મેળવવા માંગો છો સરસ્વતી માતાની કૃપા? તો વસંત પંચમીના દિવસે આ 5 કામ કરવાનું ન ભૂલો.

માતા સરસ્વતીની કૃપાથી જ વ્યક્તિને વિદ્યા, બુદ્ધિ, વાણી અને જ્ઞાન મળે છે. એવામાં વસંત પંચમીના દિવસે જો વ્યક્તિ માતા સરસ્વતીને પ્રસન્ન કરી લે, તો તેને વિદ્યા, બુદ્ધિ, વાણી અને જ્ઞાન જરૂર મળે છે. જી હા, વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માંગો છો? અને પોતાનું જ્ઞાન, બુદ્ધિ વગેરે વધારવા માંગો છો? તો તેના માટે અમારી આ ખબરને છેલ્લે સુધી વાંચવાનું ન ભૂલો. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરીને તમે આ બધી વસ્તુ મેળવી શકો છો. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

વસંત પંચમીના દિવસ વિદ્યાર્થીઓ માટે ખુબ ખાસ હોય છે. આ દિવસે દરેક વિદ્યાર્થી પોતાના જ્ઞાન, બુદ્ધિ અને વાણીને વધારવા માટે માતા સરસ્વતીની પૂજા કરે છે. માતા સરસ્વતી વિદ્યાર્થીઓની પૂજા અર્ચનાથી ખુબ જલ્દી ખુશ થઇ જાય છે અને તેમને તે વરદાન આપે છે. કહેવાય છે કે જેની સાથે માતા સરસ્વતીના આશીર્વાદ હોય છે, તેમની પાસે માતા લક્ષ્મી પણ વિરાજમાન હોય છે. જણાવી દઈએ કે વસંત પંચમી 10 ફેબ્રુઆરીએ છે. એવામાં વસંત પંચમીના દિવસે વિદ્યા, બુદ્ધિ, વાણી અને જ્ઞાન વધારવા માટે તમારે અમારા દ્વારા જણાવેલા ઉપાયોને જરૂર અજમાવવા જોઈએ.

મોરના પંખ રાખો :-

આમ તો વિદ્યાર્થી પોતાના પુસ્તકમાં મોરના પંખ રાખે જ છે, પણ જો મોરના પંખ વસંત પંચમીના દિવસે રાખવામાં આવે તો તેનો ખુબ જ લાભ મળશે. એવામાં વિદ્યાર્થીઓએ વસંત પંચમીના દિવસે એક મોરનો પંખ પોતાની પુસ્તકમાં રાખવો જોઈએ, તેનાથી તેમના જ્ઞાનમાં વધારો થશે અને વિદ્યા પણ મળશે.

હથેળીઓને જુઓ :-

જો તમે પોતાના ઉપર માતા સરસ્વતીની કૃપા મેળવવા માંગો છો, તો તેના માટે તમારે વસંત પંચમીના દિવસે સવારે ઉઠીને પોતાની હથેળીઓને જોવી જોઈએ. અને પછી નાહીને માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવી જોઈએ. એવું કરવાથી માતા સરસ્વતી ખુબ ખુશ થાય છે અને તમને આશીર્વાદ પણ આપશે, જેનાથી તમારી બૌદ્ધિક ક્ષમતા વધશે.

બાળકોને શંખ પુષ્પી આપો :-

જો તમારું બાળક વાચવા લખવામાં નબળું છે, તો તેને વસંત પંચમીના દિવસે જ બ્રાહ્મી, મેઘાવટી, શંખપુષ્પી દેવાના શરુ કરો. એવું કરવાથી તેનામાં એક અલગ બદલાવ જોવા મળશે અને માતા સરસ્વતીની કૃપાથી તમારા બાળકનું મન અભ્યાસમાં લાગવા લાગશે અને તમારી ચિંતા પણ દુર થઇ જશે.

મધ અને મોમ :

જો કોઈ વ્યક્તિને બોલવામાં અડચણ થાય છે, તો તેણે વસંત પંચમીના દિવસે એક વાસુળીમાં થોડું મધ ભરીને અને મોમ લગાવીને જમીનની અંદર દાટી દેવું જોઈએ. એવું કરવાથી તેની વાણી સરખી થઇ જશે અને માતા સરસ્વતીની કૃપાથી તેની આ સમસ્યા હંમેશા માટે દુર થઇ જશે.

સરસ્વતી મંત્રનો જાપ કરો ;-

જો તમને હકલાવવાની તકલીફ છે, તો વસંત પંચમીના દિવસે તમારે સરસ્વતીના બીજ મંત્ર ‘એ’ નો જાપ કરવો જોઈએ. તેના માટે તમારે પોતાની જીભ તાલુમાં લગાવીને જાપ કરવાનો છે. એવું કરવાથી તમારી આ તકલીફ દુર થઇ જશે.

વસંત પંચમી થોડા દિવસમાં આવી રહી છે તો ખાસ શેયર અને લાઇક કરો.