મિથુન વાર્ષિક રાશિફળ 2020 : ભાગ્ય સ્થાન પર ચંદ્ર અપાવશે સફળતા, શરીર રહેશે તંદુરસ્ત જાણો આખું રાશિફળ.

મિથુન રાશી : નવા વર્ષમાં તમારી ઉપર શનીની સાડાસાતી શરુ થઇ જશે. જેના કારણે તમારે કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવાની જરૂર પડશે. ચંદ્રમાં તમારી રાશી માંથી ભાગ્ય સ્થાનમાં રહેશે. જે તમારા માટે પ્રગતીના યોગ ઉભા થઇ રહ્યા છે. આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે.

ચંદ્રમાં તમારી રાશીના ભાગ્ય સ્થળ ઉપર રહેશે, જે તમને પ્રગતી અપાવશે. આરોગ્યની દ્રષ્ટિએ નવું વર્ષ સારું રહેશે.

આ રાશી વાળા માટે નવું વર્ષ એનર્જીથી ભરેલું રહેશે. બુધ ગ્રહ તમને પુષ્કળ સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડશે. જેના કારણે તમે મહત્વના નિર્ણયો લેવામાં સફળ થઇ શકશો. બુધ સૂર્ય સાથે બુધાદીત્ય યોગ પણ ઉભા થઇ રહ્યા છે. જે એક શુભ યોગ માનવામાં આવે છે. સાથે જ ગુરુનું સારું પ્લાનિંગ બનાવવામાં તમારી મદદ કરી રહ્યા છે. જેના કારણે કોઈ પણ પ્રકારના નિર્ણય લેવામાં તમને કોઈ તકલીફ નહિ પડે.

ચંદ્રમાં તમારી રાશીમાં ભાગ્ય સ્થાન ઉપર રહેશે. જે તમને પ્રગતી, બઢતી અપાવશે. આરોગ્યની દ્રષ્ટિએ નવું વર્ષ તમારા માટે ઘણું શુભ રહેવાના અણસાર છે. આ વર્ષ તમે તમારા શરીર ઉપર વધુ ધ્યાન આપશો. ફીટ રહેવાનો પ્રયાસ કરી શકો છો. મંગલ છઠ્ઠા ભાવમાં હોવાને કારણે વિરોધી, હરીફ, કે દુશ્મન તમને હેરાન કરી શકે છે. પરંતુ ગ્રહોની શુભ સ્થિતિ તમને તમને કોઈ પણ રીતે નુકશાન નહિ પહોચાડવા દે.

શુક્રના અષ્ટમ ભાવમાં હોવાને કારણે તમારા લાઈફ પાર્ટનરનું આરોગ્ય થોડું ખરાબ રહી શકે છે. આમ તો સપ્તમ ભાવમાં બુધ, ગુરુ, સૂર્ય, કેતુ અને શનીના એક સાથે બિરાજમાન થવાથી તમારા પર્સનલ જીવનમાં અચાનક ઉતાર ચડાવ જોવા મળશે. ક્યારેક પ્રેમ તો ક્યારેક મુંજવણની સ્થિતિ ઉભી થઇ શકે છે. સપ્તમ ભાવમાં ઉભા થઇ રહેલા આ પંચગ્રહી યોગની સીધી અસર તમારા દાંપત્ય જીવન સાથે સાથે બિજનેસ, ફાઈનેંસ વગેરે જીવનના જુદા જુદા ભાગ ઉપર પડશે.

વર્ષની શરુઆતમાં તમારે ધીરજ રાખવાની જરૂર પડશે. કોઈ પણ કામ ઉતાવળમાં કરવાથી દુર રહો. વર્ષની શરુઆતમાં રાહુ તમારી રાશિમાં બિરાજમાન હોવાથી તમે યોજનાઓ બનાવી શકશો પરંતુ અટવાઈ પણ શકો છો. આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. ૨૪ જાન્યુઆરીના રોજ શની રાશી પરિવર્તન કરશે તમારી રાશીને અષ્ટમ ભાવમાં બિરાજમાન થઇ જશે.

શનીની આ દ્રષ્ટિ તમારા માટે લાભદાયક સાબિત થશે. ૩૦ માર્ચથી બૃહસ્પતી મકર રાશિમાં જતા રહેશે. જે તેની નીચી રાશી છે. શની અહિયાં પહેલાથી જ રહેલા છે. શની અને ગુરુની આ યુતિ તમારા માટે નીચભંગ રાજયોગ ઉભા થઇ રહ્યા છે. જેનો લાભ તમને તમારી કારકિર્દીમાં મળશે.

૧ મે માં રોજ શનીનું વક્રી થવું મોટી સમસ્યા ઉભી કરી શકે છે. તમારી ઉપર આરોપ પણ લાગી શકે છે. એટલા માટે તમારા કર્યોને સાવચેતી પૂર્વક કરવાની જરૂર પડશે. ૧૪ મે ના રોજ ગુર વક્રી થઇ જશે. જે તમારા અંગત જીવનને અસર કરશે. ધનની બાબતમાં લાભ થશે. ૩૦ જુનથી ધનમાં ગુરુના જવાથી તમને સ્થળ પરિવર્તનના યોગ ઉભા થઇ શકે છે.

૨૩ સપ્ટેમ્બરના રોજ રાહુ રાશી પરિવર્તન કરી વૃષભ રાશિમાં આવી જશે. જે તમારી રાશીના ૧૨માં સ્થાનમાં હશે. જે વ્યયનું સ્થાન માનવામાં આવે છે. જેની ચર્ચામાં વધારો થશે. આમ તો વિદેશ જવા માટે વિચારતા લોકો તે સમય દરમિયાન પોતાના સપના પુરા કરી શકે છે. ૨૯ સપ્ટેમ્બરના રોજ શની માર્ગી થવાથી તમારા માન સન્માનમાં વધારાની શક્યતા છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.