બુધ ગ્રહએ બદલી પોતાની ચાલ, કઈ રાશિઓને થશે સમસ્યા, કોને મળશે ખુશી, જાણો

બુધના રાશિ પરિવર્તનને કારણે આ રાશિઓ પર પડશે શુભ પ્રભાવ અને આમના ઉપર પડશે અશુભ પ્રભાવ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોની ગતિ સતત બદલાતી રહે છે, જે મુજબ મનુષ્યનું જીવન પણ પ્રભાવિત થાય છે, જો કોઈ ગ્રહ કોઈ રાશિમાં શુભ સ્થિતિમાં હોય તો તેના વધુ સારા પરિણામ મળે છે, પરંતુ તેની સ્થિતિ ઠીક ન હોવાને કારણે અનેક મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. બુધ ગ્રહ આજે એટલે કે 7 એપ્રિલના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે, અને તે 25 એપ્રિલ 2020 સુધી આ રાશીમાં રહેશે, બુધનું પરિવર્તન તમામ 12 રાશિઓ ઉપર શું અસર કરવાનું છે, તમે તેની માહિતી તમારી રાશિ અનુસાર જાણો.

ચાલો જાણીએ બુધનું રાશિ પરિવર્તન કઈ રાશીઓ ઉપર કરશે શુભ અસર

વૃષભ રાશિના લોકોને બુધના રાશી પરિવર્તનને કારણે કંઇક નવું શીખવા મળી શકે છે, ધર્મ પ્રત્યેની તમારી આસ્થા વધશે, ધન સાથે સંબંધિત સમસ્યાઓ હલ થઈ શકે છે, તમે આર્થિક રીતે મજબુત બની શકશો, પારિવારિક સુખ જળવાઈ રહેશે, સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે, વિદ્યાર્થી વર્ગના લોકોનું મન અભ્યાસમાં લાગશે, તમે તમારા કામ વિશે ખૂબ જાગૃત રહેશો, તમે તમારા બધા કામ સમયસર પૂર્ણ કરશો.

મિથુન રાશિના લોકોને બુધના રાશી પરિવર્તનને કારણે મહેનતનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત થવાનો છે, પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે, ઘણા સમયથી ચાલી રહેલી માનસિક ચિંતા દૂર થઈ શકે છે, કામકાજમાં તમને સારા પરિણામ મળશે, મોટા અધિકારીઓ પૂરો સહયોગ મળશે, કોઈ રોકાણનો તમને લાભ મળી શકે છે, ઘર પરિવારની સુખ-સુવિધામાં વધારો થશે.

સિંહ રાશિના લોકોને બુધના રાશી પરિવર્તનને કારણે ભાગ્યનો સંપૂર્ણ સાથ પ્રાપ્ત થવા જઇ રહ્યો છે, તમે તમારા મધુર અવાજથી લોકોને ઘણા પ્રભાવિત કરશો, ટેકનીકલી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન પ્રાપ્ત થશે. તમને લાભના તમામ અવસરો પ્રાપ્ત થઇ શકે છે. વ્યવસાય વિસ્તૃત થઈ શકે છે, આ રાશી વાળા લોકોને કોઈ નફાકારક કરાર થવાની સંભાવના ઉભી થઇ રહી છે. માતાપિતા આશીર્વાદ પ્રાપ્ત થશે, કાર્યસ્થળના લોકો તમારા મંતવ્યોથી સંમત થશે.

કન્યા રાશિના લોકોને બુધના રાશી પરિવર્તનને કારણે શુભ પરિણામ પ્રાપ્ત થવાના યોગ ઉભા થઇ રહ્યા છે. જીવનસાથીના આરોગ્યની ચિંતા દૂર થઈ શકે છે, તમે તમારા જીવનસાથી પ્રત્યે સંપૂર્ણ સમર્પિત રહેશો. જો તમે કોઈ કાર્ય ભાગીદારીમાં શરૂ કરી શકો છો, તો તેનો તમને સારો લાભ મળશે, તમારી કોઈ અધુરી ઇચ્છા પૂર્ણ થઈ શકે છે, કુટુંબમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે, તમારી સમસ્યાનો ઉકેલ નીકળી શકે છે. જેનાથી તમે ખુશ રહેશો.

વૃશ્ચિક રાશિના લોકોને બુધના રાશી પરિવર્તનને કારણે શુભ પ્રભાવ આપનાર છે, તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે, તમે તમારી મધુર વાણીથી લોકોને ખૂબ પ્રભાવિત કરશે, તમને તમારા દ્વારા કરવામાં આવેલા દરેક કાર્યમાં સફળતા મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે, માતા – પિતાનું સ્વાસ્થ્ય સુધરશે, પૂજા પાઠમાં તમારું મન વધુ લાગશે, નવા લોકો સાથે પરિચય થઈ શકે છે, કાર્યસ્થળમાં સાથે કામ કરવા વાળા લોકો તમારી તમામ મદદ કરશે. ભાઇ બહેનો સાથેના તમારા સંબંધ પહેલા કરતાં વધુ સારા થઇ શકે છે, સર્જનાત્મક કાર્યોમાં રસ રહેશે.

