માઈગ્રેનના કારણો :
આમ તો સંશોધકોએ માઈગ્રેન માટે એક ચોક્કસ કારણની ઓળખ નથી કરેલ. આમ તો તેમણે માઈગ્રેનના રોગમાં યોગદાન કરનારા થોડા કારણો વિષે જરૂરી જાણકારી આપેલ છે. તેમાં બ્રેન કેમિકલ્સમાં પરિવર્તન કે અસંતુલન જોડાયેલ છે, જેમ કે બ્રેન કેમિકલ્સ સેરોટોનીનના સ્તરમાં ખામી. સેરોટોનીન તમારી તંત્રિકા તંત્ર એટલે કે નર્વસ સિસ્ટમમાં દર્દને વિનિયમિત કરવામાં મદદ કરે છે. સંશોધકો હાલમાં પણ સેરોટોનીનને લઈને રીસર્સ કરી રહ્યા છે. આવો માઈગ્રેનને ટ્રીગર કરનારા બીજા કારણો વિષે જાણીએ.
માઈગ્રેનને ટ્રીગર કરનારા ફૂડ :
માઈગ્રેન માટે જવાબદાર ફૂડ તમારા માટે લેવામાં આવતા ખરાબ ફૂડ માઈગ્રેન માટે જવાબદાર ગણવામાં આવે છે.
જો તમે નમકીન કે પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરો છો, તો તે તમારા માઈગ્રેન ને વધારી શકે છે. તમે ફાસ્ટ ફૂડ કે જંક ફૂડથી દુર રહો. તે ઉપરાંત સ્ટીવનર એસ્પાર્ટેમ અને પેરેરીટીવ મોનોસોડીયમ ગ્લુટામેટ (એમએસજી) ઘણા ખાદ્ય પદાર્થોમાં મળી આવે છે જે માઈગ્રેનને ટ્રીગર કરી શકે છે. તેવું ખાવાનું ન ખાવું
જો તમે સમય મુજબ ભોજન નથી લેતા કે પછી પોતાની અનુકુળતા મુજબ કરો છો તો માઈગ્રેન દર્દમાં યોગદાન આપો છો. તેથી પોતાના ડાયટ ઉપર પુરતું ધ્યાન આપવું.
દારૂ થી દુર રહો દારૂ પીવો આરોગ્ય માટે ખુબ જ નુકશાનકારક હોય છે. તમને જણાવી આપીએ કે દારુ અને વધુ પડતા કેફિનયુક્ત પીણા માઈગ્રેન નું કારણ બની શકે છે. તેથી તેના સેવનથી દુર રહો.
ટેન્સન રહેવું :
ઓફીસ નો તનાવ કે ઘરના તનાવ ને લીધે તમને માઈગ્રેન થઇ શકે છે. તેથી તમારા તનાવને કન્ટ્રોલ કરતા શીખો અને થોડા દિવસ માટે પોતાના માટે સમય આપો.
ઊંઘ પૂરી ન થવી :
જયારે ઊંઘ પૂરું ન થાય તો પણ માઈગ્રેન થવાની શક્યતા રહે છે. તે ઉપરાંત જરૂર કરતા વધુ ઊંઘ લેવાથી પણ માઈગ્રેન નું કારણ બને છે.
બ્રાઈટ પ્રકાશ અને વધુ અવાજ :
બ્રાઈટ પ્રકાશ અને સુરજની ચમક માઈગ્રેન નું કારણ બની શકે છે. તે ઉપરાંત વધુ આવાજ પણ માઈગ્રેન ને ટ્રીગર કરી શકે છે.
મહિલાઓમાં માઈગ્રેનનું કારણ :
માસિક ધર્મ સાથે જોડાયેલ માઈગ્રેન ૬૦% મહિલાઓને અસર કરે છે, જે કોઈ પ્રકારના માઈગ્રેન (migraine) નો અનુભવ કરે છે. એસ્ટ્રોજેન માં ઉતર ચડાવ ને લીધે ઘણી મહિલાઓને માઈગ્રેન માં માથાની દુખાવા નો સામનો કરવો પડે છે. માથાના દુખાવાનો સામનો કરવાવાળી મહિલાઓ હમેશા પોતાના પીરીયડ પહેલા કે પછી, જયારે તેને એસ્ટ્રોજેન માં મોટી ખામી આવે છે, માથાના દુખાવાનો રીપોર્ટ કરે છે. તે ઉપરાંત ગર્ભાવસ્થા કે રજોનિવૃત એટલે મોનોપોજ દરમિયાન પણ મહિલાઓને માઈગ્રેનનો સામનો કરવો પડે છે.
માઈગ્રેન (migraine) માં પરેજી :
(૧) પનીર :
પનીરને લઈને ઘણી બધી ડીશ બનાવી શકાય છે, જે લોકો ખુબ હોંશે થી ખાય છે. શું તમે પણ પનીરનું વધુ સેવન કરો છો તો ચેતી જાવ કેમ કે માઈગ્રેન ના દર્દ ને વધારવામાં પણ મહત્વની ભૂમિકા હોય છે. માઈગ્રેન થાય તો ચીજ, કેક, પનીર, સ્લા તે ખાવાથી દુર રહેવું જોઈએ.
