માઇક્રોમેક્સ, લાવા, કાર્બન, ઇન્ટેક્સ જેવી ઇન્ડિયન બ્રાન્ડ્સ વાપસી માટે તૈયાર, ચીની પ્રોડક્ટ્સ વિરોધમાં ફાયદો મળવાની આશા

ઇન્ડિયન બ્રાન્ડ્સ માઇક્રોમેક્સ, લાવા, કાર્બન, ઇન્ટેક્સ વાપસીની તૈયારી, જાણો કેવો ધમાકો મચાવશે આ ઇન્ડિયન બ્રાન્સ

દેશમાં ચીની પ્રોડક્ટ બાયકોટ કરવાનું અભિયાન ઝડપી થઈ રહ્યું છે. સરકારે પણ હવે 300 થી વધારે ચીની પ્રોડક્ટ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાની યોજના બનાવી છે. એવામાં ઘણી ભારતીય કંપનીઓ એકવાર ફરી પાછા આવવાની તૈયારી કરી રહી છે. સરકાર પણ હવે લોકલ પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા માટે નવી યોજના બનાવી રહી છે.

માઇક્રોમેક્સ પાછા ફરવા માટે તૈયાર :

ગુરુવારે એક ટ્વીટર યુઝરના જવાબમાં માઈક્રોમેક્સે ટ્વીટ કર્યું કે, તે જલ્દી જ કાંઈક લઈને આવી રહી છે. #VocalForLocal ને તમારું સમર્થન જોવાથી ખુશી થઈ છે. અમે સખત મહેનત કરી રહ્યા છીએ અને જલ્દી જ કાંઈક મોટું લઈને આવીશું. કંપનીએ પણ જણાવ્યું કે, તે ભારતમાં 3 નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેમાં પ્રીમિયમ ફીચર્સ અને મોર્ડન લુકવાળા બજેટ ફોન પણ શામેલ છે.

લાવા પણ પાછા ફરવા માટે તૈયાર :

માઇક્રોમેક્સની સાથે બીજી કંપનીઓ પણ ફરીથી પાછા ફરવાની યોજના બનાવી રહી છે. લાવા ઇન્ટરનેશનલના પ્રોજેક્ટ હેડ તેજેંદર સિંહે જણાવ્યું કે, કંપની આવનારા દિવસોમાં ન્યુ લોન્ચિંગ માટે તૈયાર છે. તેમણે કહ્યું, ‘અમે આ સમયે સ્માર્ટફોનની સાથે ફીચર ફોન માટે પણ પોર્ટફોલિયોની ફરીથી તૈયારી કરી રહ્યા છીએ. આવનારા થોડા મહિનામાં અમે પોતાના પોર્ટફોલિયોથી દરેક ભારતીયની જરૂરિયાતને પુરી કરીશું.’

કાર્બન અને ઇંટેક્સ પણ પાછી આવશે :

એક ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ સાથે જોડાયેલા અધિકારી અનુસાર, આ ઉદ્યોગ સાથે જોડાયેલ ભારતની લગભગ દરેક કંપનીઓ લોન્ચિંગની યોજના બનાવી રહી છે. અધિકારીઓએ કહ્યું કે, આવનારા મહિનાઓમાં કાર્બન અને ઇંટેક્સ જેવી બ્રાન્ડ પણ સ્માર્ટફોન લોન્ચ કરવા ઈચ્છે છે. કાર્બન મોબાઈલના કાર્યકારી નિર્દેશક શશિન દેવસરે જણાવ્યું કે, કંપની એંટ્રી અને મિડ-લેવલ સ્માર્ટફોન પર કામ કરી રહી છે.

સરકારી યોજનાથી લાભ થશે :

આ બાબતમાં એક અધિકારીએ જણાવ્યું કે, ચીન વિરોધી ભાવનાઓનો લાભ ઉઠાવવા માટે આ ફક્ત એક સંયોગ છે, કારણ કે બધી યોજનાઓ અમુક સમય માટે જ કામ કરે છે. ભારત સરકારે હાલમાં જ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ત્રણ નવી યોજનાઓની જાહેરાત કરી છે, અને કહ્યું છે કે પ્રોડક્શન-લિંક્ડ ઈંસેંટિવ (પીએલઆઈ) યોજના માટે 5 ‘ભારતીય કેમ્પઇન’ ને પસંદ કરશે.

લાવાના તેજેંદર સિંહે કહ્યું કે, સરકારના પ્રોત્સાહન સાથે વિશેષ રૂપથી પીએલઆઈ યોજનાઓમાં અમે ડિઝાઈન પર વધારે ધ્યાન આપી રહ્યા છીએ, અને સ્માર્ટફોનમાં વધારે રોકાણની આશા કરી રહ્યા છીએ. અમને આશા છે કે, અમે સ્માર્ટફોન અને ફીચર ફોન કેટેગરીમાં પોતાની સફળતાને ફરીથી પુનરાવર્તિત કરી શકીશું.

સેમસંગના શેયર વધ્યા :

એક નેશનલ સ્માર્ટફોન રિટેલરે કહ્યું કે, ચીન વિરોધી ભાવનાઓથી લોક્સ બ્રાન્ડને મદદ મળશે. લોકો હકીકતમાં ચીની સ્માર્ટફોન ખરીદવાથી બચી રહ્યા છે. આટલા મહિનામાં પહેલી વાર સેમસંગ માટે મારા સ્માર્ટફોન શેયર વીવો અને અન્ય ચીની કંપનીઓની સરખામણીમાં ઘણી હદ સુધી વધી ગયા છે.

સસ્તા વિકલ્પમાં ચીની ફોન આગળ :

જોકે રિટેલ વિક્રેતાએ કહ્યું કે, ચીની બ્રાન્ડ અત્યારે કોઈ પણ મુશ્કેલીથી દૂર છે, કારણ કે કસ્ટમર તેમનાથી દૂર જવા પ્રયત્ન કરે છે, તો તેમના વિકલ્પ અત્યારે ઘણા સીમિત થઈ જાય છે. સેમસંગ અને મોટોરોલા એવા ઓપશન છે જે સામાન્ય રીતે ચીની સ્માર્ટફોનની સરખામણીમાં વધારે કિંમતના ફોન છે. એવામાં ભારતીય બ્રાન્ડની એંટ્રી ચીની કંપનીઓને પડકાર આપી શકે છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.