લગ્ન પછી આટલી બદલાઈ ગઈ હતી નીતા અંબાણી, દુર્લભ ફોટામાં જુઓ બંનેના સંબંધનો પુરાવો

જુઓ લગ્ન પછી કેટલી બદલાઈ ગઈ હતી નીતા અંબાણી, ફોટો જોઈને વિશ્વાસ પણ નહિ થાય

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને બધા જ જાણે છે. મુકેશની સાથે તેમનો આખો પરિવાર ઘણો પ્રખ્યાત છે. ખાસ કરીને મુકેશની પત્ની નીતા અંબાણી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. મુકેશ અને નીતાના લગ્ન 8 માર્ચ 1985 ના રોજ થયા હતા. આવી સ્થિતિમાં, આ લોકોએ ગત સોમવારે તેમના લગ્નની 35 મી વર્ષગાંઠની ઉજવણી પણ કરી હતી.

મુકેશ અને નીતાની લવ સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. આમ તો તેમના લગ્ન એરેંજ મેરેજ જ હતા. હકીકતમાં, મુકેશની માતા કોકિલાબેને નીતાને એક ફંક્શનમાં કથક નૃત્ય કરતા જોઈ હતી. ત્યારે જ તેમને નીતા તેમના દીકરા માટે પસંદ આવી ગઈ હતી.

તે સમય દરમિયાન, મુકેશનો પરિવાર ખૂબ ધનિક હતો પરંતુ નીતા મધ્યમ વર્ગના પરિવારની દીકરી હતી. ત્યારે તે મહિનામાં માત્ર 800 રૂપિયા પગારમાં શાળાની શિક્ષિકા હતી. બાળકોને ભણાવવા ઉપરાંત નીતાને નૃત્ય અને સંગીતનો પણ ઘણો શોખ હતો. આને લીધે જ્યારે તે 20 વર્ષની હતી, ત્યારે તે મુંબઈના બિરલા માતોશ્રીમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરફોર્મ કરવા ગઈ હતી. તે સમયે મુકેશના માતા-પિતા એટલે કે કોકિલાબેન અને ધીરુભાઇ અંબાણી પણ અહીં આવ્યા હતાં.

આ બંનેને નીતાનો ડાન્સ એટલો ગમ્યો કે તેઓએ મનમાં ને મનમાં નીતાને તેમની વહુ બનાવી લીધી. ત્યાર પછી, બીજા દિવસે ધીરુભાઇ અંબાણીએ નીતાના ઘરે ફોન કર્યો અને કહ્યું કે, ધીરુભાઇ અંબાણી બોલું છું. આ સાંભળી નીતાએ તેનો ફોન કાપી નાખ્યો. પછી ધીરુભાઈએ ફરીથી ફોન કર્યો અને કહ્યું, ‘હેલો! હું ધીરુભાઈ અંબાણી બોલું છું. શું હું નીતા સાથે વાત કરી શકું છું?’ તેના ઉપર નીતાએ કહ્યું, ‘જો તમે ધીરૂભાઈ અંબાણી છો, તો હું એલિઝાબેથ ટેલર છું.’ એટલું બોલતા નીતાએ ફરીથી કોલ કાપી નાખ્યો.

હવે ફરી એક વાર નીતાના ઘરે ફોન લગાવવામાં આવ્યો. આ વખતે તેના પિતાએ ફોન ઉપાડ્યો હતો. પિતાને જ્યારે સત્યની ખબર પડી ત્યારે તેમણે નીતાને ફોન આપ્યો અને કહ્યું કે, નમ્રતાથી વાત કરજો. સામે ખરેખર ધીરુભાઈ અંબાણી છે. ત્યાર પછી નીતાએ કહ્યું ‘જય શ્રી કૃષ્ણ’ તે અંગે ધીરુભાઇએ કહ્યું કે, હું તમને મારી ઓફીસમાં આવવાનું આમંત્રણ આપી રહ્યો છું. એવું કહીને તેમણે ફોન મૂકી દીધો.

પછી મુકેશ અંબાણીએ નીતાને લગ્ન માટે પ્રસ્તાવ પણ આપ્યો હતો. એવું બન્યું કે તે બંને મુંબઇના પેડર રોડ પર કાર ડ્રાઈવિંગ ઉપર નીકળ્યા હતા. તેમની ગાડી અહીં સિગ્નલ પર અટકી. ત્યારે મુકેશે નીતાની આંખોમાં નજર નાખી અને કહ્યું, ‘તું મારી સાથે લગ્ન કરીશ?’ તેની ઉપર નીતા શરમાઈ ગઈ અને ચહેરો નીચે નમાવી લીધો. તેમણે મુકેશને કાર આગળ લઇ જવા કહ્યું.

પાછળ ઘણા વાહનો ઉભા હતા અને હોર્ન વાગી રહ્યા હતા. મુકેશે કહ્યું કે જ્યાં સુધી તમે જવાબ નહીં આપો ત્યાં સુધી હું ગાડી આગળ ચલાવીશ નહીં. થોડી વારમાં જ ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઇ ગઈ. આવી સ્થિતિમાં નીતાએ કહ્યું ‘હા .. હું કરીશ .. હું કરીશ ..’

બીજી એક રસપ્રદ વાત એ છે કે, લગ્ન પહેલા નીતાએ મુકેશની સામે એક શરત મૂકી હતી કે તે લગ્ન પછી પણ પોતાની શાળાની નોકરી છોડશે નહીં. મુકેશે તે શરતનો સ્વીકારી પણ કર્યો હતો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.