દિવાળી પર આ 4 ભૂલો કરવી પડી છે ભારે, આખા પરિવારની ખુશીઓને લાગી જાય છે આગ.

દિવાળીની ખુશીને દુઃખમાં પરિવર્તિત કરી દે છે આ 4 મોટી ભૂલો, જાણી લો કઈ છે તે ભૂલો.

દિવાળી આનંદનો તહેવાર હોય છે. એટલા માટે પ્રયત્ન એવો કરવો જોઈએ કે તે દિવસે તમે દીવા અને ફટાકડામાં આગ લગાવો સંબંધોમાં નહિ. દિવાળી ઉપર હંમેશા લોકો થોડી એવી ભૂલો કરી બેસે છે, જેના લીધે તેમની દિવાળી આનંદમય નથી રહેતી. આવો જાણીએ તે ભૂલો કઈ છે.

(1) એકલા જ બધા નિર્ણય લેવા : દિવાળીનું સમગ્ર પ્લાનિંગ એકલા કરવાની ભૂલ ક્યારે પણ ન કરો. તમે જે પણ નિર્ણય લો તેમાં સમગ્ર કુટુંબને સામેલ કરો. કાલે કોઈ એમ ન કહે કે ‘આ આવું શું લઇ આવ્યા’, ‘મને પૂછવું જોઈ જોઈતું હતું ને, મને આ ન ગમ્યું’, ‘એ પેલું કામ કેમ ન કર્યું’ વગેરે. એવી કમેન્ટ્સ દિવાળીનો મૂડ ખરાબ કરી દે છે. જયારે તમે બધા પાસેથી સલાહ લો છો તેમને પણ અનુભવ થાય છે કે ઘરમાં તેમનું મહત્વ છે. તેનાથી સંબંધો તો સારા બને જ છે, સાથે જ તમારા કામ પણ બીજાની સલાહથી યોગ્ય રીતે થઇ જાય છે.

(2) દારુ પીવો : દિવાળી ઉપર પાર્ટી દરમિયાન ઘણા લોકો દારૂ પી લે છે. દિવાળી ઉપર નશો કરવાથી દુર રહેવું જોઈએ. તેનાથી ન માત્ર લક્ષ્મીજી નારાજ થાય છે, પરંતુ ઘરની દિવાળી પણ બગડી શકે છે. દારુના નશામાં માણસ ઝગડા વધુ કરે છે. તે ઉપરાંત દારુ પી ને ગાડી ચલાવવી કે ફટાકડા ફોડવા જીવલેણ હોઈ શકે છે. એટલા માટે તે દિવસે પાર્ટી જરૂર કરો પરંતુ દારુથી દુર રહો.

(3) ફટાકડાના ઝગડા : ફટાકડા દિવાળી ઉપર હંમેશા ઝગડાનું કારણ બને છે. વધુ ફટાકડા લાવવા, ઓછા લાવવા, ફોડતી વખતે આડોસ પડોસનું ધ્યાન ન રાખવું વગેરે જેવી વાતો ઝગડા ઉભા કરે છે. એટલા માટે તેનું પ્લાનિંગ પણ પહેલાથી જ કરી લો. ફટાકડા તમારા બજેટ મુજબ જ લાવો. ઘરમાં બધાને ફટાકડા ફોડવાની સમાન તક આપો. સાવચેતી રાખો. પાડોશીઓ પાસેથી મંજુરી પણ પહેલાથી જ લઇ લો. તે રીતે દિવાળીના દિવસે ઝગડાની શક્યતા દુર થઇ જશે.

(4) સંબંધીઓને અભીનંદન ન આપવા : આ સૌથી મોટી ભૂલ છે જે મોટાભાગના લોકો કરતા હોય છે. દિવાળી ઉપર તમારે તમારા તમામ સંબંધીઓ અને મિત્રોને અભીનંદન આપવા જોઈએ. જો તમે કોઈને ભૂલી જાવ તો તેને ખોટું લાગી શકે છે. આજકાલ ફોન કોલની સાથે સાથે વોટ્સઅપ ઉપર ફોટો અને વિડીયો મોકલવાનો પણ જમાનો છે. આમ તો શક્ય હોય તો કોલ મેસેજને બદલે તેમના ઘરે જઈને વડીલોના ચરણ સ્પર્શ કરીને દિવાળીની શુભકામનાઓ આપવી જોઈએ.

જો તમે આ તમામ વાતોનું ધ્યાન રાખો છો, તો તમારી દિવાળી આનંદમય રહેશે. જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.