આગરા અને બરેલી થી ઉડ્યા મિરાજ 2000 વિમાન, પાકિસ્તાન માં ઘુસી ને વરસાવી દીધા બોમ્બ સળગાવી દીધા દુશ્મન

પુલવામા હુમલા પછી ભારત તરફ થી પાકિસ્તાન ને કડક જવાબ આપતા પાકિસ્તાન માં ઘુસી ને સ્ટ્રાઈક ને પાર પાડી દેવામાં આવી છે. વાયુસેના ના મિરાજ વિમાનો એ મંગળવારે સવારે ૩.૩૦ વાગ્યે બાલાકોટ અને મુજ્જ્ફરાબાદ ની આસપાસ આતંકી સ્થળો ને નિશાન બનાવ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાળલ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને આ કાર્યવાહી થી માહિતગાર કર્યા છે. એ સમાચાર આવ્યા છે કે લડાકુ વિમાનો એ આગરા અને બરેલી એયરબેસ દ્વારા ઉડાડવામાં આવ્યા હતા.

એ બધા વચ્ચે ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી અરુણ જેટલી અને સુરક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને NSA સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના ઘરે CCS ની બેઠક ચાલી રહી છે. આ બેઠક માં આગળ ની રણનીતિ ઉપર ચર્ચા થશે. પાકિસ્તાન ની આ કાર્યવાહી પછી વળતા જવાબ નો પ્રયાસ કરી શકે છે. તે ઉપરાંત એયર સ્ટ્રાઈક પછી આંતરરાષ્ટીય સમુદાય ના આધારે ભારત ની રણનીતિ વિષે પણ આ બેઠક માં ચર્ચા શક્ય છે.

પાકિસ્તાન માં મચ્યો હડબડાટ : એયર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન તરફ થી આગળ ઉપાડવામાં આવતા પગલા ઉપર પણ વાતચીત થઇ શકે છે. આ એયર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન માં હડબડાટ મચી ગયો છે અને ઇસ્લામાબાદ માં વિદેશ મંત્રાલય તરફ થી તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. પાકિસ્તાન એ આ હુમલા ની પુષ્ટિ કરી છે, આમ તો આ નુકશાની ના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે આ એયર સ્ટ્રાઈક થી ૨૦૦ થી 300 વચ્ચે આતંકી મરી ગયા છે.

ભારતીય વાયુસેના એ સવારે લગભગ ૩ વાગ્યે ૧૨ મિરાજ વિમાનો દ્વારા આ એયર સ્ટ્રાઈક પૂરી કરી છે. આ સ્ટ્રાઈક માં જેશ ના સ્થળો ને નિશાન બનાવવામાં આવ્યા છે અને જેશ ના કંટ્રોલ રૂમ અલ્ફા-૩ સંપૂર્ણ નાશ થઇ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે ભારતીય સેના અને સુરક્ષા મંત્રી બપોરે આ સંપૂર્ણ કાર્યવાહી વિષે મીડિયા ને જણાવશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.