મોદી સરકારની મદદથી ખોલો તમારો બિજનેસ, છ લાખ રૂપિયાનો નફો

જો તમે તમારી નોકરીથી કંટાળી ગયા છો અને તમારો બિઝનેસ ખોલવાનો વિચાર કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના સાબિત થઇ શકે છે. એવું એટલા માટે કેમ કે અમે તમને એક એવી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના માધ્યમથી તમે તમારો બિઝનેસ ખોલી મોટી કમાણી કરી શકશો. ખાસ વાત એ છે કે તેના માટે કેન્દ્ર સરકાર પણ તમને મદદ કરશે અને તમને ૮૦ ટકા સુધી લોન આપશે. આવો જાણીએ તેના વિષે.

તમે સરકારની મદદથી સાબુ બનાવવાની ફેક્ટરી શરુ કરી શકો છો, તેના માટે નાણાકીય યોજના હેઠળ તમને સરકાર ૮૦ ટકા સુધી લોન આપશે. નાણાકીય યોજનાની મદદથી તમને સરળતાથી લોન મળી જશે અને તમારે તેના માટે માત્ર ચાર લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે.

નાના શહેરો, તાલુકા અને ગામથી લઈને દરેક જગ્યાએ સાબુની માંગ ઘણી વધુ છે, એટલા માટે તમારો આ ધંધો ઘણો ચાલશે, નાણાકીય સ્કીમની પ્રોજેક્ટ પ્રોફાઈલ રીપોર્ટ મુજબ, તમે વર્ષના લગભગ ચાર લાખ કિલોનું પ્રોડક્શન કરી શકશો. તેની કિંમત ૪૭ લાખ રૂપિયા થશે. તેનો ખર્ચ કાઢીને પછી તમને વર્ષના છ લાખ રૂપિયાનો નફો થશે.

જો તમે તેની ઉપર વિચાર કરી રહ્યા છો, તો તેના માટે તમારી પાસે ૭૫૦ ચોરસ ફૂટની જગ્યા હોવી જરૂરી છે, જેમાં ૫૦૦ ચોરસ ફૂટ કવર્ડ અને બીજી અનકવર્ડ હોવી જોઈએ. મશીન લગાવવાનો ખર્ચ આશરે એક લાખ રૂપિયા થશે.

આ બિઝનેસ ખોલવામાં કુલ ૧૫,૩૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થશે, જેમાંથી તમારે 3,૮૨,૦૦૦ રૂપિયા જ ખર્ચ કરવાના રહેશે. આમ તો તે શરુ કરવા માટે તમારે એ દેખાડવાનું રહેશે કે તમારી પાસે ૪.૨૩ લાખ રૂપિયા છે. સરકાર તરફથી વર્કિંગ કેપિટલ લોન તરીકે તમને નવ લાખ રૂપિયા મળશે, ટર્મ લોન તરીકે 3.૬૫ લાખ રૂપિયા મળશે.

આ બિઝનેસ ખોલવા માટે તમે કોઈપણ બેંકમાં અરજી કરી શકો છો. બેંકમાં જઈને તમારે એક ફોર્મ ભરવાનું રહશે અને ફોર્મ સાથે પ્રોસેસિંગ ફી આપવાની રહેશે. ફોર્મમાં તમારું નામ, સરનામું, બિઝનેસ શરુ કરવાનું સરનામું, શેક્ષણિક અનુભવ, હાલની આવક અને લોનની રકમ સહીત બીજી જાણકારી આપવાની રહેશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.