મીઠા લીમડાથી બનેલી આ 3 ચટપટી ચટણીઓથી વધારો ભોજનનો સ્વાદ.

ભોજનને ચટાકેદાર બનાવવા માટે ઘરે એકદમ સરળ રીતે બનાવો આ 3 સ્વાદિષ્ટ ચટણી. ખાવાનું ચટપટુ બનાવવા માટે ખાવા સાથે બનાવવામાં આવે છે ચટણી. આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ મીઠા લીમડા માંથી તૈયાર થતી ચટણીઓની રેસીપી.

મીઠા લીમડાનો ઉપયોગ ઘણા પ્રકારની દાળો કે પછી કઢીનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આ પાંદડાઓ સ્વાદમાં સરસ હોવા સાથે આરોગ્ય માટે પણ લાભદાયક છે. આ પાંદડાઓના વઘારથી ખાવાની સુંગધ અને સ્વાદ બંને વધી જાય છે. આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ મીઠા લીમડા માંથી તૈયાર થતી થોડી ચટપટી ચટણીઓની સરળ રેસીપી. જેને તમે સળતાથી બનાવીને ખાવાનો સ્વાદ વધારી શકો છો. આવો જાણીએ આ ચટણીઓની રેસીપી.

(1) મીઠો લીમડો અને મગફળીની ચટણી :

જરૂરી સામગ્રી :

તેલ – 1 ચમચી

લસણ – 5-6 કળીઓ

આદુ – 1 ઇંચ

લીલા મરચા – 2

મીઠો લીમડો – 100 ગ્રામ

ચણા દાળ – 2 મોટી ચમચી

મીઠું – સ્વાદ મુજબ

પાણી – જરૂર મુજબ

સરસીયાના દાણા – ½ ચમચી

બનાવવાની રીત :

એક કડાઈને ગેસ ઉપર રાખીને તેમાં થોડું તેલ નાખો અને તેલ ગરમ થઇ ગયા પછી તેમાં બધી સામગ્રીઓને એ તેલમાં નાખો.

લસણ અને આદુને સોનેરી ભૂરું થાય ત્યાં સુધી શેકો,

હવે તેમાં લગભગ અડધો કપ મીઠો લીમડો નાખો અને શેકવાનું ચાલુ રાખો.

તેને ત્યાં સુધી શેકો જ્યાં સુધી પાંદડા કુરકુરા ન થઇ જાય.

સપૂર્ણ રીતે ઠંડું કરો અને મિશ્રણને બ્લેન્ડરમાં કાઢી લો.

તેમાં ½ ચમચી કે જરૂર મુજબ મીઠું ભેળવો.

જરૂર મુજબ પાણી ભેળવીને મીક્ષરમાં ચીકણી પેસ્ટ તૈયાર કરો.

ચટણી તૈયાર છે તેને એક બાઉલમાં કાઢી લો.

વઘાર માટે એક ફ્રાઈ વાસણમાં થોડું તેલ નાખો અને તેલ ગરમ થાય એટલે તેમાં સરસીયાના દાણા નાખો.

8-10 મીઠો લીમડો અને ખડી લાલ મરચું નાખીને વઘાર તૈયાર કરો.

વઘારની ચટણીને ઉપરથી નાખો અને સાઉથ ઇન્ડીયન ઢોસા કે ઈડલી સાથે આ ચટપટી ચટણીનો સ્વાદ લો.

(2) મીઠો લીમડો અને નારીયેલની ચટણી :

જરૂરી સામગ્રી :

તેલ – 2 ચમચી

લસણ – 5-6 કળીઓ

આદુ – 1 ઇંચ

લીલા મરચા -2

મીઠો લીમડો – 100 ગ્રામ

છીણેલું કાચું નારીયેલ – 1 કપ

મગફળીના દાણા શેકેલા – 2 મોટી ચમચી

મીઠું – સ્વાદ મુજબ

પાણી – ½ કપ કે જરૂર મુજબ

દહીં – 1 કપ

સરસીયાના દાણા – ½ ચમચી

અડદની દાળ – ½ ચમચી

આખા મરચા – 2

બનાવવાની રીત :

સૌથી પહેલા ગેસ ઉપર એક વાસણ મુકો અને તેમાં તેલ નાખો.

તેલ ગરમ થાય એટલે લસણ-આદુ અને લીલા મરચા શેકો.

લસણને સોનેરી ભૂરું થાય ત્યાં સુધી શેકો.

તેમાં 1 કપ મીઠો લીમડો નાખો અને શેકવાનું ચાલુ રાખો.

જ્યાં સુધી પાંદડા કુરકુરા ન થઇ જાય ત્યાં સુધી શેકો.

તેમાં છીણેલું નારીયેલ ભેળવો અને આછું ભૂરું થાય ત્યાં સુધી શેકો.

બધી સામગ્રીઓને ઠંડી કરો અને મિશ્રણને બ્લેન્ડરમાં કાઢી લો.

તેમાં 2 ચમચી શેકેલી મગફળી અને જરૂર મુજબ મીઠું ભેળવો.

આ મિશ્રણમાં 1 કપ દહીં નાખો અને મીક્ષરમાં પેસ્ટ તૈયાર કરો.

તૈયાર પેસ્ટ કે ચટણીને એક વાસણમાં કાઢી લો.

હવે વઘાર માટે 2 ચમચી તેલ ગરમ કરીને તેમાં સરસીયાના દાણા, મીઠો લીમડો, અડદની દાળ અને ખડી લાલ મરચું નાખો.

વઘારને અલગ કરો અને ચટણીની ઉપર નાખો.

ઢોસા કે ઈડલી સાથે આ નારીયેલ અને મીઠા લીમડાની ચટણીનો આનંદ ઉઠાવો.

(3) મીઠો લીમડો અને ટમેટાની ચટણી :

જરૂરી સામગ્રી :

ઝીણા કાપેલા ટમેટા – 4

મીઠો લીમડો – 100 ગ્રામ

ઝીણા કાપેલા લીલા મરચા -2

ઝીણા કાપેલી લીલી કોથમીર પાંદડા – 1 કપ

મીઠું કે સિંધા મીઠું – સ્વાદ મુજબ

સરસીયાના દાણા – 1 ચમચી

બનાવવાની રીત :

એક કડાઈમાં તેલ નાખીને ગરમ કરો બધી વસ્તુને તેમાં ભેળવી દો.

લગભગ 10 મિનીટ માટે ટમેટાને ધીમા ગેસ ઉપર પાકવા દો, જયારે તે ટમેટા સારી રીતે ગળી ન જાય.

એક વખત જયારે તે ઠંડા પડી જાય, તો તેને મીક્ષરમાં હલાવો અને તેને ચીકણી પેસ્ટ તૈયાર કરી લો.

ચટણીને એક વાસણમાં કાઢી લો અને ઉપરથી વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ કરો.

તેલ ગરમ થાય એટલે તેમાં સરસીયાના દાણા, મીઠો લીમડો અને ખડી લાલ મરચું નાખો અને ચટણીને ઉપરથી વઘાર નાખો.

ચટણીનો સ્વાદ કોઈ પણ ભરેલા પરોઠા કે પછી સાઉથ ઇન્ડીયન ફૂડ સાથે ઉઠાવો.

આ બધા પ્રકારની ચટણીઓને તમે મીનીટોમાં સરળતાથી બનાવી શકો છો અને ખાવાનું સ્વાદિષ્ટ બનાવી શકો છો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.