એક સામાન્ય છોકરા સાથે લગ્ન કરવા માટે રાજકુમારીએ છોડી કરોડોની સંપત્તિ, વાંચો આખી સ્ટોરી.

પોતાના પ્રેમને મેળવવા માટે રાજકુમારીએ છોડ્યું વૈભવી જીવન, જાણો તેમની લવ સ્ટોરી વિષે.

જાપાનની રાજકુમારી માકો એક સામાન્ય માણસ સાથે લગ્ન કરી મહિલાઓ સાથે જોડાયેલી સ્ટીરિયોટાઇપને તોડી રહી છે અને પ્રેમમાં વિશ્વાસ ધરાવતા લોકો માટે પણ એક ઉદાહરણ બની રહી છે. ખાસ કરીને રાજકુમારી માકો કોલેજમાં સાથે ભણતા વ્યક્તિ સાથે લગ્ન કરવા માગતી હતી અને તેના માટે તેણે મોટી કિંમત પણ ચુકવી છે.

માકો જાપાનના પૂર્વ સમ્રાટ અકિહિતોની પૌત્રી છે. તેની ઉંમર 29 વર્ષ છે. તેણે વર્ષ 2017 માં તેના મિત્ર કોમુરો સાથે સગાઈ કરી લીધી હતી. કોમુરો એક સામાન્ય બેકગ્રાઉન્ડ માંથી આવે છે. તે લગ્ન કોમુરોના કુટુંબમાં થયેલા વિવાદને કારણે ચાર વર્ષથી અટક્યા હતા. એચકે બ્રોડકાસ્ટરના જણાવ્યા મુજબ હવે આ લગ્ન ઓક્ટોબરમાં થઇ શકે છે.

કોઈ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવાથી રાજકુમારી મોકોનું શાહી સ્થાન સમાપ્ત થઇ જશે. આ સ્થાનને સમાપ્ત થવાથી તેને લગભગ 1 મીલીયન ડોલર્સ એટલે લગભગ 8 કરોડ રૂપિયાનું નુકશાન વેઠવાનું હતું પણ તેના પ્રેમીને મળેલી ટીકાને લઈને તેણે એ પણ છોડવાનો નિર્ણય કરી લીધો છે.

માકોના આ નિર્ણયનું જાપાનની સરકારે પણ સમર્થન આપ્યું છે. જાપાની મીડિયામાં આવેલા રીપોર્ટસ મુજબ, લગ્ન પછી આ દંપત્તિ અમેરિકામાં રહી શકે છે. માકો અમે કોમુરો એક સાથે કોલેજમાં ભણતા હતા. કોમુરો અમેરિકાની એક લો કંપનીમાં કામ કરે છે. કોમુરોએ વર્ષ 2013 માં માકોને પ્રપોઝ કરી હતી.

રાજકુમારી માકોએ શરુઆતના સમયમાં તેની રિલેશનશિપને લઈને ઘણું પ્રાઈવેટ રાખ્યું. તેણે બ્રિટેનમાં અભ્યાસ પછી 2017 માં જાહેરાત કરી હતી કે તે એક સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે. લાંબા વિવાદ પછી જાપાનના ક્રાઉન પ્રિંસેસે મોકોના લગ્ન માટે મંજુરી આપી દીધી છે.

માકોના પિતાએ પણ દીકરીના નિર્ણયનું સન્માન કરતા તેને પોતાનો નિર્ણય લેવાની આઝાદી આપી હતી. જાપાનમાં કોઈ સામાન્ય માણસ સાથે લગ્ન પછી કોઈ પણ મહિલા કે પુરુષ શાહી સ્થાન સમાપ્ત થઇ જાય છે. પોતાની રિલેશનશિપ માટે માકોએ શાહી સ્થાનની પરવા ન કરી.

કોમુરો સમુદ્ર કાંઠા ઉપર પર્યટકોને પ્રોત્સાહન આપવા માટે ખાસ કરીને પ્રિન્સ ઓફ ધ સી કામ કરે છે. રાજકુમારી માકોએ એક ઈન્ટરવ્યુંમાં થોડા સમય પહેલા સ્પષ્ટ કર્યું હતું કે તે બંને એક બીજાથી અલગ નથી રહી શકતા. રાજકુમારી માકો પહેલા તેની ફોઈ રાજકુમારી સયાકો પણ રાજકુમારીનો હોદ્દો પાછો આપી ચુકી છે. તેણે 2005માં ટોક્યોના એક ઓફિસર સાથે લગ્ન કર્યા હતા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.