કુંભ રાશિના લોકોને બુધના રાશી પરિવર્તનને કારણે ધન લાભ થવાની સંભાવના ઉભી થઇ રહી છે, તમે તમારા જૂના દેવાની ભરપાઇ કરી શકો છો, તમે ધનની બચત કરી શકશો, તમે તમારા વિરોધીઓ ઉપર પ્રભુત્વ મેળવશો, તમે સુખ સમૃદ્ધી વધારવામાં સફળ થઇ શકો હશો. ખાવા પીવામાં તમારી રુચિ વધશે, પ્રેમ સંબંધી બાબતોમાં તમને ખૂબ સારા પરિણામ મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે, લવ પાર્ટનર સાથે તમે ક્યાંક પ્રવાસ ઉપર જવાની યોજના બનાવી શકો છો.

મીન રાશિના લોકો માટે સમય ફાયદાકારક રહેશે, બુધના રાશી પરિવર્તનને કારણે તમને જુના રોકાણનો લાભ મળી શકે છે, તમે તમારા પરિવાર ઉપર સંપૂર્ણ ધ્યાન આપશો, તમારા અંગત જીવનમાં સુધારો આવવાના યોગ ઉભા થઇ રહ્યા છે, તમને તમારી કારકિર્દીમાં આગળ વધવાની તક મળી શકે છે. અચાનક તમને કોઈ સારા સમાચાર મળી શકે, જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો આવી શકે છે.

આવો જાણીએ અન્ય રાશિઓ ઉપર કેવી રહશે અસર

મેષ રાશિના લોકોને બુધના રાશી પરિવર્તનને કારણે તેમના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે, તમારા મગજમાં એક પ્રકારની ચિંતા રહેશે, જેના ઉપર તમે ખૂબ વિચલિત રહેશો, તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે, તેથી તમારે સાવધ રહેવું પડશે, પારિવારિક વાતાવરણ સારું રહેશે, તમારે તમારા ક્રોધ ઉપર કાબૂ રાખવો પડશે, ઘરેલું બાબતો ઉપર તમારે ધ્યાન આપવું જોઈએ.

કર્ક રાશિના લોકોને બુધના રાશી પરિવર્તનને કારણે આરોગ્ય બાબતમાં અસ્વસ્થ થઈ શકે છે, સંબંધીઓનો સહયોગ મળશે, આ રાશિવાળા લોકોએ ઉતાવળમાં કોઇ નિર્ણય લેવાથી દુર રહેવું જોઈએ. ઘરના ખર્ચમાં વધારો થઈ શકે છે. વાહનના ઉપયોગમાં તમે જરાપણ બેદરકારી રાખશો નહિ, હવામાનમાં પરિવર્તન આવવાને કારણે સ્વાસ્થ્યમાં ઉતર ચડાવ જળવાઈ રહેશે, તમારા મનમાં ઘણા વિચારો ઉભા થઈ શકે છે. જે તમને માનસિક દુઃખ આપશે, તમે નકારાત્મક વિચારો ટાળો.

તુલા રાશિના લોકોને બુધના રાશી પરિવર્તનને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાનો ભોગ બની શકે છે, આ રાશિવાળા લોકોને આ સમય દરમિયાન કોઈ નવું કાર્ય શરૂ કરવાથી દૂર રહેવું પડશે, નહીં તો તમને નુકસાન થઈ શકે છે, વાહનની જાળવણીમાં વધુ પૈસા ખર્ચ કરવાની સંભાવના ઉભી થઇ રહી છે, ઘરની જરૂરિયાત વધી શકે છે, જેની ઉપર વધુ પૈસા ખર્ચ થશે, ભાઈ-બહેન સાથે મતભેદ થવાની સંભાવના ઉભી થઇ રહી છે.

ધનુ રાશિના લોકોને બુધના રાશી પરિવર્તનને કારણે માનસિક અસ્વસ્થતા અને ગેરસમજણો ઉત્પન્ન થવાની સંભાવના ઉભી થઇ રહી છે, કાર્યસ્થળમાં પરિસ્થિતિઓ ઉતાર ચડાવ ભરેલી રહેશે, જીવનસાથી સાથેના સંબંધો નબળા પડી શકે છે, આ રાશિવાળા લોકોએ જીવનસાથીની લાગણી સમજવાની જરૂર છે, તમે તમારા આવશ્યક કામ ઉપર ધ્યાન આપો અન્યથા તમારા કાર્ય અધૂરા રહી શકે છે, વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમારે વધુ મહેનત કરવાની જરૂર છે.

મકર રાશિના લોકોને બુધના રાશી પરિવર્તનને કારણે ભાઈ-બહેન સાથે સંબંધ બગડવાની સંભાવના ઉભી થઇ રહી છે, કોઈ ખાસ મિત્ર સાથે મતભેદ થઈ શકે છે, જેને લઈને તમે વધુ ચિંતિત રહેશો, તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો, કોઈ જૂની શારીરિક સમસ્યાઓના કારણે તમે ખૂબ ચિંતિત રહેશો, પૈસાના લેવડ દેવડ કરવાથી બચવું પડશે, પરિવારના સભ્યોનો સહયોગ મળી શકે છે, વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મિશ્ર લાભ મળી શકે છે. તમારે તમારા ભાગીદારો ઉપર નજર રાખવાની જરૂર છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.