હાલમાં એક ઓડિયો ક્લિપ ઘણી શેયર થઈ રહી છે જેમાં MI ના ફોનને લઈને ચર્ચા થઈ રહી છે. હિના અને ધ્રુવીલની સગાઈ થઈ જેમાં ધ્રુવીલે હિનાને MI નો ફોન આપ્યો, જેને હિનાની બહેન સાવ હલકો ફોન ગણાવી રહી છે. આ વાતને લઈને સોશિયલ મીડિયા પર મજેદાર જોક્સ શેયર થઈ રહ્યા છે, જે તમે નીચે આપવામાં આવ્યા છે. આ મજેદાર ઓડિયો ક્લિપની લિન્ક નીચે આપવામાં આવી છે જેનો તમે આનંદ લઈ શકો છો.
જોક્સ :
ભાડાનું મકાન ચાલશે,
જમીન નહિ હોય તો પણ ચાલશે,
બાકી MI નો ફોન નહિ ચાલે.
જોક્સ :
નવા ફટાણા,
એય લાલ પીળી લાઈટ કરો, અમારે હીનાનો ફોન જોવો છે,
એપલ છે કે હલકો છે અમારે જમાયે આપેલો ફોન જોવો છે.
જોક્સ :
ગમે એવો Mi ફોન લ્યો,
પણ Mi એટલે 4000-5000 ની વેલ્યુ.
જોક્સ :
સંવેદનશીલ સરકારે MI નું નામ બદલી Iphone કરી આપવું જોઈએ. સગપણ તો ના તૂટે.
જોક્સ :
દીકરીઓ લગન કરવા Iphone નું વેન નાં કરે એ માટે એને આત્મનિર્ભર બનાવો.
જોક્સ :
હિનાબેનને વંદન પહોંચે,
સમગ્ર વિશ્વનાં ભરપૂર પ્રયત્નો છતાં છેલ્લા એક દશકમાં ચીનની GDP આટલી તો નહોતી ગબડી.
જોક્સ :
વાયરલ ઓડિયો સાંભળ્યો પછી લાગ્યું કે MI ના મોબાઈલ ફોન ફક્ત BPL વાળા માટે અનામત થશે.
જોક્સ :
Mi નો ફોન આપવાથી સગાઈ ટુટસે તો કંપની જવાબદાર રહેશે.
જોક્સ :
થયેલ સગપણ તૂટવાના લીધે Mi ના ફોનને હવેથી આઈફોન કહેવામાં આવશે :
પાણી વગરના સંવેદનશીલ મુખ્યમંત્રી.
જોક્સ :
તમે જાન 2 મહિના મોડી લાવજો .. પણ અમારી હિનાને જોય સે આઇફોન જ.
જોક્સ :
અમારી હિના ખૂણામાં બેસીને રોઈ લેશે પણ Mi નો ફોન નહિ લે.
જોક્સ :
હિનાના લીધે MI ના શેરનો ભાવ તળિયે.
જોક્સ :
તમે રીસેપ્શન ના રાખતા પણ હિનાને જોય સે તો આઇફોન જ.
જોક્સ :
2 તોલા ઓછું હાલે પણ હિનાને જોય સે તો આઇફોન જ.
જોક્સ :
કાકા એમાઇ એટલે સાવ હલકો ફોન કેવાઇ.
જોક્સ :
હાશ મારી પાસે વિવો છે MI કરતાં તો ભારે.
જોક્સ :
હિનાની માંગને ધ્યાનમાં રાખીને XIAOMI ના માલિક IPHONE લઈને China થી પોતાના પ્રાઈવેટ જેટમાં ગુજરાત આવવા નીકળી ગયા છે.
જોક્સ :
MI ફોનવાળા વાલીનો BPLમાં ગણતરી કરીને વધુ 50% ફી માફી કરવામાં આવશે.
જોક્સ :
હું તો iPhone ની જ માંગણી કરીશ
આ Mi માં નીચું જોવાનું થાય બાપા
જોક્સ :
હિનાબેનને અને એમની બેનને Xiaomi પ્રત્યે રહેલી ફરિયાદને કારણે ચીન તરફથી હવે iPhone ની ભલામણ થઈ રહી છે.
કારણ કે Xiaomi ના શેર underground થઈ ગયા છે. હિનાબેનને 10 હજારની અંદર iPhone ચીન તરફથી મળી જશે. કારણ કે હિના MI નઈ વાપરે.
જોક્સ :
હિના શોખીન છે એ તો કીધું તું પણ. તેને MIની એલર્જી છે એવું નોતું કીધું.
જોક્સ :
ફટાણું : મારે iphone વાળાને પૈણવું હતુ આ MI વાળો ગમતો નથી.
જોક્સ :
છોકરો : સગાઈ ટકતી નથી..
જ્યોતિષ : કુંડળી માં mi નો દોષ છે. iphone આપવાનું રાખો.
હિનાની ડાયરીમાંથી.
જોક્સ :
હિનાના પિતાશ્રી સુધી તો હજી વાત જ નથી પહોંચી.
જો એને ખબર પડી તો iPhone ના શો રૂમ તો શું, iPhone ની ફેક્ટરી ખાલી કરી નાખશે એની હિના માટે. જોઈ લેજો.
જોક્સ :
ઘરેણું નહીં દયો તો ચાલશે બાકી MI નો મોબાઇલ તો નહીં જ.
જોક્સ :
હું : ભાઈ એક સારો MI નો મોબાઈલ બતાવો ને.
દુકાનદાર : ભાઈ સગાઈમાં છોકરીને આપવો હોય તો આઈફોન જ લઈ જજો.
જોક્સ :
2020 :
છોકરો કેટલું ભણ્યો છે ?
છોકરો કેટલું કમાય છે?
2021:
બીજુ બધુ મારો ગોળી છોકરાં પાસે મોબાઈલ કયો છે?
પછી અમારે નીચું જોવાનું થાય છે.
સાંભળો ઓડિયો :