મેષ વાર્ષિક રાશિફળ 2020 : શનિના વક્રી થતા જ નોકરીમાં બદલાવની સંભાવના, આર્થિક સ્થિતિ રહેશે મજબૂત.

મેષ રાશી : તમારા માટે નવું વર્ષ ઘણું ઉત્તમ જોવા મળી રહ્યું છે. આ વર્ષ રાહુ તમારી રાશીના પરાક્રમ ભાવમાં રહેશે જે તમારા માટે શુભ સંકેત આપી રહ્યા છે. વિદેશ જવાના યોગ ઉભા થઇ રહ્યા છે. રીયલ સ્ટેટના કામમાં સારો એવો નફો થઇ શકે છે. લાભ સ્થાનમાં ચંદ્રમાંની હાજરી તમારી નાણાકીય સ્થિતિ મજબુત જોવા મળી રહી છે.

મેષ રાશી વાળા માટે શુભ સંકેત છે. વાર્ષિક કુંડળી મુજબ ભાગ્ય સ્થાનમાં સૂર્ય, બુધ, ગુરુ, શની અને કેતુના સ્થાન ઉપર બેસશે. જેના કારણે ભાગ્યમાં વધારો થશે. ધન અને આરોગ્યની દ્રષ્ટિએ પણ વર્ષ ૨૦૨૦ સારું રહેશે. વર્ષની શરુઆતમાં આરોગ્યને લઈને સાવચેત રહેવું પડશે. નવા વર્ષમાં લગભગ નવ મહિના સુધી રાહુ તમારી કુંડળીના પરાક્રમ ભાવમાં રહેશે, જેના કારણે તમારી અંદર પરાક્રમ ભરેલું રહેશે. પ્રવાસ યોગ ઉભા થશે.

લાંબા સમયથી ચાલી આવતી વિદેશ યાત્રાની બાધા દુર થશે. આમ તો લોકો પોતાનો બિજનેસ કરવા ઈચ્છે છે, એસ્ટેટમાં પૈસા લગાવવા માટે છે, રેસ્ટોરેન્ટના કામ સાથે જોડાયેલા છે તેમના માટે આ વર્ષ ઘણું અનુકુળ રહેવાનું છે.

આ વર્ષની કુંડળીમાં લાભ સ્થાનમાં ચંદ્રમાંની યુતિ છે. જેના કારણે જ આર્થિક સ્થિતિ મજબુત થશે. તે ઉપરાંત વાહન સુખના પણ યોગ છે. વર્ષની શરુઆતમાં શનીના રાશી પરિવર્તનથી કાર્યક્ષેત્રમાં પ્રગતીના યોગ ઉભા થશે, જે કામ પહેલાથી અટકેલા પડ્યા હતા તે પુરા થઇ શકશે. સાથે જ પિતા સાથે મતભેદ થઇ શકે છે. થોડા સમય પછી કામકાજમાં અડચણ ઉભો થઇ શકે છે.

કાર્યસ્થળ ઉપર અધિકારીઓ સાથે તાલમેલ જાળવીને ચાલવું પડશે. નહિ તો મુશ્કેલી ઉભી થઇ શકે છે. ૩૦ માર્ચના રોજ બૃહસ્પતી તમારી કુંડળીના ભાગ્ય સ્સ્થાન માંથી કર્મ સ્થાન ઉપર જશે. તે સ્થિતિમાં તે નીચ રાહીમાં હશે. જ્યોતિષ મુજબ ગ્રહ નીચ રાશિમાં હોવું અશુભ છે. પરંતુ તમારી કુંડળીમાં પહેલાથી કર્મ ભાવમાં શનીથી નાના મોટા કાર્ય પણ લાભ અપાવવા વાળા રહેશે.

૧૧ મેં, ૨૦૨૦ના રોજ શની વક્રી હોવાથી કાર્યક્ષેત્રમાં ફેરફાર થવાની શક્યતા છે. તે ઉપરાંત શનીની અસરથી પિતાનું આરોગ્ય પ્રભાવિત થશે. શની વક્રી પછી ૧૪મે ના રોજ ગુરુ પણ વક્રી થશે. જેની અસરથી તમે તમારા અધૂરા કાર્ય પુરા કરી શકશો. સાથે જ રીલેશનશીપને લઈને ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન મળશે. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ ગુરુ માર્ગી થઇ જશે, જેના પરિણામ સ્વરૂપે તમારા મનમાં કાર્યને લઈને નવા નવા વિચાર આવશે.

પછી ૨૩ સપ્ટેમ્બરના રોજ કુંડળીને બીજા ભાવમાં રાહુનો પ્રવેશ થશે. જેના કારણે તમે કોઈ કુટુંબીક વિવાદમાં ફસાઈ શકો છો. કુટુંબના સભ્યો સાથે મતભેદ થશે. તેમ છતાં પણ તમારા વેપારમાં લાભ મળવાના સંકેત છે. સાથે ધનમાં વૃદ્ધીના પણ સંકેત છે. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ શની માર્ગી થઇ જશે. જેના પરિણામ સ્વરૂપે અડચણો માંથી મુક્તિ મળશે. સાથે જ અટકેલા કાર્ય પણ પુરા થશે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.