મિથુનની પહેલી પત્ની આજીવિકા માટે કરવા લાગી છે આ કામ, સુંદરતા જોઈને દીવાના થયા હતા મિથુન

એક સમય હતો જયારે મિથુન ચક્રવર્તીની ગણતરી બોલીવુડના જાણીતા કલાકાર અને ડાંસરમાં કરવામાં આવતી હતી. મિથુન ચક્રવર્તી જેટલો વધુ પોતાની ધંધાકીય જીવનને લઈને સમાચારમાં રહ્યા છે એટલુ જ તેમનું અંગત જીવનની પણ ચર્ચિત રહેલુ છે.

મિથુન ચક્રવર્તી કદાચ બોલીવુડનો પહેલો એવો કલાકાર હતો જેમની ફિલ્મો ખુબ ઓછા બજેટની હોવા છતાં પણ કરોડોનો ધંધો કરતી હતી. મિથુન ચક્રવર્તીની પહેલી પત્ની. કદાચ તમે એ નહિ જાણતા હોવ કે મિથુન ચક્રવર્તીનું બાળપણનું નામ ગૌરાંગ ચક્રવર્તી હતું અને મિથુન ચક્રવર્તીનો જન્મ જુન ૧૯૫૦ માં થયેલ હતો.

મિથુન ચક્રવર્તીએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ ૧૯૭૬ માં ‘મૃગયા’ થી કરેલ હતી. તે આજે પણ ઘણી મોટી ફિલ્મોમાં જોવામાં આવે છે. કહેવામાં આવે છે કે સમય સાથે મિથુન ચક્રવર્તીના અભિનયમાં વધુ નિખાર આવી રહેલ છે. બોલીવુડના જાણીતા કલાકાર અને ડાન્સર્સમાં કુશળ મિથુન ચક્રવર્તીનું જીવન ક્યારેય સરળ નથી રહ્યું.

બોલીવુડમાં ડિસ્કો ડાંસરથી જાણીતા થયા પછી મિથુન ચક્રવર્તીનું અંગત જીવન હંમેશા ચર્ચામાં રહ્યું. જો અમે વાત મિથુન ચક્રવર્તીના અંગત જીવનની કરીએ, તો સૌથી પહેલા વાત એ છે કે તેમણે બે લગ્ન કર્યા હતા. મિથુન ચક્રવર્તીની પહેલી પત્ની હેલેના લ્યુક છે, જે ૭૦ ના દશકમાં ફેશનની દુનિયામાં ઘણી જાણીતી હતી.

કહેવામાં આવે છે કે હેલેના એટલી સુંદર હતી કે મિથુન ચક્રવર્તીને તેને જોતા જ પ્રેમ થઇ ગયો હતો. પણ જેમ કે બોલીવુડની દુનિયાનો નિયમ છે કોઈ હંમેશા માટે નથી રહેતા, તેવી જ રીતે હેલેના પણ એક દિવસ ગાયબ થઇ ગઈ.

આજે અમે તમને બોલીવુડની કલાકાર હેલેના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે બોલીવુડમાં ચાર ફિલ્મો કર્યા પછી બોલીવુડની દુનિયા છોડી દીધી. હેલેના લ્યુકએ વર્ષ ૧૯૮૦ માં બોલીવુડ ફિલ્મ ‘જુદાઈ’થી ડેબ્યુ કરેલ. ત્યાર પછી તે ‘સાથ સાથ’ અને ‘એક નયા રીસ્તા’ માં જોવા મળેલ.

તમને જણાવી દઈએ કે હેલેના અને મિથુન ચક્રવર્તીએ લગ્ન કર્યા હતા. પણ મિથુન ચક્રવર્તીની હેલેના સાથે લગ્ન પહેલા હિરોઈન સારિકા સાથે અફેયર પણ હતું. સારિકા સાથે બ્રેકઅપ પછી મિથુનએ હેલેના સાથે લગ્ન કર્યા હતા. મિથુન ચક્રવર્તી સાથે મળતા પહેલા હેલેનાનું જાવેદ ખાન સાથે બ્રેકઅપ થયું હતું. એટલે કે બન્નેને એક બીજાની જરૂર હતી અને બન્નેએ લગ્ન કરી લીધા.

પણ બન્નેના લગ્ન માત્ર ૪ મહિના જ ટકી શક્ય. તેનું કારણ મિથુન ચક્રવર્તીનું યોગિતા બાલી સાથે અફેયર હતું. મિથુન ચક્રવર્તી સાથે છુટાછેડા પછી હેલેના હવે ન્યુયોર્કમાં રહે છે અને એક એયરલાઈન્સમાં વિમાન એટેન્ડન્સનું કામ કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.