ગુજરાતનો કરોડપતિનો છોકરો હોટલમાં કરે છે વાસણ ધોવાનું કામ, જાણો આનું કારણ

તમે તમારા જીવનમાં એવા ઘણા માણસો જોયા હશે, જે પોતાના જીવન દરમિયાન પોતાને સાબિત કરવા માટે ઘણી મહેનત કરે છે. કેટલાક લોકોને સંપત્તિ પૂર્વજો તરફથી મળી જાય છે, તો કેટલાક લોકો એને પોતાના દમ પર કમાવવા માટે પોતાનું બધું જોર લગાવી દે છે. પરંતુ શું તમે કોઈ કરોડપતિના દીકરાને કોઈ નાનું કામ કરતા જોયો છે? આ સવાલ સાંભળીને તમને એવું લાગ્યું હશે કે, અમે તમને કોઈ ફિલ્મનો સીન જણાવી રહ્યા છીએ. પરંતુ જણાવી દઈએ કે, આવું હકીકતમાં થયું છે.

ગુજરાતનો રહેવાવાળો 19 વર્ષ આવું કરતા જોવા મળ્યો છે. તેનું નામ દ્વારકેશ છે અને તેના પિતાનો કરોડોનો તેલનો વેપાર છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, આવા વેપારીઓના દીકરા પોતાના પિતાના વેપારને જ જોઈન કરે છે, અથવા પોતાની કંપનીને શરુ કરે છે કે પછી વિદેશ જઈને ભણવાનું પસંદ કરે છે.

પરંતુ દ્વારકેશની સ્ટોરી આ બધાની બિલકુલ અલગ છે. એન્જીનિયરિંગ ભણવાવાળો દ્વારકેશ લગભગ એક મહિના પહેલા ઘરમાંથી ભાગી ગયો હતો. તેણે પોતાનો મોબાઈલ ફોન પણ સાથે રાખ્યો ન હતો, જેથી તેને ટ્રેસ કરવો પણ સરળ ન હતું. દ્વારકેશના માતા-પિતા પોતાના દીકરાની શોધવા સતત પ્રયાસ કરી રહ્યા હતા. એટલા માટે તેમણે પોલીસને પણ સૂચિત કર્યું હતું.

પોલીસ અનુસાર, “છોકરો પોતાનો મોબાઈલ ફોન ઘરે જ મૂકી ગયો હતો. અમારી પાસે ફક્ત વડોદરા રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ અને એક રિક્ષા વાળાનું નિવેદન હતું, જેણે તેને વડોદરા શહેરના અક્ષર ચૌક પર જોયો હતો.”

દ્વારકેશ વડોદરાથી દિલ્હી પહોંચ્યો હતો. નોકરીની શોધમાં તે દિલ્હીથી સિમલા ગયો. પોતાનું ગુજરાન કરવા માટે તે શિમલાની એક હોટલમાં વાસણ ધોવાનું કામ કરવા લાગ્યો. રાત્રે તે રસ્તા પર જ ઊંઘી જતો હતો. હોટલ માલિકને એક દિવસ તેના પર શંકા થઇ, અને તેમણે તેના ઓળખપત્રની માંગ કરી દીધી. હોટલ માલિકને જયારે ખબર પડી કે, દ્વારકેશ ગુજરાતના પાદરાનો રહેવાશી છે તો તેમને પાદરા પોલીસ સ્ટેશન ફોન કરી દીધો.

તપાસ કરવા પર પોલીસને ખબર પડી કે, તે એ જ 19 વર્ષનો યુવક છે જેને તેઓ ઘણા દિવસોથી શોધી રહ્યા છે. દ્વારકેશને જેવી જ આ વાતની જાણ થઇ તો તે હોટલમાંથી ભાગી ગયો, પરંતુ ઘણી તપાસ પછી તે પોલીસના હાથમાં આવી ગયો.

દ્વારકેશના પરિવારે જણાવ્યું કે, તે અમારા બધા સામે પોતાની ક્ષમતા સાબિત કરવા માંગતો હતો. તે પોતાની મહેનત અને પ્રયાસોના દમ પર એક દિવસ મોટો માણસ બનવા માંગતો હતો. તેણે આ સાબિત પણ કરી દીધું કે વિપરીત પરિસ્થિતિઓમાં પણ તે સફળ બનવાની ક્ષમતા રાખે છે.

પેપરમાં દ્વારકેશના મળવાના અને તેની જીદના સમાચાર વાંચ્યા પછી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ વિષે ટ્વીટ કર્યું. સાથે જ તેને પોતાની કંપનીમાં ઈન્ટર્નશિપ કરવાની ઓફર પણ આપી દીધી. તેમણે લખ્યું કે ‘હું આ યુવાનનો પ્રશંસક છું. તે પોતાના દમ પર આગળ વધવા માંગે છે. હમણાં એવું લાગી રહ્યું હશે કે, તેણે સનકમાં ઘર છોડી દીધુ. પરંતુ હું જોઈ રહ્યો છું કે આગળ ચાલીને તે એક સફળ, આત્મનિર્ભર ઉધોગપતિ થઇ શકે છે. હું તેને પોતાની કંપની મહિન્દ્રા રાઇઝમાં ઈન્ટર્નશિપનો ઓફર આપીને ખુશ થઈશ.’

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.