મિસ શિમલા રહી ચુકી છે ‘છોટી બહુ’, 14 વર્ષ જુના ફોટામાં ઓળખવું થયું મુશ્કેલ.

IAS ઓફિસર બનવા માંગતી હતી છોટી બહુ, સોશિયલ મીડિયા પર 14 વર્ષ જુના ફોટા થઇ રહ્યા છે વાયરલ. રૂબીના દિલાઇકનું નામ નાના પડદાની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રીઓમાં આવે છે. રૂબીના ‘શક્તિ-અસ્તિત્વ કે અહસાસ કી’ માં એક કિન્નરની ભૂમિકા નિભાવીને ઘણી ફેમસ થઇ હતી. સાથે જ સીરીયલ ‘છોટી બહુ’ માં તેનું પાત્ર દર્શકોને ઘણું પસંદ આવ્યું હતું.

વહુ બનીને લોકોના દિલ જીતવા વાળી રૂબીના હવે સલમાન ખાનના શો ‘બીગ બોસ 14’ માં સ્પર્ધક બનીને દર્શકોનું મનોરંજન કરી રહી છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે રૂબીના દિલાઇક પહેલા અભિનેત્રી નહિ પરંતુ આઈએએસ અધિકારી બનવા માગતી હતી. શરુઆતમાં તેને અભિનયમાં જરા પણ રસ ન હતો, પરંતુ નસીબ તેને અભિનય ક્ષેત્રમાં લઇ આવ્યું.

વર્ષો પહેલા રૂબીનાએ ચંડીગઢની એક સ્કુલમાં ઓડીશન આપ્યું હતું અને તે ઓડીશને તેનું જીવન એકદમ બદલી નાખ્યું હતું. તે જીટીવીના ફેમસ શો ‘છોટી બહુ’ નું ઓડીશન હતું અને ઓડીશનમાં સફળ થયા પછી રૂબીનાને મુખ્ય અભિનેત્રી તરીકે પસંદ કરી હતી. આ સીરીયલને કારણે રૂબીના ઘર ઘરમાં પ્રસિદ્ધ થઇ ગઈ હતી.

સીરિયલે રૂબીનાને એટલી પ્રસિદ્ધ કરી દીધી કે ત્યાર પછી તેણે ક્યારે પણ પાછું ફરીને જોયું નહિ. તમારા માંથી ઘણા લોકો તે વાતથી અજાણ હશો કે રૂબીના વર્ષ 2006માં ‘મિસ શિમલા’ નો એવોર્ડ પોતાના નામે કરી ચુકી છે. આજના લેખમાં અને તમને રૂબીનાના થોડા એવા જુના ફોટા દેખાડીશું. જેમાં તમે અભિનેત્રીને ઓળખી નહિ શકો.

છોટી બહુ પછી રૂબીના ‘સાસ બીના સસુરાલ’, ‘પુનર્વિવાહ’ અને ‘જીની ઔર જુજુ’ જેવા શો માં જોવા મળી હતી. ‘છોટી બહુ’ માં કામ કરવા દરમિયાન રૂબીનાને શો ના મુખ્ય કલાકાર અવિનાશ સચદેવા સાથે પ્રેમ થઇ ગયો હતો. બંનેએ એક બીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા હતા. ફેંસ તેની જોડીને ખુબ પસંદ કરતા હતા, પરંતુ પાછળથી તેનો બ્રેકઅપ થઇ ગયા હતા. મીડિયામાં સમાચાર આવ્યા કે અવિનાશ રૂબીનાને લઈને સીરીયસ ન હતા, જેના કારણે જ અભિનેત્રી તેનાથી અલગ થઇ ગઈ.

રૂબીના પોતાના આરોગ્યને ઘણી ગંભીરતાથી લે છે અને દરરોજ વર્કઆઉટ કરે છે. રૂબીના કસરત અને સારી ડાયટને કારણે પોતાને ફીટ રાખે છે. રૂબીનાને ફાસ્ટ ફૂડને બદલે ઘરનું હેલ્દી ફૂડ ખાવાનું ગમે છે. નવરાશના સમયમાં રૂબીના બેલી ડાંસિંગ કરે છે. તેને બેલી ડાંસનો ઘણો શોખ છે.

જેમ કે અમે તમને જણાવ્યું રૂબીના ‘મિસ શિમલા’ રહી ચુકી છે અને હિમાચલની રહેવાસી છે, તેવામાં તેમનો મોટાભાગનો સમય હિમાચલ માં જ પસાર થયો છે. 14 વર્ષ પહેલા તેણે ‘મિસ શિમલા બ્યુટી કાંટેસ્ટ’ માં ભાગ લીધો હતો. રૂબીનાએ બ્યુટી કાંટેસ્ટના દરેક રાઉન્ડને ફૂલ કોન્ફીડન્સ સાથે ક્લીયર કર્યા હતા.

રૂબીનાએ દરેક પ્રશ્નના જવાબ સહજતાથી આપ્યા હતા અને તે ખૂબી રૂબીનામાં આજે પણ જળવાયેલી છે. બીગ બોસના ઘરમાં તે સહજતાથી પોતાનું મંતવ્ય રજુ કરતા જોવા મળી રહી છે. રૂબીનાની સ્પર્ધક દરમિયાન અને સ્પર્ધા જીત્યા પછીની ઘણી તસ્વીરો હાલના દિવસોમાં ઈન્ટરનેટ ઉપર ધમાલ મચાવી રહી છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.