mi એ રજૂ કરી સસ્તી સ્ટાઈલિશ ઇલેક્ટ્રિક બાઈક, એક વખતમાં ચાલશે 120 Km

Xiaomi સ્માર્ટફોન નિર્માતાના રૂપમાં સૌથી આગળ રહી છે, અને એને લોકો MI નામથી વધારે ઓળખે છે. અને આ કંપની હવે લાઇફસ્ટાઇલ પ્રોડક્ટસના રૂપમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવા જઈ રહી છે. કંપનીએ આ વર્ષે લગભગ 44 કરતા વધારે પ્રોડક્ટ લોન્ચ કરી છે. અને તે સ્માર્ટફોનની યાદીમાં નથી આવતી. એટલે કે સ્માર્ટ ફોન સિવાયની પ્રોડક્ટ કંપનીએ લોન્ચ કરી છે.

એવામાં કંપનીએ પોતાની અન્ય એક પ્રોડક્ટ Mi HIMO ઇલેક્ટ્રિક બાઈક T1 રજુ કરી છે. જેને હવે ચીનમાં કંપની દ્વારા ક્રાઉડ ફંડ કરવામાં આવી રહી છે. હાલમાં તો આની કિંમત 2,999 યુઆન એટલે કે લગભગ 31,000 રૂપિયા છે, અને આની ડિલિવરી 4 જૂનથી ચીનમાં શરુ કરવામાં આવશે.

કંપનીનું કહેવું છે કે, Xiaomi HIMO Electric Bicycle T1 એક પેટન્ટ કરાવેલી ડિઝાઇન પર આધારિત છે, અને એમાં એવા પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ફાયર રેઝિસ્ટેન્ડ મટીરીયલ અને પેઇન્ટ પર આધારિત છે. એટલે કે એમાં આગ લાગવાની શક્યતા નથી. એના સિવાય કંપનીએ એમાં હાઈ સેંસિટિવ ડિજિટલ ડિસ્પ્લે પણ આપી છે, જે લાઈટસ પર આધાર રાખે છે.

અને હેડલાઇટની વાત કરીએ તો કંપનીનું કહેવું છે કે, તે HIMO ઈંગ્લીશ લોકોના એલિમેન્ટ પરથી લેવામાં આવી છે. અને તે 18,000 cd સુધી બ્રાઇટનેસ આપી શકે છે. કંપનીનું કહેવું છે કે, આ હેડલાઇટ હાઈ બીમ પર 15 મીટર અને લો બીમ પર 5 મીટર સુધી અંતર કાપી શકે છે.

કંપનીએ એ આમાં 350W ની બ્રશલેસ પેરામૈનેંટ મેગ્નેટ મોટર આપી છે, જે હાઈ-એંડ પર્ફોમન્સ આપે છે. એના સિવાય એમાં 90 mm પહોળા અને 8 mm જાડા હાઈ ઇલાસ્ટીક રબરના ટાયર આપવામાં આવ્યા છે. આગળ અને પાછળ ડ્યુઅલ બ્રેક સિસ્ટમ આપવામાં આવી છે. આગળના ટાયરમાં હાઇડ્રોલિક ડિસ્ક બ્રેક, અને પાછળના ટાયરમાં સુરક્ષિત અને ટકાઉ ડ્રમ બ્રેક સિસ્ટમ આપવામાં આવી છે.

આ બાઈક એક વન-ટચ સ્ટાર્ટ બટન સાથે આવે છે, અને એમાં મલ્ટી ફંક્શન કોમ્બિનેશન સ્વીચ અને એક ટચ બટન આપવામાં આવ્યું છે. બેટરી લાઈફની વાત કરીએ તો આમાં 14,000 mAh ની બેટરી આપવામાં આવી છે, જે સિંગલ ચાર્જ પર બાઇકને 120 કિલોમીટર સુધી દોડાવવા સક્ષમ છે.

Xiaomi એ આ બાઇકમાં 48V ની બેટરી સાથે HIMO T1 માં નાનું 7A કંટ્રોલર આપવામાં આવ્યું છે. કંપનીની વેબસાઇટ અનુસાર, આ બાઇક 14 Ah / 28 Ah ઉર્જા વિકલ્પો સાથે આવે છે. 14 Ah વિકલ્પથી વપરાશકર્તાઓ 60 કિમી/કલાકની ઝડપ સુધી મુસાફરી કરી શકશે, જ્યારે 28 Ah વિકલ્પ વાળું મોડલ 120 કિમી/કલાકની ઝડપ સુધી મુસાફરી કરવામાં સક્ષમ હશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.