેક બચ્ચન (રાવણ)

રાવણ ફિલ્મમાં અભિષેક બચ્ચનના તમામ ખતરનાક સ્ટંટ એમ.એસ. બલારામે કર્યા હતા. બલરામ અને અભિષેકની હાઈટ ઘણી સમાન હોવાને કારણે કોઈને તેનો અણસાર પણ આવતો ન હતો.

આમિર ખાન (ધૂમ 3)

ધૂમ 3 માં ઘણા બધા બાઇક વાળા સ્ટંટ હતા. જે આમિર ખાન દ્વારા નહીં પરંતુ ખાસ બાઇક સવારો દ્વારા કરવામાં આવ્યા હતા.

અક્ષય કુમાર (ચાંદની ચોક ટુ ચાઈના)

આમ તો બોલિવૂડના સૌથી ફીટ અભિનેતા અક્ષય કુમાર ઘણીવાર પોતાનાં સ્ટન્ટ્સ જાતે જ કરવાનું પસંદ કરે છે પરંતુ કેટલાક ખાસ પ્રસંગોએ તેમને પણ પોતાના સ્ટંટમેનનો ઉપયોગ કરવો પડે છે.

પ્રિયંકા ચોપડા (મેરી કોમ)

જોકે પ્રિયંકાએ ફિલ્મ મેરી કોમમાં મહિલા બોક્સર બનવા માટે ઘણી મહેનત કરી હતી, પરંતુ કેટલાક ખાસ ફાઇટીંગ દ્રશ્યોમાં નિષ્ણાંત મહિલા બોક્સરોને રાખવામાં આવ્યા હતા.

શાહરૂખ ખાન (ફેન અને ડોન)

શાહરૂખ ખાને ફિલ્મ ફેનમાં ડબલ રોલ કર્યો હતો. તેના કેટલાક જોખમી સ્ટન્ટ્સ હતા. જેને શાહરૂખ ખાનના બોડી ડબલે કર્યા હતા.

એ જ રીતે, શાહરૂખની ડોન ફિલ્મના પરાકાષ્ઠામાં છત ઉપર જે ખતરનાક એક્શન દ્રશ્યો હતા. તેમાં પણ સ્ટંટમેનનો ઉપયોગ થયો હતો.

રાની મુખર્જી (મર્દાની)

મર્દાની ફિલ્મમાં રાણીના ઘણા એક્શન સીન્સ હતા, જેને તેની સ્ત્રી બોડી ડબલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

ડિમ્પલ કપાડિયા

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેશ્મા નામની એક મહિલા છે જે છેલ્લા 30 વર્ષથી સ્ટંટ કરી રહી છે. ઘણી અભિનેત્રીઓનો બોડી ડબલ બનેલી રેશ્મા અભિનેત્રી ડિમ્પલ કપાડિયાની સ્ટંટ ડબલ પણ બની હતી.

હેમા માલિની

રેશ્મા તે છોકરી છે, જેણે શોલે ફિલ્મમાં હેમા માલિનીના કેટલાક સ્ટન્ટ્સ કર્યા હતા. ખાસ કરીને ત્યારે છે જ્યારે હેમા ધન્નો સાથે ઘોડા ગાડી દોડાવે છે.

રણવીર સિંહ (બાજીરાવ મસ્તાની)

રણવીરની બાજીરાવ મસ્તાની ફિલ્મમાં તલવાર સાથે લડાઇના ઘણા દ્રશ્યો હતા. જે વ્યાવસાયિક તલવારબાજો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.