ટીમ ઇન્ડિયાનો એ ખેલાડી જેના ઘરે જમીન પર બેસીને ખાય છે વિરાટ કોહલી, પિતા ચલાવે છે રીક્ષા

જયારે કોઈને સરળતાથી સફળતા મળી જાય છે, તો તેની મજા એટલી નથી હોતી જેટલી મજા જમીન ઉપરથી આકાશ સુધી જવામાં હોય છે. કાંઈક એવી જ વાર્તા છે રીક્ષા ડ્રાઈવરના દીકરા મોહમ્મદ સિરાજની. જેમણે ૨૪ વર્ષની ઉંમરમાં હૈદરાબાદની ગલીઓ માંથી નીકળીને ક્રિકેટમાં એક ઉત્તમ બોલર બની ગયા. સિરાજને ઓસ્ટ્રેલીયાની ૩ મેચો માટે વનડે સીરીઝમાં પસંદ કરવામાં આવ્યો હતો, અને તે ટીમ ઇન્ડિયામાં જસપ્રીત બુમરાહનું સ્થાન લઇ રહ્યા છે.

સિરાજ પાસે સરસ તક છે જેનાથી તે પોતાને સાબિત કરી શકે છે, પરંતુ તેનાથી પણ વધુ જરૂરી એ છે કે સિરાજ જેવો હીરો ક્યાંથી ઉભર્યો છે. તેમણે આર્થિક તંગીને જીવનના રસ્તાનો પથ્થર ન બનવા દીધો અને આગળ વધતા રહ્યા. આજે ટીમ ઇન્ડિયાના તે ખેલાડી જેના ઘરે જમીન ઉપર બેસીને ખાય છે વિરાટ કોહલી, તેના પિતા ઓટો રીક્ષા ડ્રાઈવર છે અને તેનાથી પોતાનું જીવન આગળ વધારી રહ્યા છે.

ટીમ ઇન્ડિયાના એ ખેલાડી જેના ઘેર જમીન ઉપર બેસીને ખાય છે વિરાટ કોહલી :

મોહમ્મદ સિરાજનું ટીમ ઇન્ડિયામાં સિલેકશન થતા જ સોશિયલ મીડિયા ઉપર તેનું મહત્વ ઘણું વધી ગયું છે. સિરાજના પિતા જ પહેલા રીક્ષા ચલાવીને ઘર ચલાવતા હતા, પરંતુ હવે સિરાજ પોતાના ઘરની જરૂરીયાતોને પૂરી કરે છે. સોશિયલ મીડિયા ઉપર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેમાં સિરાજના ઘરે વિરાટ કોહલી અને બીજા ખેલાડી જમીન ઉપર બેસીને તેની માં ના હાથની હૈદ્રાબાદી બિરિયાનીની મજા લઇ રહ્યા છે.

આ ફોટા ગયા વર્ષે વાયરલ થયા હતા ત્યારે તે દિવસોમાં IPL માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોય ચેલેન્જર્સ બેંગલુરું વચ્ચે જોરદાર મેચ થઇ હતી. પરંતુ જાણવા જેવી વાત એ છે કે મેચ પહેલા કોહલી સિરાજના ઘરે પહોચી ગયા હતા. સિરાજ પોતે હૈદરાબાદના છે પરંતુ રોયલ ચેલેન્જર્સ માટે રમે છે. વિરાટ કોહલી અને ટીમના બીજા સાથી હૈદરાબાદમાં ટોળી ચોકમાં આવેલા સિરાજના ઘરે જમીન ઉપર બેસીને ખાવાનું ખાધું. રમત અને દોસ્તીનો આવો નજારો ઘણો ઓછો જોવા મળે છે, અને આ નજારો સિરાજના ઘેર જોવા મળ્યો.

મોહમ્મદ સિરાજના પિતા મોહમ્મદ ગૌસની કમાણી કાંઈક વિશેષ થતી ન હતી, કેમ કે તે રીક્ષા ડ્રાઈવર છે. પરંતુ તેમણે આર્થિક તંગી પછી પણ સિરાજના સપનાને પુરા કર્યા. ઘણી બધી મુશ્કેલીઓ પછી મોહમ્મદ ગૌસએ દીકરા માટે મોંઘી ક્રિકેટ કીટ ખરીદી અને સિરાજ પણ ગરીબી શું હોય છે તે સારી રીતે જાણે છે. એટલા માટે તે જરૂરીયાત વાળા બાળકોને ફ્રી માં ક્રિકેટનું કોચિંગ આપે છે.

મોહમ્મદ સિરાજને આવી રીતે મળ્યો પહેલો બ્રેક :

ક્રિકેટની દુનિયામાં સિરાજને પહેલો બ્રેક IPL માં મળ્યો. ટુર્નામેન્ટની દશમી સીઝનમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદે તેને ૨.૬ કરોડમાં ખરીદ્યો અને ત્યારે તેની ઉંમર ૨૩ વર્ષની હતી. સિરાજે હૈદ્રાબાદ માટે ઘણું સારું પરફોમેંસ આપ્યું અને સારી રમતને કારણે જ કોહલી સાથે દોસ્તી પણ તે દરમિયાન થઇ. સિરાજના જીવનની પહેલી કમાણી ૫૦૦ રૂપિયા જ હતી અને સિરાજે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું, કે ક્લબની મેચ હતી અને મારા મામા ટીમના કેપ્ટન હતા. મેં ૨૫ ઓવરમાં ૨૦ રન આપીને ૯ વિકેટ લીધી અને મારા મામા ખુશ થયા.

અમે તે મેચ જીતી અને મામાએ મને ઇનામ તરીકે ૫૦૦ રૂપિયા આપ્યા હતા, અને એક ક્રિકેટર તરીકે એ મારી પહેલી કમાણી અને સન્માન હતું. ૭ વર્ષની ઉંમરમાં સિરાજએ ક્રિકેટ રમવાનું શરુ કરી દીધું હતું. તેમણે વર્ષ ૨૦૧૫ માં પહેલી વખત ક્રિકેટ બોલથી બોલિંગ કરી હતી. વર્ષ ૨૦૧૭ માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટી ૨૦ મેચથી ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યુ હતું.