એક લાઈક તો બને છે, સેનાના આ જવાને વિશ્વ બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં જીત્યું ગોલ્ડ મેડલ

કોરિયાના જેજુ દ્વીપમાં આયોજિત થયેલી ૧૧ મી વિશ્વ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપમાં ભારત તરફથી ભાગ લેનારા અનુજ કુમારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને આ પ્રતિયોગીતામાં સ્વર્ણ ચંદ્રક(ગોલ્ડ મેડલ) જીત્યો છે.

અનુજ કુમાર ઇન્ડિયન આર્મીમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે, અને મદ્રાસ એન્જીનીયર ગ્રુપમાં કાર્યરત છે. હાલમાં જ કોરિયામાં આયોજિત થયેલી આ ચેમ્પીયનશીપમાં ઘણા બધા દેશોમાંથી પ્રતિયોગી આવ્યા હતા, અને આ પ્રતિયોગીઓને હરાવીને આ ચેમ્પિયનશીપને અનુજ કુમારે પોતાના નામે કરી લીધી છે.

ધામધૂમથી થયું સ્વાગત :

અનુજ કુમારને મળેલી આ જીત પછી તેમનું સ્વાગત ધામધૂમ સાથે કરવામાં આવ્યું. અનુજ કુમારે વર્ષ ૨૦૧૦ માં ઇન્ડીયન આર્મી જોઈન કરી હતી, અને તે હાલના સમયમાં ભારતીય સેનાના મદ્રાસ એન્જીનીયર ગ્રુપ (એમઈજી) ના સભ્ય છે. આ પ્રતિયોગીતામાં ભાગ લેતા પહેલા અનુજે બોડી બિલ્ડર્સ સાથે જોડાયેલી બીજી પણ પ્રતિયોગીતા જીતી છે.

અને તેમણે નેવી, એયરફોર્સ અને આર્મીની બોડી બિલ્ડીંગ પ્રતિયોગીતામાં પણ ભાગ લીધો હતો. આ પ્રતિયોગીતાઓ જીત્યા પછી તેમને ૧૧ મી વિશ્વ બોડીબિલ્ડીંગ ચેમ્પીયનશીપ ૨૦૧૯ માં ભાગ લેવા માટે ભારત તરફથી મોકલવામાં આવ્યા હતા, અને આ પ્રતિયોગીતામાં તેમણે જોરદાર પ્રદર્શન કરી પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ધામધૂમ સાથે થયું સ્વાગત :

તેમના ભારત પાછા આવવા ઉપર તેમનું સ્વાગત ધામધૂમ સાથે કરવા આવ્યું, અને તેમના સ્વાગત માટે તેમના સાથી અધિકારીઓએ વિશેષ તૈયારીઓ કરી હતી.

એટલું જ નહિ અનુજ કુમારને મળેલી આ સફળતા માટે તેમણે સેનાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પણ સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

મિસ્ટર ઇંડિયાનો એવોર્ડ પણ છે તેમના નામે :

અનુજ કુમારે વર્ષ ૨૦૧૮ માં થયેલી મિસ્ટર ઇંડિયા પ્રતિયોગીતામાં પણ બાગ લીધો હતો, અને આ પ્રતિયોગીતા જીતી હતી. તેમજ ચેન્નઈમાં આયોજિત ૧૨ મી નેશનલ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપમાં પણ અનુજ કુમારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

નવેમ્બરમાં આયોજિત થઇ હતી આ પ્રતિયોગીતા :

૧૧ મી વિશ્વ બોડીબિલ્ડીંગ ચેમ્પીયનશીપ નવેમ્બર મહિનામાં થઇ હતી, અને આ પ્રતિયોગીતા ૬ દિવસ સુધી ચાલી હતી. ૫-૧૧ નવેમ્બર સુધી દક્ષીણ કોરિયાના જેજુ દ્વીપમાં આયોજિત કરવામાં આવેલી આ પ્રતિયોગીતામાં ભારતીય સેનાના ઘણા બોડી બિલ્ડરોએ ચંદ્રક પણ જીત્યા છે. જયારે ૧૦૦+કિલોગ્રામ વર્ગમાં અનુજે પહેલું સ્થાન પ્રાપ્ત કરી સ્વર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.