ઉનાળા માં જાણો કેવા છે મોજામાં લીંબુ રાખવાના આ અદ્દભુત ફાયદા આજે જ ટ્રાય કરો

 

ગરમી શરુ થતા જ પગ ફાટવા લાગે છે. પગ એટલા ખરાબ રીતે ફાટી જાય છે કે પગ એકદમ મજુરો જેવા પગ જોવા મળે છે. તેવા સમયે તમે ફાટેલી એડીઓ માટે ઘણા ઉપાય અજમાવો છો. પણ બધા નકામાં અને અસર વગરના થઇ જાય છે તો એક વખત આ ઉપાય અજમાવો. નિરાશ નહી થાવ.

ગરમી શરુ થતા જ પગ સુકા હોવા અને એડીઓનું ફાટવાનું શરુ થઇ જાય છે. તમામ પ્રકારની ક્રીમ, લીસા પથ્થર ઉપર પગનું ઘસવું અને બીજા ઘણા ઉપાય ઘરમાં ને ઘરમાં જ રહી જાય છે.

તેવામાં નિરાશ થવાની જરૂર નથી. આવી સ્થિતિમાં લીંબુનો આ રામબાણ ઉપાય અપનાવો. તેનાથી તમારા પગ સોફ્ટ રહેશે અને સુંદર અને કોમળ લાગશે.

મોજામાં લીંબુ રાખીને સુવો –

તેના માટે તમારે રાત્રે કાપેલું લીંબુ મોજામાં રાખીને સુવું પડશે. તેનાથી આખી રાત તમારી એડી મોશ્ચ્રરાઈઝ થતી રહેશે જેથી ગરમી માં એડીઓ ફાટવાની તકલીફ નહી રહે.

આવી રીતે કરો લીંબુનો ઉપયોગ –

બની શકે તો લીંબુને આખા પગ અને તળિયામાં ઘસી લો.

પછી વધેલા લીંબુથી આખી એડી કવર કરી લો. (જેમાં પલ્પ બાકી હોય)

મોટી સાઈઝનું લીંબુ લો જેથી આખી એડી કવર થઇ જાય. હવે મોજા પહેરો.

મોજામાં લીંબુને એક થી બે કલાક પણ રાખી શકો છો. સારા પરિણામ માટે આખી રાત લીંબુને પગમાં રાખી મુકવા દો. શરૂઆતના દિવસો થી જ તમને તમારા પગ અને એડીઓ જોઇને નવાઈ થશે.

લીંબુનો રસ કેમિકલ પીલીંગ તરીકે કામ કરે છે જે એડીઓ ઉપર ફાટેલ અને સુકી સ્કીન ઉતારીને નવી સ્કીન લાવવામાં મદદ કરે છે. સાથે જ નવી સ્કીન કોમળ બનાવી રાખે છે. તેના પરિણામ બીજા દિવસથી જ મળવાના શરુ થઇ જશે.

મોજામાં લીંબુ રાખવાના ફાયદા –

ફાટેલી એડીઓ ઠીક થાય છે.

પગનું સુકાપણું દુર કરે.

એડીઓને ફાટવાથી બચાવે.

તળિયાને મુલાયમ રાખે.

પગને ચોખ્ખા રાખે.

પગને ગોરા બનાવે.

પગને મોશ્ચ્રારાઈઝ કરે.