ચપટીભર તેટલા મીઠાનો આ સરળ એવો ઉપાય કરી દેશે દરેક પ્રકારના તાવનો નાશ

 

બદલાતી ઋતુમાં તાવની ઝપેટ માં આવવું એક સામાન્ય વાત છે. ક્યારેક વાઈરલ ફીવરના નામ પર તો ક્યારેક મેલેરિયા જેવા નામોથી આ બધાને પોતાની ઝપેટ માં લે છે. પછી કોઈ મોટો વ્યક્તિ હોય કે કોઈ બાળક આ બીમારીની ઝપેટમાં આવીને ઘણી બધી પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. કેટલાક તાવ તો એવા છે જે ઘણા બધા દિવસો સુધી વ્યક્તિને પોતાની ઝપેટ માં રાખીને તેને પૂર્ણ રીતે નબળો બનાવી દે છે. પરંતુ ગભરાશો નહી બધા પ્રકારના તાવની એક અચૂક દવા છે શેકેલું મીઠું. આનો પ્રયોગ કોઈ પણ પ્રકારના તાવને ઉતારી દે છે.

શેકેલું મીઠું બનાવવાની વિધિ –

1. ખાવામાં ઉપયોગ આવતા સાદું મીઠું લઈને તેને તવા ઉપર નાખીને ધીમી આંચ પર શેકો. જયારે આનો કલર કોફી જેવો કાળો ભૂરો થઇ જાય તો ઉતારીને ઠંડું કરો.

2. ઠંડું થઇ જાય ત્યારે એક શીશીમાં ભરીને રાખો.

3. જયારે તમને એવો અનુભવ થવા લાગે કે તમને તાવ આવી શકે છે તો તાવ આવ્યા પહેલા એક ચાની ચમચી એક ગ્લાસ ગરમ પાણીમાં ભેળવીને લઇ લો. જયારે તમારો તાવ ઉતરી જાય તો એક ચમચી મીઠું ફરીથી લઇ લો. આવું કરવાથી તમારો તાવ ક્યારેય પાછો નહી આવે.

વિશેષ :-

1. હાઈ બ્લડ પ્રેસરના રોગીઓએ આ વિધિ અપનાવવી નહી.

2. આ પ્રયોગ એકદમ ખાલી પેટે કરવો જોઈએ ત્યાર બાદ કઈ ખાવું ન જોઈએ અને ધ્યાન રાખો કે આ દરમિયાન રોગીને ઠંડી ન લાગે.

3. જો રોગીને તરસ વધારે લાગે તો તેને પાણી ગરમ કરીને પછી ઠંડું કરીને દો.

4. અને ત્યાર બાદ તેને દૂધ અથવા હળવું દલીયા ખીચડી જેવું બનાવીને ખવડાવો.


Posted

in

, ,

by