મોઢાના છાલા ઠીક કરવાના સૌથી સસ્તો અને સરળ હોમિયોપેથી ઉપાય જાણો એ દવા

મોઢામાં છાલા પડવા ની સમસ્યા હમેશા પેટની ગડબડ થી થાય છે. આ છાલા ક્યારેક જીભની અણી ઉપર તો ક્યારેક આખી જીભ ઉપર નીકળે છે. છાલા ને કારણે મોઢામાંથી વારવાર પાણી આવવા લાગે છે. આ છાલા માં બળતરા અને દુખાવો થાય છે. હોઠ ઉપર પણ છાલા આવી જાય છે. મોઢામાં છાલા પડી ગયા છે તો તેનો સીધો જ અર્થ થાય કે તમારું પેટ સાફ નથી થઇ રહ્યું અને મોટું આતરડું કચરાથી ભરેલું છે. તેના માટે એક સરળ ઉપાય છે કે પાણી ને સીપ સીપ કરીને પીવો. જેવું મોટું આતરડું સાફ થઇ જશે છાલા ક્યારેય નહી થાય.

વિડીયો અને એની નીચે નાં પેરેગ્રાફ માં જુઓ જલ્દી સારું થવા નો ઈલાજ

એક હોમીયોપેથીસ દવાનું નામ જણાવી દઉં છું જે તમને હોમીયોપેથીક ની દુકાન ઉપર થી મળી જશે જે મોટા આતરડા ને ખુબ જ ઝડપથી સાફ કરે છે. આ દવાનું નામ છે. બોરાક્ષ જી હા બોરાક્ષ. આ દવા ટંકણખાર (હિન્દી માં સુહાગા અને અંગ્રેજી માં બોરેક્ષ) માંથી બનાવવામાં આવેલ છે. જે પેટ સાફ કરવામાં સૌથો ઝડપી કામ કરે છે. તેની તમે ૩૦ થી ૨૦૦ પોટેસી માંથી ફક્ત ૩ ડોઝ લેવાથી જ તમારું મોટું આંતરડું સાફ થઇ જશે. પાણી જે કરશે તે ધીમે ધીમે કામ કરશે. બાગભટ્ટ જી કહે છે કે ઝડપી ના ચક્કર માં ન પડવું જોઈએ કેમ કે જે બીમારી ધીરે ધીરે આવી છે તે ધીરે ધીરે જ જશે.

મોઢાનું અલ્સર ખુબ સામાન્ય છે અને ઓરલ સ્વસ્થ સામાન્ય લોકોમાં લગભગ ૨૦ ટકા જેવાને અસર કરે છે. તે ઉપરાંત છાલા વાળા અલ્સર તરીકે ઓળખવામાં આવતા અલ્સરમાં આપણામાંથી મોટાભાગના લોકોના જીવનમાં ઓછામાં ઓછું એક વખત જરૂર થયેલ હોય છે. આમ તો મોઢાના અલ્સર મહિલાઓમાં વધારે જોવા મળે છે. પણ તે વયસ્કો અને બાળકોને પણ અસર કરી શકે છે. આ પીડાદાયક મોઢાના છાલાના કારણ જાણીને આપણે સહેલાઇથી તેને અટકાવી શકીએ છીએ. અહિયાં મોઢાના છાલાના સામાન્ય કારણો વિષે જાણકારી આપવામાં આવેલ છે.

(૧) થોડા ખાદ્ય પદાર્થો

લીંબુ, ટમેટા, સંતરા, સ્ટ્રોબેરી અને અંજીર જેવા ખાટા ફળ અને શાકભાજી જેવા કે ખાદ્ય પદાર્થ મોઢાના છાલા માટે ટ્રીગર તરીકે કામ કરે છે. બીજા આહાર સ્ત્રોત જેવા કે ચોકલેટ, બદામ, મગફળી, ઘઉંનો લોટ અને બદામ વગેરે મોઢાના છાલાને મોટા જોખમમાં મૂકી શકે છે.

(૩) ઓરલ હાયજીનથી જોડાયેલ વાતો

કડક ખાદ્ય પદાર્થો ચાવવા, વધુ પ્રમાણમાં બ્રશ કરવું અને બ્રેસીસ ની યોગ્ય પ્રકારનું ફીટીંગ વગેરે મોટાભાગના લોકોને પણ મોઢાના છાલાનું કારણ હોય છે. અમુક લોકોમાં સોડીયમ સલ્ફેટ વાળા ટુથપેસ્ટ નો ઉપયોગ પણ આ તકલીફને વધારી શકે છે.

(૪) તણાવ અને ચિંતા

તમે જયારે ઉદાસ કે ચિંતિત રહો છો તો તમારા શરીર સાથે મોઢાના અલ્સર ને પણ અસર કરનારા કેમિકલ નો સ્ત્રાવ થાય છે. તેથી જે લોકો હમેશા તણાવમાં ચિંતા માં રહે છે તેને મોઢામાં છાલા થવાનું મોટું જોખમ રહે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.