તીખું ખાવાનું પસંદ છે તો ઘરે બનાવો મરચાનું સાલન, જાણો તેની સરળ રેસીપી.

જો તમે પણ તીખું ખાવાનું પસંદ કરો છો, તો તમારે મરચાનું સાલન જરૂર ટ્રાઈ કરવું જોઈએ, ઘણું ટેસ્ટી લાગશે.

હૈદરાબાદમાં બિરિયાનીની સાથે લગભગ દરેક લોકો મરચાનું સાલન ખાવાનું વધુ પસંદ કરે છે. પણ ઘણા લોકોને તેની રેસિપી વિષે જાણકારી ન હોવાને કારણે ઘરે બિરિયાની બનાવે ત્યારે સાલન વગર જ બિરિયાની ખાવા લાગે છે. તેથી જો તમે મરચાના સાલનની રેસિપી વિષે નથી જાણતા, તો તમારે આ લેખ જરૂર વાંચવો જોઈએ.

આ લેખમાં અમે તમને જોરદાર મરચાનું સાલન બનાવવાની રીત વિષે જણાવવા જઈ રહ્યા છીએ. મગફળી અને સુકા નારીયેલ હોવાને કારણે આ રેસિપી મસાલેદાર લાગે છે અને તેની સુગંધ ખુબ જ જોરદાર હોય છે. તે બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો, તો આવો જાણીએ તેને બનાવવાની રીત.

કુલ સમય : 25 મિનિટ

તૈયારી માટે સમય : 15 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સર્વિંગ : 3

કુકીંગ લેવલ : મીડીયમ

કોર્સ : અન્ય

કેલરી : 80

પ્રકાર : ભારતીય

જરૂરી સામગ્રી :

લીલા મરચા – 15

આંબલી – 2 ચમચી

જીરું – ½ કપ

કલોંજી – ¼ ચમચી

મીઠો લીમડો – 2 ચમચી

મીઠું – સ્વાદમુજબ

ડુંગળી – 1 કાપેલી

નારીયેલ છીણ – ¼ કપ

મગફળી – ¼ કપ

લસણની કળી – 3

લાલ મરચા પાવડર – ½ ચમચી

ગરમ મસાલા – ½ ચમચી

હળદર પાવડર – ½ ચમચી

આદુની પેસ્ટ – ½ ચમચી

તેલ – 2 ચમચી

બનાવવાની રીત :

મરચાનું સાલન બનાવવા માટે સૌથી પહેલા તમારે એક કડાઈમાં તેલ ગરમ કરીને ડુંગળીને સોનેરી શેકવાની છે. સોનેરી શેકાયા પછી તેમાં નારીયેલ અને મગફળી પણ નાખીને થોડી વાર માટે શેકી લો.

ડુંગળી, મગફળી અને નારીયેળ ઠંડા થયા પછી તેને મિક્સરમાં નાખી લો. તે ઉપરાંત મિક્સરમાં લસણની કળી અને બીજા મસાલા પાવડર પણ નાખીને એક પેસ્ટ તૈયાર કરી લો.

તેમજ તમે બધા લીલા મરચામાં વચ્ચે ચીરા પાડીને બીજ બહાર કાઢી લો. ત્યાર પછી એક પેનમાં તેલ ગરમ કરીને મરચાને નરમ થવા સુધી શેકી લો અને બીજા વાસણમાં કાઢી લો.

ત્યાર પછી તે પેનમાં જીરુ, થોડા મીઠા લીમડાના પાન અને કલોંજીનો વઘાર કરીને અને તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખીને લગભગ 6-7 મિનીટ માટે સારી રીતે શેકી લો. ત્યાર પછી તેમાં આંબલી, મીઠું, લીલા મરચા અને એક કપ પાણી નાખીને થોડી વાર પકાવ્યા પછી ગેસ બંધ કરી દો.

આ માહિતી હર જિંદગીઅને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.