જો તમારો મોબાઈલ ધીમો ચાર્જ થાય છે? તો આ રીત થી તમે ૩૦% સુધી ઝડપી ચાર્જીંગ કરી શકો છો

 

મિત્રો જો તમારો મોબાઈલ ફોન ઘણો જ ધીમો ચાર્જ થાય છે તો તેની પાછળ ઘણા એવા કારણો છે. આજે અમે તમને મોબાઈલ ના ધીમા ચાર્જીંગ વિષે અને જલ્દી ચાર્જીંગ કરવા વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જો તમારી પાસે એવું ચાર્જર છે જે ઘણું ઝડપથી ચાર્જીંગ કરે છે તો તમે આ રીત અપનાવ્યા પછી તેના કરતા પણ ઝડપથી ફોન ચાર્જીંગ કરી શકશો. આ રીત અપનાવ્યા પછી તમારો ફોન ૨૫-૩૦ % વધુ ઝડપથી ચર્જ થશે.

તો સૌથી પહેલા તમારે સેટિંગમાં જઈને ડેવલપર ઓપ્શન એનેબલ કરવું પડશે. તેના માટે ૭ વખત બીલ્ડ વર્જન ઉપર ક્લિક કરવું પડશે. તે કર્યા પછી ડેવલપર ઓપ્શન ખુલશે, ડેવલપર ઓપ્શનમાં ગયા પછી તમને USB configurations ઓપ્શન માં જવું પડશે, પછી તેમાં charging ઓપ્શનને યુજ કરવું પડશે. હવે તેને ચાર્જીંગ ઉપર લગાવશો તો વધુ ઝડપથી ચાર્જ થશે.

બીજી વાત જયારે પણ ફોન ચાર્જીંગ ઉપર મુકો છો તો power sattigs માં જઈને battery ઓપ્શન સિલેક્ટ કરીને power saving mode પસંદ કરો.

ત્રીજી વાત જે એ છે કે હમેશા ઓરોજીનલ ચાર્જરનો જ ઉપયોગ કરો જે તમારા મોબાઈલ સાથે તમને મળેલ છે. કોઈ બીજા ચાર્જર નો ઉપયોગ ન કરો. કેમ કે બીજા ચાર્જર થી ચાર્જીંગ તો ધીમું થશે જ તેનાથી બેટરી ખરાબ થવાનો પણ ભય રહે છે. તેથી હમેશા સારી ગુણવત્તા વાળું ચાર્જર જ ઉપયોગ કરો.

ચોથી વાત મિત્રો એ છે કે આજકાલ બધા બેકકવર નો ઉપયોગ કરે છે. જેથી તમારી સ્ક્રીન તૂટી ન જાય કે સ્ક્રેચ ન પડે ફોન ઉપર તેથી બેક કવર નો ઉપયોગ કરીએ છીએ. પણ ફોન ચાર્જ કરતી વખતે તે એક ખરાબ વાત છે કેમ કે મોબાઈલ ચાર્જીંગ વખતે જે હીટ બહાર નીકળે છે તે કવર વાપરવાથી તે હીટ ટ્રેપ થઇ જાય છે. તો ચાર્જીંગ વખતે બેક કવર કાઢી નાખવું જોઈએ. તેનાથી બેટરી ખુબ ઝડપથી ચાર્જીંગ થાય છે. કેમ કે ફોન ગરમ હોવાથી બેટરીની એફીસીયંસી ઓછી થઇ જાય છે.

મિત્રો જો તમે મોબાઈલ બંધ કરીને બેટરી ચાર્જ કરશો તો બેટરી ખુબ જલ્દી ચાર્જ થશે કેમ કે બેટરી પાવર કોઈપણ એપ્લીકેશનના ડ્રેન નહી થાય. જો તમે તમારો ફોન બંધ કરીને નથી રાખી શકતા તો એયરપ્લેન મોડ ઉપર પણ નાખી શકો છો. એયરપ્લેન મોડ ઉપર નાખવાથી ઘણી બધી વસ્તુઓ બંધ થઇ જાય છે. કેમ કે તમારું જે નેટવર્ક સિગ્નલ હોય છે જેને કારણે બેટરી જલ્દી ઉતરે છે તે બંધ થઇ જાય છે અને બેટરી ઝડપી ચાર્જ થવા લાગશે. સૌથી સારું છે જો ફોન સ્વીચ ઓફ કરીને ચાર્જ કરો.

મિત્રો ઘણી વખત આપણો ડેટા કેબલ ખરાબ થઇ જાય છે, આપણે ચાર્જર તો ઓરીજીનલ ઉપયોગ કરીએ છીએ પણ ઘણી વખત ડુપ્લીકેટ કેબલ ઉપયોગ કરીએ છીએ. તેનાથી પણ આપણી બેટરી ચાર્જીંગ ઉપર નેગેટીવ અસર થઇ શકે છે. તો તમે સારા કેબલનો ઉપયોગ કરો, અને એ જાણવું હોય તો કેબલ કેટલો સારો છે તો તેના માટે એક એપ છે જેનું નામ છે Ampere આ તમને ચોક્કસ જણાવશે કે ક્યાં કેબલ ઉપર ચાર્જ થઇ રહેલ છે. તમે એક બે કેબલ બદલીને જોઈ શકો છો તમે જોશો કે કેબલને કારણે પણ ચાર્જીંગ ઉપર અસર પડે છે. આ એપ થી તમે અને બીજા પેરામિટર્સ પણ ટ્રેપ કરી શકો છો.

તો મિત્રો આ ૬-૭ વસ્તુ છે જેનાથી તમે ઘણું ઝડપથી મોબાઈલ ચાર્જ કરી શકો છો.