16 ડિસેમ્બરથી બદલાઇ જશે તમારા મોબાઈલ સીમ સાથે જોડાયેલ આ નિયમ, જાણી લો નહિ તો થશે નુકશાન

એરટેલ, વોડાફોન આઈડિયા અને જીઓએ આ મહિનાથી પોતાના નવા ટેરિફ પ્લાન્સ લાગુ કાર્ય છે. આમની તુલના કર્યા પછી જો તમે ઈચ્છો છો કે, તમે વર્તમાનમાં જે પણ સર્વિસ પ્રોવાઈડરની સેવાઓ લઇ રહ્યા છો તેના સિવાય બીજા કોઈ પર પોર્ટ કરી લેશો તો આવું થઇ શકશે નહિ.

જો તમે પોતાની મોબાઈલ કંપની સર્વિસથી પરેશાન છો અને બીજી કંપની પાસે જવા માંગો છો, તો તમારે થોડું થોભવું પડશે. આનું કારણ એ છે કે 16 ડિસેમ્બરથી મોબાઈલ નંબર પ્રોટેબીલીટીને લઈને નિયમ બદલવા જઈ રહ્યા છે અને આ કારણે 15 ડિસેમ્બર સુધી પ્રક્રિયા પર રોક લાગી ગઈ છે. તેના પછી 16 ડિસેમ્બરથી પ્રક્રિયા શરુ થઇ જશે સાથે જ આમાં સમય પણ ઓછો લાગવાનો છે.

નવા નિયમ લાગુ થયા પછી પોતાનો મબાઈલ નંબર એક ટેલિકોમ ઓપરેટરથી બીજા ટેલિકોમ ઓપરેટરમાં પોર્ટ કરવામાં પહેલાથી વધારે સરળ અને સસ્તું થઇ જશે. ટ્રાઇએ સંશોધિત મોબાઈલ નંબર પોર્ટેબિલિટી પ્રક્રિયા માટે સાર્વજનિક નોટિસ જાહેર કરી છે.

ટ્રાઇએ જણાવ્યું કે, આ અવધિમાં વિશિષ્ટ પોર્ટિન્ગ કોડ પણ જનરેટ કરવો પડશે નહિ. પહેલા કરવામાં આવેલ પોર્ટિન્ગ આગ્રહને પ્રસંસ્કૃત કરવામાં આવશે. એમએનપીની અંદર કોઈ પણ ઉપભોક્તા પોતાનો મોબાઈલ નંબર બદલ્યા વિના ટેલિકોમ ઓપરેટરને બદલી શકે છે. જાણવામાં આવ્યું છે કે નવી પ્રક્રિયા વિશેષ પોર્ટિન્ગ કોડ (યુપીસી)નું સર્જન કરવાની શરતની સાથે લાવવામાં આવેલ છે. હવે એક સર્કલની અંદર પોર્ટ કરવાના આગ્રહને ત્રણ કાર્ય દિવસમાં પૂરું કરવું જરૂરી કરવામાં આવ્યું છે.

નવી પ્રક્રિયાના નિયમ નક્કી કરતા ટ્રાઇએ જણાવ્યું કે, વિભિન્ન શરતોના સકારાત્મક અનુમોદનથી જ યુપીસીનું સૃજન નક્કી થશે. વર્તમાન ઓપરેટરના નેટવર્ક પર તેણે ઓછામાં ઓછું 90 દિવસ સુધી સક્રિય રહેવું પડશે. લાઇસેંસ વાળા સેવા ક્ષેત્રોમાં યુપીસી ચાર દિવસ સુધી વૈદ્ય રહેશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.