જાણી લો ”મોહન થાળ” બનાવાવની એકદમ રીત અને સાથે જ એનો વિડીયો પણ જુઓ

મહારાજ ચીમનલાલ પાલીવાલ પાસે થી સીખો મોહનથાળ. ચીમનલાલ મહારાજ ૪૨ વર્ષ થી રસોઈયા છે. તે ગુજરાતી, રાજસ્થાની,પંજાબી વાનગીઓનાં એક્સપર્ટ છે. તેયો કોઈ પણ કૃત્રિમ ખાદ્ય પદાર્થ નાં ઉપયોગ વિના બનાવા નો આગ્રહ રાખે છે.

મોહનથાળ પહેલા ને આજે પણ લગન માં મેઈન મીઠાઈ માં હોય જ છે. બહુ ઓછા ખર્ચ માં ખુબ સરસ સ્વાદ ને લાજવાબ મીઠાઈ.

વિડીયો સહુ થી નીચે લખાણ પૂરું થાય ત્યાં વિડીયો લખેલા ની નીચે છે.

મોહન થાળ માટે જરૂરી સામગ્રી :

180 ગ્રામ ચણા નો લોટ

160 ગ્રામ ઘી

4 ઈલાયચી (પાવડર )

ચાસની માટે :

200 ગ્રામ ખાંડ

180 મિલી પાણી

30 મિલી દૂધ

સજાવટ માટે :

બદામ,પીસ્તા ની કતરી

મોહન થાળ બનાવવાની રીત :

ઘી ગરમ કરો. ગરમ કરેલું ઘી અડધું લોટ ઉપર રેડી ને બે હાથ થી બરાબર મસળી લો.(લોટ બરાબર કકરો ના થાય ત્યાં સુધી ). બાકી રહેલું ઘી ગરમ કરો .

તેમાં લોટ નાખી ને બરાબર હલાવતા રહો (ગોલ્ડન રંગ આવે ત્યાં સુધી.). ગોલ્ડન રંગ આવે એટલે એને સ્ટવ પર થી ઉતારી ને ઠંડુ પાડવા દો.

ચાસની માટે પાણી ગરમ કરો એમાં ખાંડ નાખી ૧૦ મિનીટ સુધી ધીમા તાપે ગરમ થવા દો. તેમાં દૂધ નાખી દો.
ઉપર તરતી કાળી મલાઈ કાઢી લો .

એક તાર ની ચાસની થાય એટલે ચાસની સ્તવ પર થી ઉતારી ને તેમાં ઠંડો પડેલો લોટ અને ઈલાયચી નાખી ને બરાબર હલાવો.

તેને ઘી ચોપડેલી થાળી માં કાઢી ને એક સરખું પાથરી લો .

બદામ અને પીસ્તા પાથરીને પાચ થી છ કલાક ઠંડુ પડવા દો

કટકા કરી ને ભરી લો.

નીચેની વિડીયો માં શરૂઆત માં મોહનથાળ અને ત્યારબાદ પાત્રા બનવા ની રીત પણ છે.

આ સરળ રીતથી તમે જાતે જ ઘરમાં મોહન થાળ બનાવીને ઘરના સભ્યો અને મહેમાનોને ખવડાવી શકો છો. અને એ ખાધા પછી તેઓ તમારા વખાણ કરતા થાકશે નહિ.

વિડીયો :

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.