માં મોગલઆવે, હે નવરાતે રમવા…! કેવા કેવા વેશે માં… માડી કેવા કેવા વેશે…!

 

ઐશ્વર્યા મજમુદાર નાં નાનપણથી ઘરમાં સંગીતનો માહોલ. ઘરમાં બધાયે સંગીત શીખ્યુ છે. બધાને ગાતા જોઇ ગાવાની ઇચ્છા થતી. ગાતા ગાતા ગાયન પ્રોફેશન બની ગયું. શોખ જ કામ બની ગયું. 3.5 વર્ષથી સંગીત શીખવાનું શરૂ કર્યું. 4.5 વર્ષથી ગુરૂજી પાસે તાલિમ શરૂ કરી હતી. છોટે ઉસ્તાદ જીત્યા બાદ મુંબઇમાં આવ્યા. મુંબઇમાં ગૌતમ મુખર્જી પાસે તાલીમ લીધી.

હવે એડવાન્સ ક્લાસિકલ શીખે છે. સંગીતને કારણે ભણતર નથી બગડ્યું. સ્કુલ તરફથી ઐશ્વર્યાને ઘણો સહકાર મળ્યો છે. 6 વર્ષેની ઉંમરે ટીવી શૉમાં ભાગ લીધો હતો. 10 વર્ષે સારેગમપમાં ભાગ લીધો હતો. ભારતમાંથી ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું. સ્ટેજનો ડર ક્યારેય ન હતો. 14 વર્ષે છોટે ઉસ્તાદમાં ભાગ લીધો. છોટે ઉસ્તાદ બાદ જીવન બદલાઇ ગયુ. ત્યારની સ્પર્ધા ખરા અર્થમાં રિયાલિટી વાળી હતી.

ઐશ્વર્યા ઘરની લાડકી દિકરી છે. ઐશ્વર્યા મમ્મી સાથે મુંબઇમાં રહે છે. ઐશ્વર્યાને કોલેજ લાઇફ છોડ્યાનો અફસોસ નથી. ઐશ્વર્યા ઓપન યુનિવર્સિટીથી કોલેજ કરે છે.

ઐશ્વર્યાએ સમયની કિંમત ઘણી વહેલી સમજી છે. ઐશ્વર્યા કહે છે કે તે ગાવા માટે જ બની છે. કલાકારને ધીરજની ખૂબ જરૂર છે. માતા-પિતાનો સહકાર ઘણો જ છે. નિષ્ફળતા મળે તો પણ માતા પિતા સહયોગ કરે છે. સફળતા મળે તો તેને સાચવવામાં પણ મદદ કરે છે. ઐશ્વર્યાને ગરબા રમવા ગમે છે. . ઐશ્વર્યાને અમદાવાદના ગરબા ગમે છે. ઐશ્વર્યા અંકલેશ્વરમાં પોતાની નવરાત્રી કરે છે. ઐશ્વર્યા સ્ટેજ પર કોમેડી કરે છે. એક ચતુર નાર એક્ટ કરી લોકેને હસાવે છે. નગાડે સંગ ઢોલ ઐશ્વર્યાનું પસંદગીનું ગીત. ઐશ્વર્યાના સ્વર સીએનબીસી બજાર પર. ઐશ્વર્યા ગીતને ટ્વીસ્ટ કરે છે. ઐશ્વર્યા મેશ અપ બનાવે છે.

