આ રેસ્ટોરન્ટ દ્વારા કરાઈ અનોખી પહેલ, મોબાઈલ વિના ભોજન કરવા ઉપર મળશે 10 % ડિસ્કાઉંટ

મોબાઈલ લોકોની ટેવ બની ગઈ છે જેના વગર લોકો નું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. દરેક જણ કોઈપણ સમયે મોબાઈલનો ઉપયોગ કરે છે. ભલે તે એકલો હોય કે પછી કુટુંબ અને મિત્રો સાથે. ઘણી વખત તેના લીધે લોકો એક બીજા માટે સમય નથી આપી શકતા અને તેમાં અંતર પણ વધતું જાય છે.

તેને ધ્યાનમાં રાખીને અમરિકાના પેનસિલ્વેનિયા માં એક કાફે એ એક નવી ઓફર કાઢી. ઓફર એ છે કે જે પણ કુટુંબ કે મિત્રો નું સમૂહ મોબાઈલ સાથે રાખ્યા વગર ભોજન કરવા આવશે, તેને 10% ડિસ્કાઉંટ આપવામાં આવશે. વાચો ઓફર વિષે પૂરી જાણકારી. આવી ઓફર દરેક રેસ્ટોરન્ટ માં હોવી જોઈએ।

અહિયાં છે કાફે

આ કાફે અમેરિકા ના પેનસિલ્વેનિયા ના સ્ટ્રાઉડસબર્ગ માં આવેલ છે.

સ્ટ્રાઉડસબર્ગ માં આવેલ આ કાફે નું નામ છે સારાજ કોર્નર્સ કાફે

શું છે ઓફર

કાફે એ ઓફર કરી છે કે જો કોઈ ફેમીલી કે મિત્રો નું સમૂહ મોબાઈલ સાથે રાખ્યા વગર ભોજન કરે તો તેના બીલમાં 10% ડિસ્કાઉંટ આપવામાં આવશે.

તેના માટે કાફે એ ફેમીલી ચાર્જીંગ સ્ટેશન બનાવ્યું છે, જ્યાં તમે તમારો મોબાઈલ મૂકી શકો છો.

કેમ છે ઓફર

કાફે મેનેજમેન્ટ મુજબ રેસ્ટોરન્ટ માં દરેક મોબાઈલ માં વ્યસ્ત રહે છે. તેથી ન તો બરોબર વાત થાય છે. નાતો બબ્રોબર જમે છે. બસ આ ટેવ ને દુર કરવા માટે પહેલ કરવામાં આવી.

કોણ લઇ શકે છે ઓફરની મઝા

આ ઓફરનો લાભ લેવા માટે ચાર લોકોનું હોવું જરૂરી છે. આ એક ફેમીલી પણ હોઈ શકે છે કે મિત્રોનો સમૂહ પણ.

તમે બોર નહી થાવ.

મીડિયા રીપોર્ટ મુજબ રેસ્ટોરન્ટ એ કાયદેસર ઓફર અને નિયમ વિષે લીસ્ટ લગાવી દીધું છે. મોબાઈલ વિના તમે બોર ન થાવ તેના માટે કાફે પારંપરિક ગેમ્સ જેવી કે ઓલ્ડ ફેશન્ડ હેંગમેં અને ટીક-ટેક-ટો વગેરે રમાડે છે. કાફે ના માલિક બેરી લીંચએ મીડિયાને જણાવ્યું કે તેને જોરદાર ફીડબેગ મળ્યું છે.

તમે બોર નહી થાવ

આ એક બિરદાવવા લાયક પહેલ છે, કાફેમાં ગયેલા લોકો મોબાઈલ વગર થોડી વાર શાંતિ થી પસાર કરે છે અને તેની ઉપર તેને 10% ફાયદો પણ થશે. આવી ઓફર થી લોકો શાંતિ થી જમવા માં અને ફેમીલી સાથે બરોબર ધ્યાન આપી શકશે એનાથી લોકો ને જ વધુ ફાયદો થવા નો છે.

કોમેન્ટ દ્વારા અમને જરૂર જણાવજો તમને કેવી લાગી આ પહેલ? ગુજરાત માં પણ આવા રેસ્ટોરન્ટ ચાલુ થવા જોઈએ કે નહિ?