મોબાઈલ ચાર્જીંગમાં હતો, ફોન કાન પર ચીપકેલો હતો અને અંગુઠો બળી ગયેલ હતો ; યુવાનનું મૃત્યુ.

ગોરખપુરના બાંસગામના મસુરીયા ગામમાં કરંટથી એક યુવાનનું મૃત્યુ થઇ ગયું. શક્યતા જણાઈ રહી છે કે મોબાઈલમાં કરંટ ઉતરવાથી તેનું મૃત્યુ થયું.

ફોનની બેટરી ઓછી થવાથી આપણે બધા વહેલામાં વહેલી તકે ચાર્જર શોધવા લાગીએ છીએ. તેવામાં જો કોઈ અગત્યનો ફોન આવી જાય તો ફોનને ચાર્જર ઉપર લગાવી રાખીને જ વાત કરવા લાગી જઈએ છીએ અને વાતો એટલી લાંબી ચાલવા લાગે છે, જો તમે પણ એમ કરો છો? તો થઇ જાવ સાવચેત, કેમ કે તે તમારા જીવ માટે જોખમી બની શકે છે. ગોરખપુરમાં એવી જ એક ઘટના સામે આવી છે.

ગોરખપુરમાં બાંસગામના મસુરિયા ગામમાં કરંટ લાગવાથી એક યુવાનનું મૃત્યુ થઇ ગયું. તે રાતના ભોજન કર્યા પછી પોતાના રૂમમાં સુવા માટે ગયો હતો. સવારે લોકો જગાડવા ગયા તો લાશ મળી. કામ ઉપર મોબાઈલ ફોન ચોટેલો હતી અને અંગુઠો દાઝેલો હતો.

બાંસગામ પત્રકારના જણાવ્યા મુજબ સાર્વજનિક આરોગ્ય કેન્દ્રના ડોકટરોએ જણાવ્યું કે યુવકના એક હાથનો અંગુઠો ખરાબ રીતે દાઝી ઘયો હતો. પરીવાર વાળાઓએ જયારે તેને જોયો હતો તો કાન ઉપર મોબાઈલ ચોટેલો હતો અને મોબાઈલ સાથે જોડાયેલું ચાર્જર ઇલેક્ટ્રિકના બોર્ડમાં લાગેલું હતું. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મોબાઈલમાં કરંટ ઉતર્યો હશે.

બોર્ડના મુખ્ય વાયરમાંથી ઉતર્યો કરંટ, યુવાનનું મૃત્યુ :-

બીજી તરફ ગોરખપુરમાં વીજળી બોર્ડના મુખ્ય વાયરમાંથી કરંટ ઉતરવાને કારણે સહજનવા પોલીસ સ્ટેશન વિસ્તારના ગાહાસાડ વોર્ડ નંબર ત્રણમાં અનુજ ગુપ્તાનું મૃત્યુ થઇ ગયું. અનુજ ભીટી રાવતમાં મસાલા એજન્સી ચલાવતા હતા. સુઈને ઉઠ્યા પછી તે ઘરની બહાર નીકળીને કોઈ સાથે વાત કરી રહ્યો હતો. તે દરમિયાન હાથ મુખ્ય વાયરને સ્પર્શી ગયો.

પરિવારવાળા તેને લઈને હોસ્પીયલ પહોચ્યા, જ્યાં ડોકટરોએ તેને મુત્યુ પામેલા જાહેર કરી દીધા. ઇલેક્ટ્રિક વિભાગના એસડીઓ સુનીલ રામે કહ્યું કે ઘટનાની તપાસ થઇ છે. બોર્ડના મુખ્ય વાયરથી નહિ પરંતુ ઘરમાં ઇન્વર્ટર ઠીક કરતી વખતે વીજળીનો ઝટકો લાગ્યો છે. તેમાં વિભાગની કોઈ જવાબદારી નથી થતી. ચાર્જ નિરીક્ષક દિલીપ કુમાર સિંહે કહ્યું કે પોસ્ટમોર્ટમ રીપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.