આવી ગયો હવે પોર્ટેબલ ગેસ સ્ટવ, હવે ઘરની બહાર કોઈપણ સ્થળે બનાવો જમવાનું જાણો કેટલા રૂપિયા નો

જયારે આપણે ક્યાંક ફરવા જઈએ છીએ કે પછી કોઈ બીજી જગ્યાએ રહેવા માટે જઈએ છીએ તો સૌથી મોટો પ્રશ્ન જમવા નો હોય છે કેમ કે બહારનું ખાવાનું ખાવાથી આરોગ્ય બગડવાની સાથે સાથે પૈસાનો પણ વધુ ખર્ચ થાય છે.

તેમજ આપણે ફરવા ગયા હોઈએ ત્યારે આપણી સાથે પોતાનો ગેસ સ્ટવ તો સાથી નથી લઈ શકતા. પણ હવે નવો જમાનો આવી ગયો છે. દિવસે ને દિવસે ટેક્નોલીજીમાં ફેરફાર થતા રહે છે. જેમાંથી થોડા આપણા માટે ફાયદા કારક હોય છે, તો થોડાક ફેરફાર આપણને આળસુ પણ બનાવી દે છે. પણ આજે અમે તમારી સાથે એવા જ એક નવા સાધન વિષે વાત કરવાં જઈ રહ્યા છીએ જે ટેકનોલોજીમાં થયેલા ફેરફારને કારણે બન્યું છે. આજે અમે વાત કરીશું પોર્ટેબલ ગેસ સ્ટવની. હાં, તમે જ્યાં ફરવા જતા હોવ ત્યાં પોતાના હાથથી બનેલી આરોગ્ય વર્ધક રસોઈથીવંચિત રહી જાવ છો. પણ હવે એની ચિંતા કરવાની જરૂર નથી.

કારણ કે હવે આવી ગયું છે આ પોર્ટેબલ બ્યુટેન ગેસ સ્ટવ. આ સ્ટવના ફાયદા એ છે કે તેને તમે ક્યાય પણ લઇને જઈ શકો છો તેનું વજન માત્ર 2 કિલો ની આસપાસ છે. તેની સાથે એક સુટકેશ પણ આવે છે જેની સાથે તેને ક્યાય પણ લઈને જવું પણ સરળ થઇ જાય છે.

તેની સાથે એક 250 ગ્રામના બ્યુટેન ગેસના સીલીન્ડર આવે છે જેનું વજન માત્ર 250 ગ્રામ હોય છે નાના એવા આ બ્યુટેન ગેસના સીલીન્ડર સાથે તમે અઢી કલાક સુધી સતત ખાવાનું બનાવી શકો છો. આ નાના એવા સીલીન્ડરની કિંમત માત્ર 150 રૂપિયા છે એક વખત પૂરો થઇ જાય પછી તેને ફેકી દઈ શકો છો અને બીજો બ્યુટેન ગેસનું સીલીન્ડર નાખી શકો છો. તેની સાથે એલપીજી વાળું સીલીન્ડર પણ જોડી શકો છો. હા જો તમે આખો સ્ટવ LPG થી ચલાવા માંગો તો તમે LPG નો સિલિન્ડર પણ જોડી શકો છો. આ સ્ટવ કોઈપણ ઓનલાઈન શોપિંગ સાઈટ પર લગભગ ૨૦૦૦ ની આસપાસ મળી જશે.

ક્યાયપણ તમે બહાર જંગલ જેવા સ્થળો માં આરામ થી રહી ને ખાવા પીવાનું બનાવી શકશો અને રહેવા ખાવા પીવા નો ખર્ચ બચાવી શકો છો. ઇલેક્ટ્રિક માટે પાવર સપ્લાય મોટી સમસ્યા થાય એટલે રસોઈ માટે LPG સ્ટવ નો વિકલ્પ ફક્ત LPG સ્ટવ જ હોઈ શકે જેના માટે આ સૌથી બેસ્ટ છે.

વિડીયો (વિડીયો લોડ થતા સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.