મીઠું, કાળા મરી અને લીંબુના આ પ્રયોગથી આ ૭ બીમારીઓ કોઈપણ દવા કરતા વધુ સારી રીતે ઠીક કરી શકે છે

ઋતુ બદલાવા ઉપર લોકો હમેંશા બીમાર પડી જાય છે. એમને તાવ અને ખાંસી થઇ જાય છે, જેના કારણે વારંવાર હોસ્પિટલના આંટા મારવા પડે છે. વરસાદ આવવાનો છે તેવામાં ઘણા લોકો હવામાન ફેરફારને સરળતાથી સહન નથી કરી શકતા, અને તેમના માટે નાની એવી બીમારી પણ મોટી બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે છે.

આ નાની નાની બીમારીઓને કારણે તમારે હોસ્પિટલના ધક્કા ન ખાવા પડે, તે માટે તમે ઘરમાં જ ઘરેલું ઉપચાર કરી શકો છો. તો જાણીએ મીઠું, લીંબુ અને કાળા મરીના મિશ્રણના થોડા અલગ ફાયદા.

મીઠું, કાળા મરી અને લીંબુ :

મીઠું (૧ નાની ચમચી), કાળા મરી (૧/૨ નાની ચમચી) અને લીંબુ (થોડા ટીપા) ના રસથી ૭ પ્રકારની બીમારીઓને સારી કરી શકે છે. જી હા તમારી જાણકારી માટે નીચે જણાવેલ કે તે કઈ કઈ બીમારીઓને ઠીક કરી શકે છે.

૧. બંધ નાક ખોલવા :

આ ત્રણેનું મિશ્રણ જો ગરમ પાણી સાથે લેવામાં આવે, તો તે શરીરમાં ગરમી ઉત્પન કરીને નાકની નળીમાં થયેલ સોજાને ઓછો કરશે અને બંધ નાક ખોલશે.

૨. ગળાના દુ:ખાવામાં રાહત અપાવે :

આ મિશ્રણના એન્ટીબેક્ટેરીયલ ગુણ હોય છે જે ગળામાં ફેલાઈ રહેલ બેક્ટેરિયાનો નાશ કરીને ગળાના દુ:ખાવામાં રાહત અપાવે છે. એક મોટી ચમચી તાજા લીંબુનો રસ. ૧/૨ નાની ચમચી વાટેલ કાળા મરી અને એક નાની ચમચી ઉચી ગુણવત્તા વાળું મીઠું લઈને એક ગ્લાસ ગરમ પાણીમાં ભેળવી લો. આ મિશ્રણથી દિવસમાં ઘણી વખત કોગળા કરો તેનાથી તમને ગળાનો દુ:ખાવો અને ખાંસીથી રાહત મળશે.

૩. ગોલસ્ટોન ઠીક કરે :

જો આ ત્રણે મિશ્રણ સાથે જેતુનનું તેલ પણ ભેળવી દેવામાં આવે અને પછી તેનું સેવન કરવામાં આવે તો આ મિશ્રણ ઘણું શક્તિશાળી બની જાય છે. ત્યારે આ મિશ્રણ ગોલ બ્લેન્ડરમાં એકઠા સ્ટોન્સને ઓગાળવામાં મદદ કરે છે. પણ તે નિયમિત લેવાનું રહેશે.

૪. પા નાની ચમચી વાટેલ કાળા મરી, બે ચમચી તાજા લીંબુનો રસ, ૧ મોટી ચમચી મધ લઈને એક ગ્લાસ પાણીમાં ભેળવી લો.

રોજ સવારે ખાલી પેટ આ મિશ્રણ લેવાથી શરીરનું મેટાબોલીજ્મ ઝડપી થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

૫. દાંતના દુ:ખાવામાં રાહત :

૧/૨ નાની ચમચી વાટેલ કાળા મરી, ૧/૨ ચમચી લવિંગનું તેલ લઈને ભેળવી લો. આ મિશ્રણને ગરમ પાણીમાં ભેળવીને કોગળા કરો, તમારા દાંતનો દુ:ખાવો દુર થઇ જશે.

૬. ફ્લુ દુર કરે :

જો આ મિશ્રણને મધ સાથે ખાશો તો ફ્લુ કરવા વાળા વાયરસ અને જીવાણુંઓ દુર થઇ જાય છે.

૭. મિતલી કે એસીડીટી ઓછી કરી દે છે :

એક મોટી ચમચી લીંબુનો રસ, એક નાની ચમચી કાળા મરી લઈને એક ગ્લાસ પાણીમાં ભેળવીને ઘૂંટડે ઘૂંટડે કરીને પીવો. આ મિશ્રણ તમારા પેટમાં વધેલા એસીડને ઓછો કરી દે છે, તેથી તમને જ્યારે પણ મીતલિ કે એસીડીટીનો અહેસાસ થાય તો, આ લેવાનું ન ભૂલશો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.