મનીષ મલ્હોત્રા માટે મીરાએ કરાવ્યું પહેલું ફોટોશૂટ, ફોટામાં ખુબ જ સુંદર દેખાઈ બે બાળકની માં

શાહિદ કપૂર ઇન્ડસ્ટ્રીના એક એવા કલાકાર છે, જે પોતાના ઉત્તમ અભિનય અને ડાંસ માટે ઓળખાય છે. શાહિદે પોતાના અભિનયનો જાદુ ઘણી ઉત્તમ ફિલ્મોમાં પાથર્યો છે. શાહિદ કપૂર બોલીવુડના એક એવા વર્સટાઈલ કલાકાર છે જેને દરેક ઉંમરના દર્શક પસંદ કરે છે. તે રોમાન્ટિક રોલથી લઈને સીરીયસ રોલને સારી રીતે નિભાવે છે. મોટાભાગે બીઝી હોવા છતાં પણ તે પોતાની ફેમીલી માટે સમય કાઢી જ લે છે. તે અને મીરા હંમેશા સાથે જોવા મળે છે.

ખાસ કરીને મીરા અવાર નવાર પોતાના લુકને કારણે ચર્ચામાં જળવાઈ રહે છે. તે કહેવું ખોટું નહિ ગણાય કે, મીરા બોલીવુડની એવી સ્ટાર વાઈફ છે, જેની સુંદરતાની ચર્ચા દરેક કરે છે. મીરા પોતાની સુંદરતાથી બોલીવુડની મોટી મોટી હિરોઈનોને ટક્કર આપતી જોવા મળે છે. ક્યારેક કોઈ ઈવેંટથી તો ક્યારેક જીમની બહાર મીરાની ગ્લેમરસ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતી જ રહે છે. સોશિયલ મીડિયા ઈંસ્ટાગ્રામ ઉપર પણ મીરાને ૨૧ લાખ લોકો ફોલો કરે છે.

મીરાએ કરાવ્યો પહેલો ફોટોશૂટ :

હાલમાં જ મીરાએ પોતાના પસંદગીના ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે પોતાનો પહેલો ફોટોશૂટ કરાવ્યો. જેના થોડા ફોટા વાયરલ થઇ રહ્યા છે. પોતે મીરાએ ફોટોશૂટના ફોટાને પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર શેયર કર્યા છે. મીરાએ ફોટોશુટનો એક વિડીયો શેયર કર્યો અને કેપ્શન આપ્યું. ‘પરિવાર કા જશ્ન મનાએ’, ‘દોસ્તોકા જશ્ન મનાએ’, ‘જીવન કા જશ્ન મનાએ’, ‘અપને આપ કા જશ્ન મનાએ’ મીરાએ વિડીયોમાં કહ્યું, ‘મુજે લગતા હે કી મેં સબ કુછ કા જશ્ન મનાતી હું. મેરે લીએ પરિવાર, દોસ્તો ઓર એક અચ્છે પોશાક સે ભરા કમરા એક ઉત્સવ હે.’

શાહિદે કરી પ્રસંશા :

મીરાએ આગળ જણાવ્યું, નાની વસ્તુનો ઉત્સવ મનાવવો મહત્વપૂર્ણ છે. કેમ કે વાસ્તવમાં તે મહત્વ ધરાવે છે. યાદો તમારી સાથે રહે છે જયારે બીજું બધું ફીકુ પડી જાય છે, અને તમે દર વખતે યાદોને યાદ કરીને ખુશ થઇ શકો છો. મીરાના આ લુકની પ્રસંશા ઇશાન ખટ્ટર, શાહિદ કપૂર અને જાન્હવી કપૂરે પણ કરી છે. સાથે જ બોલીવુડના બીજા કલાકારોની પણ મીરાના આ લુક ઉપર કમેન્ટ આવી છે. એટલું જ નહિ ફેંસને પણ મીરાની આ તસ્વીરો ઘણી પસંદ આવી રહી છે.

#Mirarajput

Posted by Bollywood Ka Khabari on Wednesday, January 29, 2020

શાહિદ કપૂરે ૭ જુલાઈ વર્ષ ૨૦૧૫ ના રોજ મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. લગ્નના આટલા સમય પછી આજે પણ બંને વચ્ચે પ્રેમ જળવાઈ રહ્યો છે. શાહિદ અને મીરાને બે બાળકો છે જેના નામ તેમણે મીશા અને જૈન કપૂર રાખ્યા છે. શાહિદ અને મીરા બી-ટાઉનના પરફેક્ટ કપલ છે અને તે લોકોને રીલેશનશીપ અને ફેમીલી ગોલ્સ આપવાનું ચુકતા નથી.

વાત કરીએ ફિલ્મોની તો છેલ્લી વખત શાહિદ સંદીપ રેડ્ડીની ફિલ્મ ‘કબીર સિંહ’ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે કીયારા આડવાણી જોવા મળી હતી. ફિલ્મે બોક્સ ઓફીસ ઉપર જોરદાર કમાણી કરી હતી અને ૨૦૧૯ ની સૌથી મોટી ગ્રોસ ઓપનરમાંથી એક બની ગઈ. આ ફિલ્મ તેલુગુની હીટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ ની રીમેક હતી. વાત કરીએ અપકમિંગ મુવીની તો સમાચાર એ છે કે, શાહિદ ટૂંક સમયમાં જ ક્રિશ્ના ડીકેની ફિલ્મ ‘ફર્જી’ માં જોવા મળી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.