આજકાલના ટેકનીકલ યુગમાં ઘણા બધા સાધનો આપણી સમક્ષ આવી ગયા છે, અને એ બધા સાધનોનો આપણે પુષ્કળ ઉપયોગ પણ કરીએ છીએ. પરંતુ તે વાપરવામાં પણ આપણે થોડી કાળજી રાખવી જોઈએ, જેથી આપણે કોઈ દુર્ઘટનાથી બચી શકીએ. આવી જ એક મોબાઈલ દુર્ઘટનાની અને તેને પણ વાપરવા માટે કેવી કેવી કાળજી રાખવી જોઈએ તેના વિષે આપણે જાણીએ.
કેમ ઓશિકા નીચે ક્યારે પણ રાખીને ન ઊંઘવું જોઈએ ફોન?
રાજસ્થાનના ચોત્તોડગઢમાં મોબાઈલ ફાટવાની ઘટના સામે આવી છે. ઘટના ૬૦ વર્ષના કિશોર સિંહ નામના વ્યક્તિ સાથે બની. વ્યક્તિ મોબાઈલ પોતાની સાથે રાખીને ઊંઘી રહ્યો હતો. રાત્રે ૨.૩૦ વાગ્યાની આસપાસ તેની ઊંઘ ઉડી અને અચાનક મોબાઈલ ફોનમાં ધડાકો થઇ ગયો. તેના કપડા બળવા લાગ્યા. થોડી જ મીનીટોમાં આગ એ વ્યક્તિના શરીરને પકડી લીધું. તેને તરત હોસ્પિટલ લઇ ગયા પરંતુ ત્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી દીધો.
મોબાઈલ ફાટવાનો આ પહેલો આવો કિસ્સો નથી, જેણે કોઈને મૃત્યુ આપ્યું કે ઘાયલ કર્યા છે. કોઈપણ દિવસે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણી વખત આપણી ભૂલને લઇને જ જોખમ વધી જાય છે. આવા સમયે અમે ૧૦ એવી ભૂલો જણાવી રહ્યા છીએ જે તમારે ફોન સાથે ક્યારે પણ ન કરવી જોઈએ.
૧૦ સેફટી ટીપ્સ જે મોબાઈલ રાખતા દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.
૧. ક્યારે પણ ફોનને ઓશિકાની નીચે રાખીને ન ઊંઘો. તેનાથી ડીવાઈસનું ટેમ્પરેચર વધી જાય છે. ડીવાઈસ ઉપર પ્રેસર પણ ક્રિએટ થાય છે. તેનાથી હીટ જનરેટ થવાની શક્યતા વધી જાય છે.
૨. મોબાઈલ ક્યારે પણ શર્ટ કે સ્વેટરના ઉપરના ખિસ્સા માં ન રાખો. તેનાથી રેડીયેશનનું જોખમ તો થાય જ છે સાથે જ શર્ટ, સ્વેટરમાં આગ વધુ ઝડપથી ફેલાય છે.
૩. ફોનને રાત આખી માટે ચાર્જમાં લગાવીને ન રાખો.
૪. ચાર્જીંગ વખતે ફોનને ક્યારેય પણ એવી વસ્તુની પાસે ન મુકો જે સરળતાથી આગ પકડી શકતી હોય જેમ કે કપડા કે બેડ શીટ.
૫. ક્યારે પણ ડુપ્લીકેટ ચાર્જર અને એડેપ્ટરનો ઉપયોગ ન કરો.
૬. ક્યારે પણ ડુપ્લીકેટ બેટરી પણ ન ખરીદો. તે ક્યારે પણ ફાટી શકે છે. હંમેશા કંપનીની બેટરી વાપરો.
૭. ગાડીના ડેશબોર્ડ કે ક્યાય પણ એવી જગ્યાએ રાખીને ફોનને ચાર્જ ન કરો જ્યાં સૂર્યનો સીધો પ્રકાશ આવતો હોય.
૮. મોબાઈલ કવર કે કેસને કાઢ્યા પછી જ ફોનને ચાર્જ કરો.
૯. ફોન ખરાબ થઇ જાય તો ઓથોરાઈઝડ સેન્ટર ઉપર જ રીપેર કરાવો. લોકલ શોપથી દુર રહો.
૧૦. ફોન જો ગરમ થઇ રહ્યો છે તો તેને ફરી ચાર્જ ન કરો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.