મોદી સરકારની મોટી ગિફ્ટ, ઘરેલું ગેસ સિલિન્ડર પર હવે મળશે આટલી સબસીડી

કેંદ્રની મોદી સરકારે ઘરેલુ ગેસ ઉપભોક્તાઓને મોટી રાહત આપી છે. મોદી સરકારે ઘરેલુ એલપીજી સિલેન્ડર પર આપવામાં આવતી સબસિડીને બમણી કરી દીધી છે. એનાથી ઉપભોગતાઓ પર થોડા દિવસ પહેલા કિંમતમાં કરેલા વધારાના મારની અસર ઓછી થશે. આ દરમિયાન સરકારે સ્પષ્ટતા કરતા કિંમતમાં વધારો કરવાનું કારણ પણ જણાવ્યું છે.

હવે પ્રત્યેક સિલિન્ડર પર મળશે 291.48 રૂપિયાથી સબસીડી :

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાયલ તરફથી ગુરુવારે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે, સરકારે ગેસ સિલિન્ડર પર મળતી રકમને લગભગ બમણી કરી દીધી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજધાની દિલ્લીમાં અત્યાર સુધી પ્રતિ સિલિન્ડર 153.86 રૂપિયાની સબસીડી મળતી હતી, જેને વધારીને 291.48 રૂપિયા કરી દેવામાં આવી છે.

આ પ્રકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત વહેંચવામાં આવેલા કનેક્શન પર અત્યાર સુધી 174.86 રૂપિયા પ્રતિ સિલેન્ડરની સબસીડી મળતી હતી. હવે આને વધારીને 312.75 રૂપિયા પ્રતિ સિલેન્ડર કરી દેવામાં આવી છે. તમને જણાવી ડીઆઈએ કે, ઘરેલુ ઉપભોગતાઓને એક વર્ષમાં 12 સિલેન્ડર પર સબસીડી મળે છે. તેનાથી વધારે સિલિન્ડર ખરીદવા પર બજાર ભાવ મુજબ ચુકવણી કરવી પડે છે.

12 ફેબ્રુઆરીએ વધારી હતી કિંમત :

ઓઇલ અને ગેસ વિતરણ કંપનીઓએ 12 ફેબ્રુઆરી બુધવારના રોજ ગેસની કિંમતમાં વધારો કર્યો હતો. ઘરેલુ ગેસ સિલેન્ડરની કિંમતમાં 144.50 રૂપિયા પ્રતિ સિલેન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા પછી રાજધાની દિલ્લીમાં ઘરેલુ ગેસ સિલેન્ડરની કિંમત વધીને 858.50 રૂપિયા પ્રતિ સિલેન્ડર પર પહોંચી હતી. તમને જણાવી દઈએ કે, ઘરેલુ રાંધણ ગેસ સિલેન્ડરમાં 14.2 કિલોગ્રામ ગેસ હોય છે.

ભાવ વધવા પર ઉપભોક્તા પર પડશે ફક્ત 7 રૂપિયાનો ભાર :

કેંદ્ર સરકાર તરફથી સબસીડી બમણી કરવાથી ઉપભોગતાને મોટો ફાયદો થશે. હકીકતમાં, તેલ કંપનીઓએ પ્રતિ સિલેન્ડર 144.50 રૂપિયાનો વધારો કર્યો હતો, જયારે તેની સબસીડીમાં 137.62 રૂપિયાનો વધારો થયો છે. આ પ્રકારે ઉપભોક્તાઓ પર ફક્ત લગભગ 6.88 રૂપિયા પ્રતિ સિલેન્ડરનો ભાર આવશે. જો કે, તેમણે ગેસ ખરીદવા માટે પહેલા વધારે પૈસા ખર્ચ કરવા પડશે.

સરકારે જણાવ્યું – કેમ વધારી કિંમત?

ઘરેલુ રાંધણ ગેસની કિંમતોમાં વધારા પછી આખા દેશમાં સરકારનો વિરોધ થઈ રહ્યો છે. એનાથી સરકાર દબાણમાં આવી ગઈ છે. આને જોતા સરકારે ગેસની કિંમતમાં વધારો કરવાને લઈને સ્પષ્ટતા આપી છે. સરકારે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજીની કિંમતોમાં વધારાને કારણે તેના ઘરેલુ બજારમાં કિંમતોમાં વધારો કરવો પડ્યો છે. સરકારે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં જાન્યુઆરી 2020 માં એલપીજીની કિંમત 448 ડોલર પ્રતિ મેટ્રિક ટનથી વધીને 567 ડોલર પ્રતિ મેટ્રિક ટન પર પહોંચી ગઈ છે, એ કારણે તેની કિંમત વધારવા માટે મજબુર થવું પડ્યું છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.