ઐશ્વર્યા લાઇવ સ્ટેજ પર્ફોમન્સ કરે છે. ઐશ્વર્યા બે ગીતોનું ફ્યુઝન કરે છે. લોકોને મજા કરાવવા ઐશ્વર્યાના નવલા પ્રયોગ. પતિ-પત્નીની નોક ઝોક ઐશ્વર્યાના સ્ટેજ શૉ માં. રાધા-કૃષ્ણની વાત નવા જમાનાની રીતે. જુના-નવાનો સંગમ ઐશ્વર્યાના કાર્યક્રમમાં. ઐશ્વર્યાની ગરબાની સીડી બહાર પડી છે. ઐશ્વર્યા ગુજરાતી ભાષાને માન આપે છે. ઐશ્વર્યાને “ગુજરાત ગૌરવંતા” અવોર્ડ મળ્યો છે. કેનેડામાં મળ્યો છે “2 ધ મોસ્ટ ડિઝર્વિંગ ડોટર્સ ઓફ ગુજરાત”નો અવોર્ડ. ઐશ્વર્યા આ અવોર્ડ માટે ગર્વ અનુભવે છે.

ઐશ્વર્યા સાથે આ અવોર્ડ સુનિતા વિલયમ્સ ને મળ્યો છે. ઐશ્વર્યાએ રામલીલામાં સુર આપ્યા છે. રામલીલામાં ઘણો અનુભવ મળ્યો છે. સીનને અનુરૂપ રાગ, સુર, શબ્દો લેવાતા હોય છે. મુંબઇની નવરાત્રીમાં ઇંધણા વીણવા ગઇતી લોકપ્રિય છે. અમદાવાદમાં જુના ગુજરાતી ગરબા પસંદ થાય છે. ગુજરાતનાં ગરબા સાંસ્કૃતિક ગરબા છે. ઐશ્વર્યા દેશ અને વિદેશમાં પર્ફોમ કરે છે. ભારતનાં શ્રોતા દરેક પ્રકારનું સંગીત પસંદ કરે છે. ઐશ્વર્યા ન્યુયોર્કમાં ઇન્ડિયા ડે પરેડમાં હતા.

ઐશ્વર્યા ઇન્ડિયા ડે પરેડમાં ચિફ ગેસ્ટ હતા. ઐશ્વર્યાની ખુશીથી માતા-પિતા ખુશ છે. ઐશ્વર્યાના કામથી માતા-પિતા ખુશ છે. ઐશ્વર્યા અંગ્રેજી, સ્પેનિસમાં પણ ગાય છે. અંગ્રેજી અને હિન્દી ગીતોનું ફ્યુઝન ઐશ્વર્યાનાં સ્વરમાં. . ઐશ્વર્યાને પ્રિયંકાની જેમ દરેક ક્ષેત્રમાં કઇ કરવું છે.

ઐશ્વર્યાએ “પ્રેમ રતન ધન પાયોમાં” ગીત ગાયું છે.

માં મોગલઆવે,હે નવરાતે રમવા…!

કેવા કેવા વેશે માં..

માડી કેવા કેવા વેશે..!

તારે ઝણણણ ઝણણણ ઝાંઝર ઝમકે,

ખણણણ ખણણણ કાંબી માં….

ખણણણ ખણણણ કાંબી…..!

મોગલ આવે રે……

તારે હાથે હેમનાં કડાં ઝળુંબે,

માડી લટું મોકળી લાંબી માં…

તારી લટું મોકળી લાંબી….!

મોગલ આવે રે…..

તું સૌને દેખે માતાજી,

પણ તુજને કોઈ ન ભાળે માં…

મોગલઆવે…હે.

નવલાખુ ભેળી માતાજી,

રહેશે રે માં,રહેશે રે…

મોગલઆવે…હે.

તારે ડગલે ડગલે કંકુ ઝરતા,

આખો મારગ રાતો.

મોગલઆવે..હે..

અને ચાંદલિયો ચંદરવો માથે,

લીલી કોર લહેરાતો માંને,લીલી કોરે લહેરાતો..

“દાન” કહે મછરાળી મોગલ,

“દાન” કહે દયાળી મોગલ..

સદાય ભેળે રહેશે..

માં મોગલ આવે…

હે નવરાતે રમવા માં..

કેવા કેવા વેશે માં..

માડી કેવા કેવા વેશે…!

– કવિ કે દાન

વિડીયો – 1

 

વિડીયો – ૨