જાણો તારીખ લંબાવી છે ઘરે બેઠા આવી રીતે કરી શકશો મોબાઈલ નંબરને આધાર સાથે લીંક

મોબાઈલ નંબરને આધાર સાથે લીંક કરાવવાની છેલ્લી તિથી ૩૧ માર્ચ ૨૦૧૮ થઇ ગઈ છે. જે હજુ ઘણી વાર પાછી ઠેલાવા ની શક્યતા છે. જે લોકો પોતાના સીમને આધાર સાથે લીંક નથી કરાવી શક્યા તેમની પાસે હજુ ઘણો સમય બચ્યો છે. આના માટે ભારત સરકાર હવેના દિવસોમાં જન સુવિધા માટે એક નંબર આપી શકે છે. જેની મદદથી તમે ઘરે બેઠા સીમને આધાર સાથે લીંક કરી શકશો. આમ તો આધાર લીંક કરાવું ઘણું જોખમી છે લીંક કરાવ્યા પછી ઘણા કમ્પ્નીયો નાં ને અનજાન મેસેજ નો મારો ખુબ વધી જાય છે.

કેન્દ્રીય સંચાર મંત્રી મનોજ સિંહાએ જણાવ્યું છે. તેમને કહ્યું કે મોબાઈલને આધાર સાથે લીંક કરવામાં સરળતા રહે તે માટે સરકારે ઘણા પગલા ઉઠાવ્યા છે. ટેલીકોમ કંપનીઓને કહ્યું કે તે ગ્રાહકોના ઘરે જઈને મોબાઈલને આધાર સાથે લીંક કરવા સિવાય તેમને વન ટાઇમ પાસવર્ડ દ્વારા આ પ્રક્રિયાને પૂરી કરવાની સુવિધા શરુ કરે.

સરકાર આપશે એક નંબર : મોબાઈલ નંબરને આધાર સાથે લીંક કરાવવા માટે તમારે સ્ટોરના ચક્કર કાપવા નહી પડે. સરકાર જલ્દી જ સામાન્ય લોકોના ઘરે બેઠા મોબાઈલને આધાર સાથે લીંક કરાવવાની સુવિધા આપશે. એટલે કે તમારે ક્યાય જવું નહી પડે અને તમારો મોબાઈલ નંબર તમારા આધાર સાથે જોડાઈ જશે. આ આખી પ્રોસેસ એક ‘ઓટીપી’ દ્વારા કરવામાં આવશે.

સ્ટેપ : ૧

તેના માટે એક નંબર આપવામાં આવશે. જેને પણ પોતાના મોબાઈલને આધાર સાથે લીંક કરાવવો હોય. તેણે આના પર આધાર નંબર મેસેજ કરવો પડશે.

સ્ટેપ : ૨

આધાર નંબર મેસેજ કરતા જ તમેં રજીસ્ટર કરાવેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. આ ઓટીપીને પાછો તે જ નંબર પર મોકલવો પડશે.

સ્ટેપ : ૩

સરકાર દ્વારા આપેલ નંબર પર ઓટીપી આવતા જ તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક થઇ જશે.
અહી તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે, જો તમારી પાસે બે મોબાઈલ છે જેમાં એક આધાર કાર્ડ સાથે રજીસ્ટર કરાવેલ છે તો ઓટીપી તે જ મોબાઈલ પર આવશે. ઉદાહરણ તરીકે – કોઈ વ્યક્તિ જોડે બે મોબાઈલ છે A અને B, તે વ્યક્તિના આધાર કાર્ડમાં A નંબર રજીસ્ટર કરાવેલ છે અને જો તે Bનંબરને પોતાના આધાર કાર્ડ સાથે લીંક કરાવવા માંગે છે તો તેણે સરકાર દ્વારા આપેલ નંબર પર B માંથી આધાર નંબર મેસેજ કરવો પડશે જેનો ઓટીપી A પર આવશે. ઓટીપી મળતા જ તે B ફોનમાંથી પાછો તે જ નંબર પર ઓટીપી મોકલી દેશે અને તેનો B ફોન આધાર સાથે લીંક થઇ જશે. આ રીતે તમારા ઘરના બધા મોબાઈલ નંબર ઘરે બેઠા આધાર સાથે લિંક થઇ જશે.

અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ મેસેજ સેવા નાં નંબર ટૂંક સમય માં આવી જશે. અને સુપ્રીમ કોર્ટે ખાસ સરકાર અને ટેલીકોમ કંપનીઓ ને કહ્યું છે કે તમે લોકો આધાર સાથે મોબાઈલ લીંક કરાવા માટે ગ્રાહકો ને ડરાવી રહ્યા છો ને મેસેજ પર મેસેજ મોકલો છો જે યોગ્ય નથી. સરકાર તરફ થી કહેવાયું કે એક જ વાર મેસેજ મોકલવા માં આવે છે ત્યારે ખુદ જજે કહ્યું કે મારી પર જ ઘણા મેસેજ આવી ગયા છે.

વિડીયો