મીન વાર્ષિક રાશિફળ 2020 : ગ્રહો આપશે પૂરેપૂરો સાથ, વર્ષ રહેશે શાનદાર, અહીં રાખવી પડશે સાવધાની.

મીન રાશી : આ રાશીના વ્યક્તિઓ માટે નવું વર્ષ ઘણું શુભ રહેવાના યોગ છે. આ વર્ષ તમારી રાશિમાં બુધ, ગુરુ, સૂર્ય, શની, કેતુ એક સાથે બિરાજમાન છે, જે પંચગ્રહી યોગ ઉભા થઇ રહ્યા છે. જે તમારી કારકિર્દીમાં નવી નવી તકો પૂરી પાડશે. તેની અસરથી તમારી બઢતી થશે. અપરણિત વ્યક્તિઓ માટે વિવાહના યોગ ઉભા થશે.

૧૪મે ના રોજ વક્રી થઇ જશે. તે તમારા માટે સારું સાબિત થશે. તે દરમિયાન ગુરુની વક્ર દ્રષ્ટિ ઉચ્ચ રાશી ઉપર રહેશે. જે બાળકો અને શિક્ષણ માટે શુભ રહેશે. તે વિવાહના યોગ પણ ઉભા કરશે.

વર્ષ ૨૦૨૦ મીન રાશીના વ્યક્તિઓ માટે ખુશીઓ લઈને આવવાનું છે. આ વર્ષે કારકિર્દી, નોકરી, બિજનેસ વગેરેમાં પ્રગતી થશે. આ રાશીના વ્યક્તિઓને કુટુંબ, મિત્રો અને સહયોગીઓનો સાથ મળશે. ભાગ્ય પણ સંપૂર્ણ રીતે તમારી સાથે રહેશે. સ્વરાશી થઈને ભાગ્યના સ્વામી મંગલ ભાગ્ય ભાવમાં જ છે. તે તમારા ભાગ્યોદયનું સૌથી મોટું કારણ હોઈ શકે છે.

એટલું જ નહિ, તે તમારી સાથે તમારા જીવનસાથીના ભાગ્યને પણ ચમકાવી શકે છે. ગુરુ સાથે બુધ છે, જે લગ્નનું કારણ માનવામાં આવે છે. વૈભવનો ગ્રહ શુક્ર પણ લાભ સ્થાનમાં જ છે. આ વ્યક્તિને તેના સાથી આ વર્ષે મળી શકે છે.

૨૪ જાન્યુઆરીના રોજ શની પરિવર્તન તમારી રાશીના આવવાને કારણે થશે. તે તમને આર્થિક રીતે મજબુત કરશે. આમ તો આવકના પ્રમાણમાં ખર્ચ પણ વધશે. તે દરમિયાન તમારે તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. ૩૦ માર્ચના રોજ ગુરુ કર્મના સ્થાન માંથી મીકલીને લાભના સ્થાનમાં પ્રવેશ કરશે. તે વ્યક્તિઓ માટે ઘણું ફાયદાકારક સાબિત થશે.

લાભના સ્થાન ઉપર પહેલાથી જ શની છે, તે સાથે નીચભંગ રાજયોગ ઉભા કરશે. તેનાથી તમે શારીરિક રીતે મજબુત રહેશો. એટલું જ નહિ લાંબા સમયથી થયેલી બીમારી પણ દુર થઇ શકે છે. તમને તમારી મહેનત મુજબ જ ફળ મળશે.

શની ૧૧ મે ના રોજ વક્રી થશે. તે વ્યક્તિઓ માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. પૈસા આવવાના રસ્તા બંધ થવાના પણ સંકેત છે. વક્ર શનીની દ્રષ્ટીએ બાળકો અને શિક્ષણ ઉપર પડશે. એટલા માટે તે બંનેને લઈને સતર્ક રહો. તમારા ઘણા કામ બગડી શકે છે. ૧૪ મે ના રોજ ગુરુ વક્રી થઇ જશે. તે તમારા માટે સારું સાબિત થશે. તે દરમિયાન ગુરુની વક્ર નજર ઉચ્ચ રાશી ઉપર રહેશે. જે બાળકો માટે શુભ રહેશે. તે વિવાહના યોગ પણ ઉભા કરશે. ૩૦ જુનના રોજ વક્રી થયેલા ગુરુનો પ્રવેશ ધન રાશીમાં જતો રહેશે. તેનાથી તમારા કામ પુરા થતા રહેશે.

૧૩ સપ્ટેમ્બરના રોજ ગુરુ માર્ગી થઇ જશે. તે તમારા આવનારા સમય માટે પ્લાનિંગ બનાવવામાં મદદ કરશે. વર્ષ ૨૦૨૦માં રાહુનું પરિવર્તન ૨૩ સપ્ટેમ્બરથી થશે. જે વૃષભ રાશીમાં પ્રવેશ કરશે. તે તમારા બળનું સ્થાન હોય છે. આમ તો રાહુ અહિયાં તમારો સાથ આપશે. તે તમારી પ્રગતીના રસ્તા ખોલશે. અને કેતુનો પ્રવેશ ભાગ્ય સ્થાનમાં થશે.

તે તમારામાં ભક્તિભાવ જગાવશે. ભાગ્ય પણ પુષ્કળ સાથ આપશે, ૨૯ સપ્ટેમ્બરના રોજ શની માર્ગી થશે. જે તમારા અટકેલા કામ પુરા કરવામાં મદદરૂપ સાબિત થશે. ૨૦ નવેમ્બરના રોજ મકર રાશીમાં એક વખત ફરી ગુરુનો પ્રવેશ થશે. તે પણ તમારા કામોને સફળ કરાવશે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.