ભારતના 258 પુલ અને 10 ટનલમાંથી પસાર થાય છે આ ટ્રેન, વધુ જાણકારી માટે વાંચી લો આ

ભારતની આ ટ્રેનમાં મુસાફરી નથી કરી તો કાંઈ નથી કર્યું, એકવાર તેમાં કરેલી યાત્રા આજીવન યાદ રહી જશે.

શીયાળાની ઋતુ હવે ધીમે ધીમે પૂરી થવા જઈ રહી છે. તેથી બદલાતી ઋતુમાં જો તમે પણ ફરવાનું આયોજન કરી રહ્યા છો, તો તમે ભારતીય રેલ્વેનો પ્રવાસ કરી શકો છો. ભારતીય રેલ્વે તમને ખુબ જ સુદંર પહાડો અને કુદરતી સોંદર્ય વચ્ચે ફેરવશે. આ રેલ્વેની પોતાની ઘણી ખાસીયત છે. તો આવો જાણીએ આ સુંદર રેલ્વે વિષે.

ભારતીય રેલ્વેની સિદ્ધીઓ :

પહેલા ડુંગરાળ વિસ્તારમાં રેલ્વેની આવન જાવન ઓછી રહેતી હતી. પરંતુ ભારતીય રેલ્વેએ એક પછી એક ઘણી સિદ્ધી પ્રાપ્ત કરી અને હવે ઊંચા ઊંચા પહાડોમાં પણ ભારતીય રેલ્વે ઘણી જ ઝડપથી દોડી રહી છે. તેમાંથી એક સ્થળ છે તમિલનાડુ. અહિયાં નીલગીરી માઉંટેન રેલ્વે તેની જોરદાર ટ્રેકને કારણે દુનિયાભરમાં એક અલગ ઓળખાણ ઉભી કરી છે. આ ટ્રેન ખુબ જ સુંદર ડુંગરાઓ વચ્ચેથી પસાર થાય છે અને તમને કુદરતના ઘણા દ્રશ્યોથી માહિતગાર કરાવે છે.

ઉટી અને કુન્નુરને જોડે છે આ ટ્રેન :

નીલગીરી માઉંટેન રેલ્વેએ મેટ્ટુપાલમય અને ઉટી વચ્ચે ટ્રેન સેવાઓને ફરીથી શરુ કરી દીધી છે. તેના પ્રવાસ દરમિયાન આ ટ્રેન તમિલનાડુમાં કુન્નુરથી ઉટી વચ્ચે ચાલે છે. આ ટ્રેન દક્ષીણ ભારતના બે સૌથી પ્રસિદ્ધ હિલ સ્ટેશન ઉટી અને કુન્નુરને જોડે છે. આ ટ્રેન વરાળથી ચાલે છે. આ ટ્રેનના રૂટને યુનેસ્કોએ હેરીટેજ સાઈટ જાહેર કરી હતી. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આ રૂટ ઉપર પ્રવાસ કરે છે. આ પ્રવાસ પ્રકૃતિના એ દ્રશ્યો દર્શાવે છે જેનાથી તમે કદાચ આજ સુધી અજાણ હો.

ટ્રેનમાં સ્વીસ એક્સ ક્લાસ કોલસા વાળું એન્જીન :

આ કઠીન રૂટ ઉપર ચાલવા વાળી રેલ્વેમાં સ્વીસ એક્સ ક્લાસ કોલસા વાળા એન્જીનનો ઉપયોગ કરવામાં આવે છે જે દુનિયાના સૌથી જુના રેલ્વે એન્જીન માંથી એક છે. આ રૂટ ઉપર કુલ 13 રેલ્વે સ્ટેશન છે, જે ઘણા જ સુદંર સ્થળો ઉપર બનેલા છે. આ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે સ્વર્ગનો અહેસાસ થાય છે.

સુંદર ડુંગરો વચ્ચે દોડે છે ટ્રેન :

ઊંચા પહાડો અને સુદંર સોંદર્ય વચ્ચે દોડતી આ ટ્રેક વર્ષ 1908 માં બની હતી. આ નાની ટ્રેનમાં બસ ચાર ડબા અને 180 સીટ હોય છે. માનવામાં આવે છે કે આ ટ્રેન એશિયાની સૌથી ઉંચી અને લાંબી મીટર ગેજ ઉપર ચાલે છે. અને આ ટ્રેન રૂટ ઉપર 10 થી વધુ ભોંયરા છે અને 258 પુલ છે જે આ ટ્રેનના પ્રવાસને આનંદમય અને રોચક બનાવે છે.

આ માહિતી ઝીન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.