લેવડદેવડ હોય કે મોબાઈલ પોર્ટ, હવેથી બદલાય ગયા છે આ 2 નિયમ

જો તમારે ઓનલાઈન ટ્રાન્ઝેકશન અથવા મોબાઈલ પોર્ટિબિલિટી કરવી છે તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતમાં 16 ડિસેમ્બર એટલે કે સોમવારથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને મોબાઈલ પોર્ટિબિલિટીના નિયમોમાં પરિવર્તન થયા છે. આવો જાણીએ આ પરિવર્તન વિષે.

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હવે કોઈ પણ સમયે :

નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર NEFT દ્વારા કોઈ પણ સમયે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધા રજા સહીત અઠવાડિયાના સાતેય દિવસ ઉપલબ્ધ થશે. એનો અર્થ એ થયો કે, હવે તમે ક્યારેય પણ કોઈ પણ સમયે NEFT દ્વારા પૈસાની ઓનલાઈન લેવડદેવડ કરી શકો છો.

અહીં જણાવી દઈએ કે, એનઈએફટી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની એક રીત છે. એના અંતર્ગત તમે એક સમયમાં 2 લાખ રૂપિયાની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી શકો છો. આ ફેરફાર પહેલાની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં એનઈએફટી ટ્રાંઝેક્શન સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી થતું હતું. તેમજ પહેલા અને ત્રીજા શનિવારે સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી કલાકના આધાર પર કરવામાં આવતું હતું. આને લઈને હાલમાં જ રિઝર્વ બેંકે એક નોટિફિકેશન જાહેર કર્યું છે.

નંબર પોર્ટિબિલિટી હવે થોડા દિવસોમાં :

જો તમે મોબાઈલ નંબર પોર્ટ કરવાનું વિચારી રહ્યા છો, તો 16 ડિસેમ્બરથી તમારું કામ સરળ થઈ ગયું છે. હવે તમે ફક્ત 3 કામકાજના દિવસોમાં નંબરને પોર્ટ કરાવી શકશો. આ પહેલાના દિવસોની વાત કરીએ તો મોબાઈલ નંબર પોર્ટ કરાવવામાં 15-20 દિવસ લાગતા હતા. જો કે બીજા સર્કલમાં નંબર પોર્ટ 5 કામકાજના દિવસોમાં કરાવી શકશો. આ પરિવર્તન માટે 10 થી 15 ડિસેમ્બર સુધી પોર્ટિન્ગ બંધ રાખવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે, 15 ડિસેમ્બરથી નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. અર્થ એ છે કે ગાડીની વિંડ સ્ક્રીન પર ફાસ્ટેગ લગાવવું પડશે. જો તમે એવું નહિ કર્યું તો ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેનમાં એન્ટ્રી કરી લીધી તો તમારે દંડ આપવો પડશે. આ દંડ ડબલ ટોલ ટેક્સના રૂપમાં લેવામાં આવશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.