મોહમ્મદ શમીથી અલગ થતા જ બદલ્યા હસીન જહાંના તેવર, સોસોયલ મીડિયા પર ગ્લેમરસ ફોટોથી લગાવી આગ

આજકાલ મીડિયા ઉપર ક્રિકેટ જગતના ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

થોડા સમય પહેલા પોતાના પતિ ઉપર ગંભીર આરોપ લગાવીને હસીન જહાંએ ઘણી ખ્યાતી મેળવી હતી. તેમણે પોતાના પતિ મહમ્મદ શમી ઉપર આરોપ લગાવ્યો હતો કે, તેના બીજી મહિલાઓ સાથે અનૈતિક સંબંધ છે. હવે તેવામાં આટલા સમય પછી એક વખત ફરી હસીન જહાં સોશિયલ મીડિયા ઉપર ખ્યાતી મેળવી રહી છે. પરંતુ આ વખતે તે કોઈ આરોપ લઈને સમાચારોમાં નથી રહેલી પરંતુ પોતાના ગ્લેમરસ તસ્વીરોને કારણે જ લાઈમલાઈટમાં આવી ગઈ છે.

હસીન ધંધાથી એક મોડલ રહી ચુકી છે, પરંતુ લગ્ન પછી તેમણે મોડલિંગ લગભગ બંધ કરી દીધું હતું. પરંતુ હવે મોહમ્મદ શમીથી અલગ થયા પછી એક વખત ફરી તેમણે મોડલિંગ તરફ ધ્યાન આપ્યું છે. હાલના દિવસોમાં હસીન સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે, અને અવાર નવાર પોતાના ગ્લેમરસ ફોટા શેયર કરે છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ હ્સીનના આ ફોટા ઘણા પસંદ આવી રહ્યા છે.

કરી ચુકી છે ચીયર લીડરનું કામ :

ઘણા ઓછા લોકો જાણતા હશે કે લગ્ન પહેલા મોડલ હોવાની સાથે સાથે તે આઈપીએલ ટીમ કલકત્તા નાઈટ રાઈડર્સ માટે ચીયરલીડરનું પણ કામ કરતી હતી. થોડા દિવસોથી હસીનનું મેક ઓવર થયું છે, જેના ફોટા ઈન્ટરનેટ ઉપર ઘણા વાયરલ થઇ રહ્યા છે. આ નવા અંદાઝમાં હસીન ઘણી હસીન અને સુંદર દેખાઈ રહી છે. તેનો ગ્લેમરસ અંદાઝ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. સાથે જ એવા સમાચાર પણ સાંભળવા મળી રહ્યા છે કે, આવનારા દિવસોમાં હસીન બોલીવુડમાં જોવા મળી શકે છે.

પતિ અને સાસરીયાવાળા ઉપર લગાવ્યા હતા આરોપ :

થોડા સમય પહેલા મોહમ્મદ શમી અને હસીનનો ઝગડો ઘણો સમાચારોમાં રહ્યો હતો. હસીને મોહમ્મદ શમી ઉપર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યાર પછી અલીપુર કોર્ટે શમી વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર કર્યું હતું. સાથે જ હસીને પતિના કુટુંબ વાળા ઉપર કૌટુંબિક હિંસાના પણ આરોપ લગાવ્યા હતા. તે દરમિયાન હસીને મોહમ્મદ શમીના બીજી મહિલાઓ સાથે વાતચીતના ઘણા સ્ક્રીનશોટ શેયર કર્યા હતા. ત્યાર પછી તેમણે પતિ ઉપર દહેજ અને ત્રાસના પણ આરોપ લગાવ્યા, જેમાં માસિક ભરણપોષણ માટે ૭ લાખ રૂપિયાની માંગણી કરી.

૨૦૧૪માં થયા હતા લગ્ન :

વર્ષ ૨૦૧૪માં હસીન જહાં અને મોહમ્મદ શમીના લગ્ન થયા હતા. બંનેને એક વ્હાલી એવી દીકરી પણ છે જેનું નામ આયરા છે. હાલના દિવસોમાં હસીન પતિથી દુર તેની દીકરી સાથે રહે છે. હજુ પણ બંનેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. તમે જુવો હસીન જહાં ના થોડા લેટેસ્ટ અને ગ્લેમરસ ફોટા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.