(૨) સોડીયમ અને નાઇટ્રેટ :
હોટ ડોગ, બેકન અને થોડું માંસ ને સંરક્ષિત કરવા માટે સોડીયમ અને નાઇટ્રેટ નાખવામાં આવે છે. પણ તેના સેવન થી ન માત્ર માઈગ્રેન (migraine) નો એટેક આવી શકે છે સાથે હ્રદયની બીમારી થવાની પણ શક્યતા રહે છે. સાથે જ પ્રીર્જેવેટિવ, બેનજોઇક પણ માઈગ્રેન નું કારણ બની શકે છે. તેથી પ્રયત્ન કરો કે તમે તેનું સેવન ન કરો.
(૩) બીન્સ :
બીન્સ આરોગ્ય માટે ખુબ સારું હોય છે. તેમાં જરૂરી પ્રમાણમાં વિટામિન્સ મળી આવે છે, જેના ઉપયોગથી તમારા શરીરને જરૂરી પોષ્ટિકની પૂર્તતા સરળતાથી પૂરી થઇ જાય છે. પણ માઈગ્રેન ની તકલીફ છે તેમણે બીન્સ ખાવાથી દુર રહેવું. બીન્સ ઉપરાંત તોફુ, સોયા સોસ વગેરે માઈગ્રેનના દર્દ ને વધારવાનું કામ કરી શકે છે. તેથી માઈગ્રેન (migraine) માં આ વસ્તુ થી પરેજી રાખો.
(૪) એમએસજીથી દુર રહો ;
એમએસજી (મોનોસોડીયમ ગ્લુમટામેટ) એક પ્રકારનું સ્વાદ વધારનાર હોય છે જેને ઘણી જાતના આહારમાં ભેળવવામાં આવે છે. એમએસજી એટલે કે મોનોસોડીયમ ગ્લુટામેટ ખાવાને સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવે છે, પણ તેના કારણે ઘણી વખત માઈગ્રેન (migraine) એટેક પડી શકે છે. દરેક પ્રકારના પ્રોસેસડમ ફૂડ, ડબ્બા વાળા ખાદ્ય પદાર્થો, સૂપ, સલાડ, સ્નેક્સ, આઈસ્ક્રીમ, ચ્વિંગમ, રેડી-ટુ-ઈટ બનાવટ વગેરે બધામાં એમએસજી મળી આવે છે.
(૫) અથાણું અને મરચું :
સ્વાદ અને મજા માટે આપણે ઘણું બધું મરચું અને અથાણું ખાતા હોઈએ છીએ, પણ તે આપણા આરોગ્ય માટે સારું નથી. કોઈપણ પ્રકારનું અથાણું અને મરચું માઈગ્રેનના દર્દ ને વધારી શકે છે. અથાણા માં મીઠા સાથે તેલનું પ્રમાણ વધુ હોય છે જે આરોગ્ય માટે સારું નથી. તેથી માઈગ્રેન માં પરેજી દરમિયાન તેનાથી પણ દુર રહો.
(૬) કેફીન :
કેફીનને લોકો હમેશા કોફી તરીકે પીવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો નું માનો તો કોફીનનું વધુ પ્રમાણ નુકશાનકારક હોય છે અને તેનાથી બેચેની, અસ્થિરતા, માથાનો દુખાવો, અનિન્દ્રા ઉત્પન થાય છે. કેફીન ને સામાન્ય, થી વધુ પ્રમાણમાં સેવન કરવાથી માઈગ્રેન ની તકલીફ થઇ શકે છે.
(૭) જૈતુનનું તેલ (ઓલીવ ઓઈલ) :
સ્વાસ્થ્યવર્ધક તેલ તરીકે જૈતુનનું તેલ ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ ઘણી જાતની બીમારીઓમાં ફાયદાકારક હોય છે. પણ માઈગ્રેનના દર્દીઓએ જૈતુનના તેલના ઉપયોગથી દુર રહેવું જોઈએ. જૈતુનના તેલથી માઈગ્રેનનું દર્દ વધી શકે છે.
(૮) સુકો મેવો :
માઈગ્રેનના દર્દીઓ વધુ અખરોટ, મગફળી, બદામ, કાજુ, કિશમિશ વગેરે ખાવાથી દુર રહેવું જોઈએ. સુકા મેવામાં સ્લ્ફોઇટ્સ નામનું તત્વ રહેલ હોય છે જે માઈગ્રેનના દર્દને વધારે છે.
(૯) માઈગ્રેનમાં આ ફળો ખાવાથી દુર રહો :
કેળા, ખાટા ફળ, લાલ આલુબુખારા અને એવોકેડો પણ માઈગ્રેનના દર્દને વધારે છે. તેથી તેના સેવનથી મૈગ્રેનમાં પરેજી રાખવી જોઈએ.
(૧૦) જનક ફૂડ અને દારૂ :
પિજ્જા, વડા પાઉં, સમોસા, બર્ગર, રોલ, ચોમીન, ચીલી, ફેંચ ફ્રાઈ અને ઠંડા પીણા પણ માઈગ્રેનમાં નુકશાનકારક છે. તેથી માઈગ્રેનની તકલીફ થાય તો આ વસ્તુ ન ખાવી. તે ઉપરાંત દારૂનું વધુ સેવન કરવાથી મગજમાં લોહીનો સંચાર સારી રીતે થતો નથી, જેને લીધે દર્દીને માઈગ્રેનની તકલીફ થઇ શકે છે. તેથી તેનું પણ સેવન કરવાથી દુર રહો.